ક્લાઇન, ફ્રાન્ઝ (જ. 23 મે 1910; અ. 13 મે 1962) : અમેરિકાના આધુનિક જીવનનું આલેખન કરનાર આધુનિક અમેરિકન ચિત્રકાર.  અમેરિકન નગરોમાં જિવાતા માનવજીવનનું, જાહેર રસ્તાઓ પરની ગતિવિધિ અને અમેરિકન સાંસ્કૃતિક જીવનનું પ્રતિબિંબ તેમનાં ચિત્રોમાં મળે છે. રશિયન સંગીતકાર સ્ટ્રાવિન્સ્કીના બૅલે ‘પેત્રુશ્કા’માં મુખ્ય નર્તક નિજિન્સ્કીને આલેખતું તેમનું ચિત્ર ‘નિજિન્સ્કી ઇન પેત્રુશ્કા’ તેમનું સૌથી વધુ વિખ્યાત ચિત્ર છે. 1949 પછી ક્લાઇન અમૂર્ત ચિત્રણા તરફ ઢળ્યા હતા.

અમિતાભ મડિયા