Painting
ક્રિસ્ટૉલ, જોશુઆ
ક્રિસ્ટૉલ, જોશુઆ (Cristall, Joshua) (જ. 1768, કમ્બરોન યુ. કે.; અ. 1847, લંડન, યુ. કે.) : નિસર્ગ ચિત્રો ચીતરવા માટે જાણીતા બ્રિટિશ રંગદર્શી ચિત્રકાર. 1792માં તેમના પિતાએ તેમને કાચ અને પોર્સેલિનનાં વાસણોના ધંધામાં પરાણે ધકેલ્યા. તેમાંથી મુક્તિ મેળવી તેઓ 1795માં લંડનની રૉયલ એકૅડેમીમાં ચિત્રકલાના અભ્યાસ માટે દાખલ થયા. 1802માં તેમણે વેલ્સ…
વધુ વાંચો >ક્રીગૉફ, કૉર્નેલિયસ
ક્રીગૉફ, કૉર્નેલિયસ (જ. 19 જૂન 1815, હોલૅન્ડ; અ. 5 માર્ચ 1872, શિકાગો, ઇલિનૉઇસ, અમેરિકા) : કૅનેડાના રંગદર્શી ચિત્રકાર. શાલેય અભ્યાસ પછી 1830માં જર્મનીના ડુસેલ્ડોર્ફ નગરમાં એકૅડેમી ઑવ્ ફાઇન આર્ટમાં પાંચ વરસ કલાનો અભ્યાસ કર્યો. 1836માં અમેરિકા જઈ તેઓ અમેરિકન લશ્કરમાં ભરતી થયા. 1840માં લશ્કરમાંથી છૂટા થઈ કૅનેડામાં મૉન્ટ્રિયલ ખાતે ચિત્રકાર…
વધુ વાંચો >ક્રૅનાખ, લુકાસ
ક્રૅનાખ, લુકાસ (જ. 29 સપ્ટેમ્બર 1472, ક્રોનેખ, જર્મની; અ. 16 ઑક્ટોબર 1533, વીમાર, જર્મની) : ખ્રિસ્તી ધાર્મિક વિષયો અને ગ્રેકોરોમન પુરાકથાઓના આલેખન માટે જાણીતા જર્મન બરોક-ચિત્રકાર. પોતાના પિતા પાસે તેઓ ચિત્રકલા શીખ્યા. સેક્સનીના ઇલેક્ટરે તેમની વીમાર ખાતે દરબારી ચિત્રકાર તરીકે 1504માં નિમણૂક કરી. અહીં લ્યૂથર સાથે તેમની મુલાકાત થઈ, જે…
વધુ વાંચો >ક્રૅસ્પી પરિવાર
ક્રૅસ્પી પરિવાર : [ક્રૅસ્પી, જિયોવાની બાતિસ્તા (Crespi, Giovanni Battista) (જ. 1567 સેરાનો, નોવારા નજીક, ઇટાલી; અ. 23 ઑક્ટોબર 1632, મિલાન, ઇટાલી); ક્રૅસ્પી, ડેનિયાલે (Crespi, Deniale) (જ. આશરે 1598, બૂસ્તો આર્સિત્ઝિયો, ઇટાલી; અ. 1630, મિલાન, ઇટાલી); ક્રૅસ્પી, જુસેપે મારિયા (Crespi Giuseppe Maria) (જ. 16 માર્ચ 1665, બોલોન્યા, ઇટાલી; અ. 16 જુલાઈ…
વધુ વાંચો >ક્રોમ, જોન
ક્રોમ, જોન (જ. 22 ડિસેમ્બર, 1768, નોર્વીચ, બ્રિટન; અ. 22 એપ્રિલ 1821, નોર્વીચ, બ્રિટન) : રંગદર્શી બ્રિટિશ ચિત્રકાર. નિસર્ગચિત્રોના આલેખન માટે તેઓ જાણીતા છે. બ્રિટિશ ચિત્રકારો ગેઇન્સ્બરો અને વિલ્સન તથા ડચ ચિત્રકારો રુઇસ્ડાયેલ, કુઇપ અને હોબેળાનાં ચિત્રોની અનુકૃતિ કરી તેઓ ચિત્રકલા શીખેલા. યુરોપભરમાંથી નેપોલિયોંએ લૂંટી લાવેલાં ચિત્રો અને શિલ્પો નિહાળવા…
વધુ વાંચો >ક્લાઇન ફ્રાન્ઝ
