Music
સવાઈ ગંધર્વ
સવાઈ ગંધર્વ (જ. 1886; અ. 12 સપ્ટેમ્બર 1952, પુણે) : શાસ્ત્રીય સંગીત તથા મરાઠી રંગભૂમિના વિખ્યાત કલાકાર. તેમનું મૂળ નામ રામચંદ્રગણેશ કુંદગોલકર, પરંતુ સંગીતકલામાં તેમનું નૈપુણ્ય જોઈને તેમના પ્રશંસકો અને ચાહકોએ તેમને ‘સવાઈ ગંધર્વ’ની પદવીથી વિભૂષિત કર્યા હતા અને તે જ નામથી તેઓ પ્રસિદ્ધિ પામ્યા. બાળપણથી તેમનો અવાજ શાસ્ત્રીય સંગીતની…
વધુ વાંચો >સવિતાદેવી
સવિતાદેવી (જ. 7 એપ્રિલ 1942, બનારસ) : ઉત્તર હિંદુસ્તાનની ઉપશાસ્ત્રીય સંગીતનાં ગાયિકા તથા સિતારવાદક. તેઓ સુપ્રસિદ્ધ ઠૂમરી ગાયિકા સિદ્ધેશ્વરીદેવીનાં પુત્રી થાય છે. બાળપણથી જ તેમને સંગીતમાં રુચિ હતી. માતાને રિયાઝ કરતાં સાંભળીને તે પણ ગાયાં કરતાં, પરંતુ સંગીતશિક્ષણની શરૂઆત તેમણે સિતારથી કરી. શાળામાં માસ્ટર વિમલાનંદન ચેટર્જી પાસે સિતારની શરૂઆતની તાલીમ…
વધુ વાંચો >સહગલ, કે. એલ.
સહગલ, કે. એલ. (જ. 4 એપ્રિલ 1904, જમ્મુ; અ. 18 જાન્યુઆરી 1947, જાલંધર) : ચલચિત્રોના પાર્શ્ર્વગાયક, અભિનેતા. પૂરું નામ કુંદનલાલ સહગલ. પિતા અમરચંદ સહગલ. કે. એલ. સહગલનો જન્મ જાલંધરમાં થયો હોવાના પણ ઉલ્લેખ મળે છે, કારણ કે તેમના પિતાનું મકાન આ શહેરમાં છે. પણ સહગલના જન્મ પહેલાં તેઓ જમ્મુના નવાંશહર…
વધુ વાંચો >સહસવાન ઘરાણું
સહસવાન ઘરાણું : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનું એક ઘરાણું. તેનું નામ ઉત્તરપ્રદેશના બદાઇયું ઇલાકામાં આવેલા સહસવાન નામના એક શહેર પરથી પડ્યું છે. અઢારમી સદીની શરૂઆતમાં સહસવાનના બે પ્રખર ગાયકો સાહેબુદૌલા તથા કુતુબુદૌલા અવધના દરબારી સંગીતકાર હતા. એમના શિષ્ય મહેબૂબખાંએ પોતાના પુત્ર ઇનાયતહુસેનખાંને સંગીતની પ્રાથમિક તાલીમ આપ્યા બાદ રામપુર દરબારના મહાન…
વધુ વાંચો >સંગીતકલા : ભારતીય અને પાશ્ચાત્ય
સંગીતકલા : ભારતીય અને પાશ્ચાત્ય સંગીત : સ્વરના માધ્યમે અભિવ્યક્ત થતી લલિતકલા. અહીં સ્વર એટલે સૂર. નિશ્ચિત એવા નાદની નિશ્ચિત અને સ્થિર ઊંચાઈ તે સૂર જેને સંગીતની પરિભાષામાં સા, રે, ગ, મ, પ, ધ, નિ એવી સાત અક્ષરસંજ્ઞાથી ઓળખવામાં આવે છે. સાહિત્યનું માધ્યમ ભાષા અને સંગીતનું માધ્યમ સૂર કે સ્વર…
વધુ વાંચો >સંગીતવાદ્યોનું શાસ્ત્ર
