Painting
કૅસ્તેલાનોસ – જુલિયો
કૅસ્તેલાનોસ, જુલિયો (જ. 3 ઑક્ટોબર 1905, મૅક્સિકો; અ. 16 જુલાઈ 1947, મૅક્સિકો) : આધુનિક મૅક્સિકન ચિત્રકાર. મૅક્સિકન બાળકોને તેમની રમતોમાં મશગૂલ આલેખવા માટે તેઓ જાણીતા છે. મૅક્સિકન ચિત્રકાર મૅન્યુઅલ રોડ્રિગ્વેઝ લોઝાનો પાસે તેમણે ચિત્રકલાની તાલીમ લીધી હતી. કૅસ્તેલાનોસે આલેખેલાં બાળકોનાં માથાં-ચહેરા ઈંડાકાર હોય છે, જે મૅક્સિકોના મૂળ નિવાસીઓની શરીરરચના સાથે…
વધુ વાંચો >કૉઇપલ પરિવાર
કૉઇપલ પરિવાર (Koypel Family) [(કૉઇપલ, નોએલ : જ. 1628, ફ્રાંસ; અ. 1707, ફ્રાંસ); (કૉઇપલ, ઍન્તૉઇન : જ. 1661, ફ્રાંસ; અ. 1722, ફ્રાંસ); (કૉઇપલ, નોએલ-નિકોલસ : જ. 1690, ફ્રાંસ; અ. 1734, ફ્રાંસ); (કૉઇપલ, ચાર્લી-ઍન્તોઇન : જ. 1694, ફ્રાંસ; અ. 1752, ફ્રાંસ)] : ફ્રેંચ બરોક-શૈલીમાં ચિત્રણા કરનાર ફ્રેંચ ચિત્રકાર પરિવાર. નોએલ ફ્રેંચ…
વધુ વાંચો >કોએલો ક્લૉદિયો
કોએલો, ક્લૉદિયો (Coello, Claudio) (જ. 2 માર્ચ 1642, મૅડ્રિડ, સ્પેન; અ. 20 એપ્રિલ 1693, મૅડ્રિડ, સ્પેન) : સ્પેનનો છેલ્લો બરોક ચિત્રકાર. પોર્ટુગીઝ શિલ્પી ફૉસ્તીનો કોએલોના તેઓ પુત્ર હતા. સ્પૅનિશ ચિત્રકાર ફ્રાન્ચેસ્કો રિમી હેઠળ ક્લૉદિયો કોએલોએ તાલીમ લીધી. મૅડ્રિડના રાજમહેલમાં રહેલા રુબેન્સ, વાલાસ્ક્વૅથ, તિશ્યોં અને જુવાન કારેનો દા મિરાન્ડાનાં ચિત્રોનો તેમણે…
વધુ વાંચો >કૉકૉશ્કા – ઑસ્કાર
કૉકૉશ્કા, ઑસ્કાર (જ. 1 માર્ચ 1886, પોખલેર્ન, ઑસ્ટ્રિયા; અ. 22 ફેબ્રુઆરી 1980, વિલેનુવે, સ્વિટ્ઝર્લેન્ડ) : અગ્રગણ્ય ઑસ્ટ્રિયન ચિત્રકાર, ચિત્રમુદ્રક (print maker) અને લેખક. તે વિયેનાની કલા અને હસ્તઉદ્યોગની શાળામાં 1904-09 અભ્યાસ કરતો હતો ત્યારે ગુસ્તાવ ક્લિમૅનની કલાથી પ્રભાવિત થયો હતો. કૉકૉશ્કાએ પોતાની આગવી શૈલી ઉપસાવી અને તેનું ઉદાહરણ 1909માં તેણે…
વધુ વાંચો >કૉક્સ ડૅવિડ
કૉક્સ, ડૅવિડ (Cox, David) (જ. 29 એપ્રિલ 1783, બર્મિન્ગહામ, બ્રિટન; અ. 7 જૂન 1859, બર્મિન્ગહામ, બ્રિટન) : નિસર્ગચિત્રો ચીતરવા માટે જાણીતા બ્રિટિશ રંગદર્શી ચિત્રકાર. ચિત્રકાર વાર્લી પાસે તેઓ ચિત્રકલા શીખ્યા હતા. ત્યાર બાદ તેમણે કલાના શિક્ષણ ઉપર જીવન-નિર્વાહ કર્યો. જળરંગો વડે નિસર્ગના આલેખન અંગે તેમણે ઉત્તમ ભાષ્ય લખ્યું છે :…
વધુ વાંચો >કૉખ – જૉસેફ ઍન્ટોન
