Jurisprudence
કૉમન લૉ
કૉમન લૉ : રિવાજો અને નિયમો પર આધારિત ઇંગ્લૅન્ડનો અલિખિત કાયદો. ડ્યૂક ઑવ્ નૉર્મન્ડી તરીકે ઓળખાતા વિલિયમ પહેલા(1028થી 1087)એ 1066માં ઇંગ્લૅન્ડ પર વિજય મેળવ્યા પછી ઇંગ્લૅન્ડ અને વેલ્સના સમગ્ર પ્રદેશ પર સમાન ધોરણે જે કાયદો અમલમાં મૂક્યો તેને કૉમન લૉ તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદો અમલમાં આવ્યો તે પૂર્વે…
વધુ વાંચો >કોર્ટ ફીનો કાયદો
કોર્ટ ફીનો કાયદો : 1870નો કેન્દ્રનો કાયદો. રાજ્યના લાભ માટે રાજ્ય કર ઉઘરાવવાનો હેતુ ધરાવે છે. આઝાદી બાદ ભારતના બંધારણ મુજબ કોર્ટ ફી રાજ્યનો વિષય છે. પરંતુ સર્વોચ્ચ અદાલતમાં લેવાતી કોર્ટ ફી કેન્દ્રનો વિષય છે. તેથી રાજ્યોએ પોતાના કોર્ટ ફીના કાયદા ઘડ્યા છે. ગુજરાતે મુંબઈનો 1959નો કોર્ટ ફીનો કાયદો અપનાવ્યો…
વધુ વાંચો >ક્રયાધિકાર યાને સફીલહક
ક્રયાધિકાર યાને સફીલહક (pre-emption) : સ્વીકૃત શરતોને અધીન વેચાતી સ્થાવર મિલકત ખરીદવાનો અગ્રહક. સફીલદારીના અધિકાર તરીકે પણ તે ઓળખાય છે. ક્રયાધિકારના કાયદા મુજબ કોઈ વ્યક્તિ તેની સ્થાવર મિલકત વેચવા માગે ત્યારે કાયદામાં નિર્દેશિત વર્ગની વ્યક્તિઓને, જો તે ઇચ્છે તો વેચાતી મિલકત ખરીદવાનો અગ્રહક આપવો પડે છે. મૂળભૂત રીતે તે એક…
વધુ વાંચો >ક્ષતિપૂર્તિ (damages) (કાયદો)
ક્ષતિપૂર્તિ (damages) (કાયદો) : નુકસાન પેટે ચૂકવવું પડતું વળતર. ભારતીય કરાર અધિનિયમ, 1872ની કલમ 124 મુજબનો કરાર. ક્ષતિપૂર્તિના કરારમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાનાથી અગર અન્ય વ્યક્તિની વર્તણૂકથી થયેલ નુકસાનમાંથી મુક્ત રાખવાનું વચન આપે છે. વીમાનો કરાર એ ક્ષતિપૂર્તિનો કરાર છે. નુકસાનમાંથી મુક્ત રાખવાની ક્ષતિપૂર્તિનો કરાર સ્પષ્ટ કે ગર્ભિત હોઈ…
વધુ વાંચો >ખંડાલાવાલા, કાર્લ જમશેદજી
ખંડાલાવાલા, કાર્લ જમશેદજી (જ. 18 માર્ચ 1904, નવસારી; અ. 27 ડિસેમ્બર 1995, મુંબઈ) : ભારતના વિખ્યાત કલાવિવેચક અને ભારતની સર્વોચ્ચ અદાલતના એક વરિષ્ઠ ધારાશાસ્ત્રી. પિતા જમશેદજી વડોદરા રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ હતા. મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ. તથા કાયદાની કૉલેજમાંથી એલએલ.બી. સુધીનું શિક્ષણ. 1926માં બાર-ઍટ-લૉ થવા માટે ઇંગ્લૅન્ડ ગયા અને મિડલ ટેમ્પલમાંથી…
વધુ વાંચો >ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદો
