Malayalam literature

કુંજીકુકુટ્ટન થંપુરાન કોટુંગલ્લૂર

કુંજીકુકુટ્ટન થંપુરાન કોટુંગલ્લૂર (જ. 8 સપ્ટેમ્બર 1864, કોડુંગલ્લૂર, કેરળ; અ. 22 જાન્યુઆરી 1913, થ્રિશૂર) : મલયાળમ કવિ. એ કેરલના વ્યાસ તરીકે ઓળખાતા. કોટુંગલ્લૂરના રાજવંશમાં પ્રસિદ્ધ સાહિત્યકારોના કુટુંબમાં જન્મ. ‘કવિભારતમ્’ કાવ્યસંગ્રહથી ખ્યાતિ પામ્યા (1893). તેમના કાકા તથા મહેલના શિક્ષકો પાસેથી તેઓએ સંસ્કૃત સાહિત્ય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર અને ગણિતમાં શિક્ષણ મેળવ્યું. મૂળ…

વધુ વાંચો >

કૃષ્ણગાથા

કૃષ્ણગાથા (તેરમી-ચૌદમી સદી) : મલયાળમ ભાષાનું પ્રથમ મહાકાવ્ય. રચયિતા કવિ ચેરુશ્શેરી નમ્બૂતિરી. કવિ અને કવિના અભિભાવક રાજા ઉદયવર્મા જ્યારે શેતરંજ રમતા હતા ત્યારે રાણીએ હાલરડાં દ્વારા કરેલ સંકેતને ગ્રહણ કરવાને બદલે રાજાએ રાણીના મુખે ગવાયેલ છંદમાં કૃષ્ણકાવ્ય રચવા કવિને સૂચવ્યું. શ્રીમદ્ ભાગવતના દશમસ્કંધમાં વર્ણવેલ કૃષ્ણની બાળલીલા દેશી લોકગીતના ઢાળમાં કવિએ…

વધુ વાંચો >

કૃષ્ણ વારિયર એન. વી.

કૃષ્ણ વારિયર, એન. વી. (જ. 13 મે 1916, ત્રિચૂર, કેરળ; અ. 12 ઑક્ટોબર 1989, કોઝીકોડે, કેરલ) : મલયાળમ કવિ, ચિંતક, વિવેચક અને પત્રકાર. તૃપૂણીતુરાની સંસ્કૃત કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ સંસ્કૃતના શિક્ષક બાદ 12 વર્ષ સુધી કૉલેજમાં અધ્યાપક રહ્યા. ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટમાં ઝંપલાવ્યું અને ‘સ્વતંત્ર ભારતમ્’ નામનું અખબાર અને સંખ્યાબંધ પત્રિકાઓ…

વધુ વાંચો >

કેરલવર્મા – વાલિયા કોઇલ તમ્પુરન

કેરલવર્મા, વાલિયા કોઇલ તમ્પુરન (જ. 19 ફેબ્રુઆરી 1845, ચંગનચેરી, જિ. કોટ્ટ્યમ્, કેરળ; અ. 22 સપ્ટેમ્બર 1914) : મલયાળમ લેખક અને કવિ. મલયાળમ અને સંસ્કૃતનું પ્રાથમિક શિક્ષણ લીધા બાદ 10 વર્ષની વયે તેઓ ત્રિવેન્દ્રમ્ ગયા. ત્યાં તેમણે તેમના કાકા રાજરાજા વર્મા અને ઇલતૂર રામસ્વામી શાસ્ત્રીગલ જેવા પ્રખર સંસ્કૃત પંડિતો પાસેથી અનૌપચારિક…

વધુ વાંચો >

કેરળ સાહિત્યચરિત્રમ્

કેરળ સાહિત્યચરિત્રમ્ (1953-57) : કેરળના સાહિત્યના ઇતિહાસની બૃહદ્ ગ્રંથશ્રેણી. 7 ગ્રંથોની આ શ્રેણી કેરળના વિદ્વાન કવિ ઉલ્લુરના 40 વર્ષના અભ્યાસ તથા સંશોધનના નિચોડરૂપ છે. પ્રથમ ગ્રંથ 1953માં અને છેલ્લો સાતમો ગ્રંથ 1957માં પ્રગટ થયો હતો. તેમણે કેરળમાં મલયાળમ તથા સંસ્કૃત એ બંને ભાષામાં લખાયેલી નાનીમોટી તમામ કૃતિઓનાં વિગતવર્ણન ઉપરાંત વિવેચનલક્ષી…