કૉખ, જૉસેફ ઍન્ટોન (Koch, Josef Anton), (જ. 27 જુલાઈ 1768, ટાયરોલ ઑસ્ટ્રિયા; અ. 12 જાન્યુઆરી 1839, રોમ, ઇટાલી) : રંગદર્શી જર્મન નિસર્ગ-ચિત્રકાર. જર્મનીમાં તાલીમ લઈ તેઓ 1793માં રોમ આવી વસેલા. તેમનાં નિસર્ગચિત્રો નિસર્ગની વિરાટતા અને ભવ્યતા પ્રગટ કરવામાં સફળ ગણાયાં છે. વિશાળ ભેખડો, પર્વતો, કોતરો, તેમાં વહેતાં ઝરણાં નદી અને…
વધુ વાંચો >કોઝેન્સ – જૉન રૉબર્ટ
કોઝેન્સ, જૉન રૉબર્ટ (જ. 1752, લંડન, બ્રિટન; અ. 14 ડિસેમ્બર 1797, લંડન, બ્રિટન) : યુરોપના નિસર્ગને આલેખવા માટે જાણીતા બ્રિટિશ રંગદર્શી ચિત્રકાર. ચિત્રકાર પિતા ઍલેક્ઝાન્ડર કોઝેન્સ પાસે તેઓ ચિત્રકલા શીખ્યા. 1767માં લંડનની રૉયલ એકૅડેમી ખાતે તેમજ ઇન્કૉર્પોરેટેડ સોસાયટી ઑવ્ આટર્સ ખાતે તેમણે તેમનાં નિસર્ગચિત્રોનાં બે વૈયક્તિક પ્રદર્શનો કર્યાં. 1776થી 1779…
વધુ વાંચો >કૉઝ્લૉફ – જૉઇસ
કૉઝ્લૉફ, જૉઇસ (જ. 1942, અમેરિકા) : આધુનિક અમેરિકન મહિલા-ચિત્રકાર. સાદા ભૌમિતિક આકારો વડે શણગારાત્મક (decorative) શૈલીમાં અમૂર્ત ચિત્રો સર્જવા માટે તેઓ જાણીતાં છે. તેમનાં ચિત્રો સુંદર ભૌમિતિક ભાત ધરાવતી દક્ષિણ ભારતની કાંચીપુરમની સાડીઓ જેવાં કે અરબી દેશો અને મધ્ય એશિયાના ભાત ભરેલા ગાલીચા જેવા દેખાય છે. મોરૉક્કો, લિબિયા, અલ્જીરિયા અને…
વધુ વાંચો >કૉટમૅન – જોન સેલ
કૉટમૅન, જોન સેલ (જ. 16 મે 1782, નૉર્ફોક, બ્રિટન; અ. 24 મે 1842, લંડન, બ્રિટન) : નિસર્ગના આલેખન માટે જાણીતા બ્રિટિશ રંગદર્શી ચિત્રકાર, નૉર્વિચમાં સ્થિર થઈ તેમણે કલાસાધના કરી. લંડનની ‘કિંગ્સ કૉલેજ’માં તેઓ ચિત્રકલાના પ્રાધ્યાપક બન્યા. એમનાં મૌલિક નિસર્ગચિત્રોમાં તેમણે નોફૉક અને યેરમાઉથ સમુદ્રકાંઠાના હવામાનને આબેહૂબ ઝડપ્યું છે. અમિતાભ મડિયા
વધુ વાંચો >કોટિન્ગ્હૅમ – રૉબર્ટ
કોટિન્ગ્હૅમ, રૉબર્ટ (જ. 26 સપ્ટેમ્બર 1935, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : આધુનિક અમેરિકન ચિત્રકાર. આધુનિક નગરજીવનનું વાસ્તવવાદી શૈલીમાં આલેખન કરવા માટે તેઓ જાણીતા છે. રસ્તા પરની ગિરદી, વાહનો, નિયૉન-ટ્યૂબથી રચિત જાહેરાતો, વગેરે નાગરી ઘટકો તેમનાં ચિત્રોમાં વારંવાર નજરે પડે છે. નાગરી જીવનની હુંસાતુંસી અને ઉતાવળી ગતિને પણ તેઓ ચિત્રોમાં સ્પષ્ટ દર્શાવી…
વધુ વાંચો >