ખાનગી આંતરરાષ્ટ્રીય કાયદો (વિધિસંઘર્ષ) : કોઈ પણ દેશે વ્યક્તિઓના પરદેશી તત્વવાળા વાદગ્રસ્ત પ્રશ્નોના ઉકેલ માટે સ્વીકારેલા નિયમોનો સમૂહ. દરેક નાગરિકના વ્યવહારો પોતાના દેશના કાયદાને અધીન હોય છે; પરંતુ જ્યારે જુદા જુદા દેશના માણસો પરસ્પર વેપાર કે અન્ય વ્યવહારો કરે ત્યારે તે ‘પરદેશી તત્વ’વાળા વ્યવહારો ગણાય છે અને તેમને કયા દેશનો…
વધુ વાંચો >ખ્રિસ્તીઓનો કાયદો
ખ્રિસ્તીઓનો કાયદો : ખ્રિસ્તીઓના વૈયક્તિક જીવનને સ્પર્શતા કાયદાઓનો સમૂહ. અલબત્ત ભારતના ખ્રિસ્તીઓ ભારતના નાગરિકો તો છે જ; તેથી ભારતના નાગરિકોને લાગુ પડતા મોટા ભાગના કાયદા તેમને પણ લાગુ પડે છે. ભારતના બંધારણ ઉપરાંત ભારતનો કરારનો કાયદો, મિલકત હસ્તાંતરનો કાયદો, શ્રમજીવીઓ અને કરવેરાને લગતા કાયદા, ફોજદારી કાયદા, ચૂંટણીઓને લગતો કાયદો, ગ્રાહક…
વધુ વાંચો >ગજેન્દ્રગડકર, પ્રહલાદ બાળાચાર્ય
ગજેન્દ્રગડકર, પ્રહલાદ બાળાચાર્ય (જ. 16 માર્ચ 1901, સાતારા, મહારાષ્ટ્ર; અ. 12 જૂન 1981, મુંબઈ) : વિખ્યાત ધારાશાસ્ત્રી અને ભારતની સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત મુખ્ય ન્યાયમૂર્તિ. જૂના મુંબઈ રાજ્યના ધારવાડ જિલ્લાના ગજેન્દ્રગડ ગામના મૂળ વતની પરંતુ સાતારા ગામમાં આવી વસેલા; પાંચ પેઢીથી સંસ્કૃત ભાષાના પ્રકાંડ પંડિતોના પરિવારમાં જન્મ. 1918માં વિશેષ પ્રાવીણ્ય સાથે…
વધુ વાંચો >ગણોતધારો
ગણોતધારો : ખેતીમાં વચેટ હિતો ધરાવતા મધ્યસ્થીઓ(inter-mediary tenures)ની નાબૂદી માટેના કાયદા. ખેતીની જમીન સંબંધે સ્વાધીનતા પહેલાં અને પછી વિચારાયેલી નીતિમાં ત્રણ બાબતો મુખ્ય હતી : (1) મધ્યસ્થીઓનાં હિતોવાળા જમીનધારણના પ્રકારો નાબૂદ કરી બધા ખાતેદારોને રાજ્ય સાથેના સીધા કબજેદારો બનાવવા; (2) શોષણ પર આધારિત કે શોષણને પ્રોત્સાહિત કરતી ગણોતપ્રથા નાબૂદ કરવી…
વધુ વાંચો >ગવર્નમેન્ટ ઑવ્ ઇન્ડિયા ઍક્ટ, 1935
ગવર્નમેન્ટ ઑવ્ ઇન્ડિયા ઍક્ટ, 1935 : હિન્દી રાજ્યો અને બ્રિટિશ પ્રાંતોનું અખિલ હિંદ સમવાયતંત્ર રચવાની જોગવાઈ ધરાવતો અધિનિયમ. ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે 1935માં આ ગવર્નમેન્ટ ઑવ્ ઇન્ડિયા ઍક્ટ પસાર કર્યો. આ સૂચિત સમવાયતંત્રમાં બધા પ્રાંતોએ જોડાવાનું હતું, જ્યારે દેશી રાજ્યોએ જોડાવાનું મરજિયાત હતું. સમવાયતંત્રમાં જોડાતી વખતે દરેક રાજાએ તાજની તરફેણમાં જોડાણખતનો સ્વીકાર…
વધુ વાંચો >