સંગીતવાદ્યોનું શાસ્ત્ર : સંગીતવાદ્યોમાં ધ્વનિની ઉત્પત્તિ, જરૂરી વિવર્ધન તથા ગુણવત્તા(quality)ની જાળવણીને લગતું વિજ્ઞાન. સંગીતના હેતુ માટે મુક્ત (free) કંપનો (vibrations) અને પ્રણોદિત (forced) કંપનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત માત્ર કંપનો કરતાં કેટલાંક તંત્રો સંગીત માટે અનુકૂળ હોતાં નથી તે માટેનાં બે કારણો છે : એક, ઘણું કરીને કંપનોની…
વધુ વાંચો >સંગીતશિક્ષણ
સંગીતશિક્ષણ : કોઈ પણ પ્રકારના સંગીતના શાસ્ત્રનું જ્ઞાન ગુરુ અર્થાત્ શિક્ષક દ્વારા શિષ્ય અર્થાત્ વિદ્યાર્થીને આપવાની પદ્ધતિસરની પ્રક્રિયા. સંગીતશિક્ષણ વિશેના આ ધ્રુપદ-વિધાનમાં ત્રણ તત્ત્વો સામેલ કરવામાં આવ્યાં છે : સંગીતનું શાસ્ત્ર, ગુરુ અને શિષ્યનું અસ્તિત્વ અને શાસ્ત્રનું જ્ઞાન આપવાની પદ્ધતિસરની પ્રક્રિયા. આ ત્રણેયના સમન્વયથી એમ કહેવાય કે ગુરુ દ્વારા શિષ્યને…
વધુ વાંચો >સંગીત સંકલ્પ (સંસ્થા)
સંગીત સંકલ્પ (સંસ્થા) : ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રચાર અને પ્રસાર તથા ઊગતા શાસ્ત્રીય સંગીતકારોને સક્રિય પ્રોત્સાહન પૂરી પાડતી અખિલ ભારતીય સ્તરની સંસ્થા. સ્થાપના 22 જાન્યુઆરી 1989. મુખ્ય મથક દિલ્હી ખાતે. તેના ચાર મુખ્ય ઉદ્દેશો છે : (1) શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં સતત માન્યતા અને ખ્યાતિ પ્રાપ્ત કરવા ઇચ્છતા તથા સ્વાર્પણની ભાવના…
વધુ વાંચો >સાતી, આરી
સાતી, આરી (જ. 1866, હોમ્ફલૂ, ફ્રાન્સ; અ. 1925, પૅરિસ, ફ્રાન્સ) : આધુનિક ફ્રેન્ચ સંગીતકાર અને સંગીતનિયોજક. ફ્રેન્ચ પિતા અને સ્કૉટિશ માતાના તે સંતાન. 1878માં પૅરિસ કૉન્ઝર્વેટરીમાં સંગીતનો અભ્યાસ તેમણે શરૂ કર્યો. પરંતુ તેમાં તેમને ન કોઈ આનંદ આવ્યો, ન કોઈ તેમનો વિકાસ થયો કે ન કશું તે શીખવા પામ્યા. તેથી…
વધુ વાંચો >સાદિકઅલીખાં (?)
સાદિકઅલીખાં (?) : વીણા તથા સૂરસિંગારના વિખ્યાત કલાકાર. તેમના પિતા બહાદુરહુસેનખાં પણ આ બંને વાદ્યોના કુશળ કલાકાર હતા. સાદિકઅલીખાંએ તેમના પિતા પાસેથી આ બંને વાદ્યો વગાડવાની શિક્ષા પ્રાપ્ત કરી હતી. તેઓ કંઠ્ય સંગીતમાં પણ નિપુણ હતા. રામપુર નવાબ સાહબજાદા હૈદરઅલીખાંએ સાદિકઅલીખાંને પોતાના ગુરુ સ્થાને પ્રસ્થાપિત કર્યા હતા. સાદિકઅલીએ ઘણી બંદિશોની…
વધુ વાંચો >