ક્લાઇન, ફ્રાન્ઝ (જ. 23 મે 1910, પેન્સિલવેનિયા; અ. 13 મે 1962, ન્યૂયૉર્ક) : અમેરિકાના આધુનિક જીવનનું આલેખન કરનાર આધુનિક અમેરિકન ચિત્રકાર. અમેરિકન નગરોમાં જિવાતા માનવજીવનનું, જાહેર રસ્તાઓ પરની ગતિવિધિ અને અમેરિકન સાંસ્કૃતિક જીવનનું પ્રતિબિંબ તેમનાં ચિત્રોમાં મળે છે. રશિયન સંગીતકાર સ્ટ્રાવિન્સ્કીના બૅલે ‘પેત્રુશ્કા’માં મુખ્ય નર્તક નિજિન્સ્કીને આલેખતું તેમનું ચિત્ર ‘નિજિન્સ્કી…
વધુ વાંચો >ક્લિન્ગર, મૅક્સ
ક્લિન્ગર, મૅક્સ (જ. 18 ફેબ્રુઆરી 1857, લાઇપઝિગ, જર્મની, અ. 5 જુલાઈ 1920, નૉમ્બર્ગ નજીક, જર્મની) : જર્મન રંગદર્શી ચિત્રકાર અને શિલ્પી. સ્વપ્નિલ સૃષ્ટિ ખડી કરવા માટે તેઓ જાણીતા છે. ક્લિન્ગર તરુણાવસ્થામાં પ્રસિદ્ધ જર્મન ચિત્રકાર આનૉર્લ્ડ બૉક્લીનના પ્રભાવ હેઠળ આવ્યા અને એમનાં એ સમયનાં ચિત્રો સ્વપ્નિલ, કવચિત્ માંદલી કલ્પનાનાં પરિણામ છે.…
વધુ વાંચો >ક્લિમ્ટ, ગુસ્તાવ
ક્લિમ્ટ, ગુસ્તાવ (જ. 14 જુલાઈ 1862, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 6 ફેબ્રુઆરી 1918, વિયેના, ઑસ્ટ્રિયા) : આધુનિક પ્રતીકવાદી ચિત્રકાર. પિતા સોની હતા. વિયેના ખાતેની સ્કૂલ ઑવ્ એપ્લાઇડ આર્ટ્સમાં ક્લિમ્ટે કલા-અભ્યાસ કર્યો. અભ્યાસ પૂરો કર્યા પછી 1897માં તેમણે ‘વિયેના સેસેશન’ (sesession) નામ હેઠળ વિયેનાના યુવાન ચિત્રકારોનું જૂથ રચ્યું. ક્લિમ્ટની જેમ જ આ…
વધુ વાંચો >ક્લીન, આઇવ્ઝ
ક્લીન, આઇવ્ઝ (જ. 28 એપ્રિલ 1928, નાઇસ; અ. 6 જૂન 1962, પૅરિસ, ફ્રાન્સ) : આધુનિક કલાની અનેક શાખાઓમાં મહત્વનું પ્રદાન કરનાર કલાકાર. કૅન્વાસ ઉપર અલ્પતમવાદી (minimalist) ચિત્રકામ, પથ્થર કે ધાતુમાંથી અલ્પતમવાદી શિલ્પકામ, માનવશરીર ઉપરનું ‘બૉડી-આર્ટ’ (શરીર પર કરવામાં આવતી ચિતરામણની કળા) ઉપરાંત તૈયાર (ready made) જણસોની ગોઠવણીઓ (installations) માટે તેઓ…
વધુ વાંચો >ક્લે, પૉલ
ક્લે, પૉલ (જ. 18 ડિસેમ્બર 1879, બર્ન, સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 29 જૂન 1940, મ્યૂરલ્ટો, સ્વિટ્ઝર્લૅન્ડ) : ચિત્રકાર અને ગ્રાફિક કલાકાર. તેમનું કુટુંબ સંગીતપ્રેમી હતું અને ક્લે પણ વાયોલિનવાદક હતા. 1900માં તેમણે સંગીતને બદલે મ્યૂનિક એકૅડેમીમાં ચિત્રકલાનો અભ્યાસ શરૂ કર્યો. અહીં તેમના શિક્ષક પ્રતીકવાદી ચિત્રકાર ફ્રાંઝ વૉનસ્ટક હતા. ક્લેની પ્રારંભિક કલાકૃતિઓ પતરાં…
વધુ વાંચો >