Oriya literature

રાય, અન્નદાશંકર

રાય, અન્નદાશંકર (જ. 1904, ધેનકૅનાલ, ઓરિસા) : બંગાળી અને ઊડિયા ભાષાના લેખક. કટકની રેવનશો કૉલેજમાંથી ઑનર્સ સાથે અંગ્રેજીમાં બી.એ. થયા. એમ.એ.ના અભ્યાસ દરમિયાન 1927માં ઇન્ડિયન સિવિલ સર્વિસમાં તમામ ભારતીય વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમ મેળવી પાસ થયા. 1951માં પૂરો સમય સાહિત્યસેવામાં ગાળવા તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. રાજકીય વિચારસરણી પૂરતા તેઓ ગાંધીવાદી હતા,…

વધુ વાંચો >

રાય, પ્રતિભા

રાય, પ્રતિભા (જ. 1944, બાલિકુંડ, જિ. કટક, ઓરિસા) : ઊડિયા ભાષાનાં પ્રતિભાવંત મહિલા-નવલકથાકાર. માતા મનોરમાદેવી. પિતા પરશુરામ કવિ, શિક્ષણશાસ્ત્રી અને સ્વાતંત્ર્યસેનાની હતા. તેઓ ‘ટિસ્કો’ની સારા પગારની નોકરી છોડી દઈને ‘ભારત છોડો’ આંદોલનમાં જોડાયા હતા. તે દરમિયાન તેમણે બાલિકુંડમાં પોતાની શાળા શરૂ કરી હતી. પિતા પાસે શાળાકીય શિક્ષણ લીધું. ઉચ્ચ શિક્ષણ…

વધુ વાંચો >

રાય, રાજકિશોર

રાય, રાજકિશોર (જ. 1914, છાટબર, જિ. પુરી) : ઊડિયા વાર્તાકાર, વિવેચક અને નાટ્યકાર. મધ્યમ વર્ગના પરિવારમાં જન્મ. ઊડિયા અને અંગ્રેજીમાં એમ.એ.ની પદવી મેળવ્યા બાદ ઓરિસાની વિવિધ કૉલેજોમાં અધ્યાપન-કાર્ય કર્યું. ‘સંખ’, ‘ચતુરંગ’, ‘સહકાર’ અને ‘નવભારત’ જેવાં અગ્રણી સાહિત્યિક સામયિકોમાં સતત વાર્તાઓ પ્રગટ કરીને 1940 અને 1950ના દસકાના જાણીતા વાર્તાકાર તરીકે પ્રસિદ્ધ…

વધુ વાંચો >

રાય, રાધાનાથ

રાય, રાધાનાથ (જ. 1848; અ. 1908) : ઊડિયા સાહિત્યના નવયુગના જનક. 8 વર્ષની વયે માતાનું અવસાન થવાથી તેઓ ઉદાસ અને એકાકી બની ગયા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે બાલાસોર હાઇ ઇંગ્લિશ સ્કૂલમાંથી પ્રવેશ-પરીક્ષા પાસ કરીને તેઓ કોલકાતા ખાતેની પ્રેસિડન્સી કૉલેજમાં પ્રવેશ મેળવી શક્યા; પણ માંદગી અને ગરીબીને કારણે એ અભ્યાસ છોડીને તેમને…

વધુ વાંચો >

રાય, રામશંકર

રાય, રામશંકર (જ. 1838, ઓરિસા; અ. 1917) : ઊડિયા ભાષાના લેખક. ગામઠી નિશાળમાં થોડું શિક્ષણ મેળવ્યા પછી કટકની બંગાળી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. રેવન્શો કૉલેજમાંથી સ્નાતક થયા પછી ક્લાર્ક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો; પરંતુ ટૂંકસમયમાં કાયદાનો અભ્યાસ કરી વકીલ બન્યા. 1875માં તેઓ ઊડિયા માસિક ‘ઉત્કલ મધુપ’ના તંત્રી હતા ત્યારે ‘પ્રેમાતરી’ નામનું…

વધુ વાંચો >

રાવ, મધુસૂદન

રાવ, મધુસૂદન (જ. 1853, પુરી, ઓરિસા; અ. 1912) : ઊડિયા કવિ, અનુવાદક તથા નિબંધકાર. તેમણે નિબંધકાર તરીકે તેમની કારકિર્દીનો પ્રારંભ કર્યો, જેમાં તેમણે નૈતિક મૂલ્યો અને તત્વજ્ઞાનવિષયક વિચારો રજૂ કર્યા. 1873માં તેમણે કેટલીક સંસ્કૃત અને અંગ્રેજી ગદ્ય અને પદ્યની રચનાઓનો અનુવાદ કર્યો. ‘કવિતાવલિ’ નામક કાવ્યસંગ્રહના બે ગ્રંથો 1873 અને 1874માં…

વધુ વાંચો >

લેન્કા, કમલકાન્ત

લેન્કા, કમલકાન્ત (જ. 19 નવેમ્બર 1935, ઇચ્છાપોર, ભદ્રક, ઓરિસા) : ઊડિયા કવિ. ઊડિયામાં વ્યાખ્યાતા તેમજ રીડર તરીકે કામગીરી કર્યા બાદ તેઓ સેવાનિવૃત્ત થયા. તેમણે ‘સાબિત’ ઉપનામથી લેખનકાર્ય શરૂ કરીને અત્યાર સુધીમાં 18થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે : ‘સુના ફસલ’ (1958); ‘પ્રીતિ ઓ પ્રતીતિ’ (1963); ‘ઉત્તરાણ’ (1966);…

વધુ વાંચો >

શતપથી, પ્રતિભા (શ્રીમતી)

શતપથી, પ્રતિભા (શ્રીમતી) (જ. 18 જાન્યુઆરી 1945, કટક, ઓરિસા) : ઊડિયા કવયિત્રી અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘તન્મય ધૂલિ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઊડિયા ભાષા અને સાહિત્યમાં ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ અંગ્રેજી, હિંદી અને બંગાળી ભાષાની જાણકારી…

વધુ વાંચો >

શબ્દાર આકાશ

શબ્દાર આકાશ (1971) : ઊડિયા કવિ સીતાકાન્ત મહાપાત્ર (1937)-રચિત કાવ્યસંગ્રહ. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1974ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. આ સંગ્રહ 35 કાવ્યોનો બનેલો છે. પ્રાચીન પુરાણકથાઓમાં જે વ્યાપકતા જોવા મળે છે તેનું કવિએ વ્યક્તિગત કાવ્યદર્શન સાથે સંકલિત અર્થઘટન કરી આ બધાં કાવ્યોમાં નિરૂપણ કર્યું છે. તેમના આગળના કાવ્યસંગ્રહો…

વધુ વાંચો >

શાહુ, કૃષ્ણચરણ

શાહુ, કૃષ્ણચરણ (જ. 16 એપ્રિલ 1929, નાટિ, કટક, ઓરિસા) : ઊડિયા પંડિત અને વિવેચક. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને રાંચી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ ઉત્કલ યુનિવર્સિટીમાં ઊડિયાના પ્રાધ્યાપક રહ્યા અને ત્યાંથી સેવાનિવૃત્ત થયા 1984-89. તેમણે ઊડિયા સાહિત્ય તેમજ મધ્યકાલીન ભારતીય સાહિત્ય, ખાસ કરીને હિંદી, બંગાળી અને અસમિયાનો ઊંડો અભ્યાસ…

વધુ વાંચો >