Literary form

સંદિગ્ધતા (ambiguity)

સંદિગ્ધતા (ambiguity) : શબ્દ કે વાક્યમાંથી નીપજતી બહુ-અર્થતા. સામાન્યત: વાક્યનો તે ગુણધર્મ છે. તે એકથી વધુ અર્થ ધરાવતા શબ્દનો પણ ગુણધર્મ છે. શબ્દ કે વાક્ય બોલાય કે લખાય ત્યારે તેમાંથી સંકેત નીકળે છે. પ્રત્યેક સંકેત જ્યારે એક કરતાં વધુ સંદેશાઓનું વહન કરે છે ત્યારે તેમાં સંદિગ્ધતા ઉદ્ભવે છે. સર વિલિયમ…

વધુ વાંચો >

સંધિ

સંધિ : વ્યાકરણશાસ્ત્રનો એક અગત્યનો ખ્યાલ. બે પદોને સાથે બોલવા જતાં આગલા પદને છેડે રહેલા સ્વર કે વ્યંજન સાથે પાછળના પદના આરંભમાં આવતા સ્વર કે વ્યંજનના જોડાણથી ધ્વનિમાં જે ફેરફાર થાય તેને સંધિ કહેવાય. પાણિનિ તેને ‘સંહિતા’ એવા નામથી પણ ઓળખે છે, કારણ કે તેમાં બે સ્વરો, બે વ્યંજનો અથવા…

વધુ વાંચો >

સંરચનાવાદ

સંરચનાવાદ : આધુનિક ભાષાવૈજ્ઞાનિક સાહિત્યવિચારની પાયારૂપ સંજ્ઞા. દરેક ભાષા અનન્ય હોય છે. એ ભાષાની ઉક્તિઓને અને એમના એકમોને એમના પરસ્પરના સંબંધોથી સમજી શકાય છે. આ એકમો અને એમના સંબંધોને તપાસતાં તપાસતાં જ ભાષાની સંરચના સુધી પહોંચી શકાય છે. સૉસ્યૂર માનતા હતા કે ભાષાવિજ્ઞાનીનું મુખ્ય કાર્ય ભાષાની તપાસ છે. એ જ…

વધુ વાંચો >

સાહિત્યશાસ્ત્ર

સાહિત્યશાસ્ત્ર : સાહિત્યનું વિવેચન કરતું શાસ્ત્ર. શબ્દ અને અર્થનો સહભાવ એટલે સાહિત્ય. સાહિત્યમાં વ્યાપક સંદર્ભે સર્વ શાસ્ત્રો, કાવ્યો, ટીકાગ્રંથો ઇત્યાદિનો સમાવેશ થાય છે; પરંતુ કાવ્ય-નાટ્યના સંદર્ભમાં અથવા તો સર્જનાત્મક ગ્રંથોના સંદર્ભમાં શબ્દ અને અર્થનો ઉચિત, રમણીયાર્થવાળો વિન્યાસ જે અલંકાર, ગુણ અને રસયુક્ત શબ્દાર્થનો પ્રતિપાદક હોય તે સાહિત્ય. સાહિત્યનું વિવેચન કરતું…

વધુ વાંચો >

સાહિત્યસર્જનની પ્રક્રિયા

સાહિત્યસર્જનની પ્રક્રિયા : સાદ્યંત લોકોત્તર આનંદ આપે એવી વાગરચનાનું નિર્માણ કરવાની પ્રતિભાશાળી કવિ કે સાહિત્યસર્જકની સાધના; તેનું આનંદમૂલક ને આનંદપ્રવર્તક વાગ્યોગકર્મ. સાહિત્યસર્જનની પ્રક્રિયા સંકુલ અને નિગૂઢ છે. આ પ્રક્રિયા વિશે બોલવાનું બધા સાહિત્યસર્જકોને પસંદ ન પણ હોય અને જે સાહિત્યસર્જકો સાહિત્યસર્જનની પ્રક્રિયા વિશે કહે તે સર્જકો બધા જ સાહિત્યસર્જનની પ્રક્રિયા…

વધુ વાંચો >

સાંકેતિક ભાષા અને લિપિ

સાંકેતિક ભાષા અને લિપિ : સમાજમાં પ્રચલિત હોય તેવી ભાષા કે લિપિને સ્થાને પૂર્વનિર્ધારિત સંકેતો દ્વારા સંદેશ અથવા હુકમ મોકલવાની પદ્ધતિ. મહદ્અંશે તેનો ઉપયોગ સંદેશ અથવા હુકમની ગુપ્તતા જાળવવા માટે – થતો હોય છે. લશ્કરી અને રાજદ્વારી સંદેશ મોકલવા માટે આ પદ્ધતિનો ઉપયોગ વૈશ્ર્વિક સ્તરે વ્યાપક પ્રમાણમાં થતો હોય છે.…

વધુ વાંચો >

સૌંદર્યવાદ (aestheticism)

સૌંદર્યવાદ (aestheticism) : ‘સૌંદર્ય’, ‘સૌંદર્યશાસ્ત્ર’ અને ‘સૌંદર્યવાદ’ – આ ત્રણેય સંજ્ઞાઓ પરસ્પર સંકળાયેલી છે. બાહ્ય કે આંતર, ઇન્દ્રિયગ્રાહ્ય કે ઇન્દ્રિયાતીત ‘સૌંદર્ય’ (beauty) માનવજાતના રસનો વિષય રહ્યું છે. માનવસર્જિત સૌંદર્ય પણ એમાંથી જ એક યા બીજા રૂપે પ્રેરણા લઈ જન્મ્યું છે. આવા ‘સૌંદર્ય’ વિષયે સમયે સમયે જે વિચારણા થતી રહી તેમાંથી…

વધુ વાંચો >

હસ્તપ્રતવિદ્યા

હસ્તપ્રતવિદ્યા : હસ્તપ્રતોનાં સંશોધન-સંપાદનને અનુલક્ષતી શાસ્ત્રીય જ્ઞાનપરંપરા. જુદી જુદી લિપિઓમાં લખાયેલ પ્રાચીન હસ્તપ્રતો, શિલાલેખો, દાનપત્રો, મુદ્રાઓ વગેરે પ્રાચીન ઇતિહાસ-સંસ્કૃતિ વિશેની માહિતી માટેના મૂળ સ્રોતો મનાયા છે. આ બાબતમાં પહેલ કરી છે પં. ગૌરીશંકર હીરાચંદ ઓઝાએ. ઈ. સ. 1894માં તેમનો 84 પટ્ટો(plates)વાળો હિન્દી ગ્રંથ ‘ભારતીય પ્રાચીન લિપિમાલા’ પ્રકટ થયો. તેની ત્રીજી…

વધુ વાંચો >