વધુ વાંચો >

કેરળસ્વરન્

કેરળસ્વરન્ : ટી. રમણ નમ્બીસાન(1888-1983)કૃત મલયાળમ ઐતિહાસિક નવલકથા. વેત્તાતના રાજા વિશે લખાયેલી આ એકમાત્ર નવલકથામાં રાજા અને કાલિકટના ઝામોરીન-સામૂતિરિ વચ્ચેના સંબંધોના પ્રવાહો અને પ્રતિપ્રવાહોનું નિરૂપણ છે. તેમાં ઐતિહાસિક હકીકતોનું નિરૂપણ છે પણ તેની સાહિત્યિક ગુણવત્તાને કારણે તે મલયાળમની એક ઉત્તમ બલકે શ્રેષ્ઠ ઐતિહાસિક નવલકથા બની છે. મલયાળમના અન્ય કોઈ નવલકથાકારે…

વધુ વાંચો >

કેશવદેવ પી.

કેશવદેવ, પી. (જ. 20 જુલાઈ 1904, પેરુર, ક્વિલોન પાસે કેરળ; અ. 1 જુલાઈ 1983, તિરુવનંતપુરમ્) : આધુનિક મલયાળમ નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને રાજકીય સક્રિય કાર્યકર. તેઓ આર્યસમાજી બન્યા ત્યારે તેમણે પોતાનું નામ ‘કેશવ પિલ્લાઈ’ને બદલે ‘કેશવ દેવ’ રાખ્યું. વર્ષો સુધી તેઓ કેરળના સમાજવાદી પક્ષ સાથે સંકળાયેલા રહ્યા. તેમને તેમની નવલકથા…

વધુ વાંચો >

ચિરામીન (1926)

ચિરામીન (1926) : મલયાળમ ભાષાની ઉચ્ચકોટિની જાનપદી નવલકથા. લેખક તકષિ શિવશંકર. ‘ચિરામીન’ના ભારતની અને વિદેશની અનેક ભાષાઓમાં અનુવાદ થયા છે. વિશ્વની ઉત્તમ નવલકથાઓમાં એને સ્થાન મળ્યું છે. એના રશિયન અનુવાદની અનેક આવૃત્તિઓ થઈ છે. એ નવલકથામાં નાવિકોના જીવનનું ચિત્રણ છે. માઝી ચેંપનની પુત્રી કરુ તમ્માના જીવનની આસપાસ પ્રસંગોની ગૂંથણી થઈ…

વધુ વાંચો >

ચિંતાવિષ્ટા યા સીતા (1919)

ચિંતાવિષ્ટા યા સીતા (1919) : મલયાલમમાં કુમારન્ અસને (જ. 1873; અ. 1924) રચેલું કાવ્ય; કેટલાકને મતે કવિની ઉત્તમ કૃતિ. કાવ્યમાં સીતાની પરિકલ્પના ‘સ્વ’ને અતિક્રમી જતા પ્રેમના પ્રતીક રૂપે કરવામાં આવી છે. સીતાની વેદનાના અને ચિંતનના આલેખન સાથે કાવ્યના કેન્દ્રમાં સીતાની શૂન્યમનસ્કતા છે. સીતાના અચેતન મનમાં રહેલા વિચારો અને લાગણીઓને કવિ…

વધુ વાંચો >

જ્યૉર્જ, કે. એમ.

જ્યૉર્જ, કે. એમ. (જ. 1914) : મલયાળમ ભાષાના લેખક, વિવેચક અને ભાષાવિદ. તેમણે સાહિત્ય માટે નવી દિશાઓ ઉઘાડી અને અન્ય સાહિત્ય સાથે નિકટતા સ્થાપવાનો આરંભ કર્યો. મદ્રાસ યુનિવર્સિટીમાંથી 1941માં મલયાળમ સાથે એમ.એ.ની ઉપાધિ લીધી; ‘રામચરિતમ્ ઍન્ડ ધ સ્ટડી ઑવ્ મલયાળમ’ મહાનિબંધ માટે 1956માં પીએચ.ડી., મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજમાં અધ્યાપક તરીકે, સાહિત્ય…

વધુ વાંચો >