Jurisprudence

ઑસ્ટિન, જૉન

ઑસ્ટિન, જૉન (જ. 3 માર્ચ 1790, સફૉલ્ક, ઇંગ્લૅન્ડ; અ. 1 ડિસેમ્બર 1859, સરે) : ઇંગ્લૅન્ડના રાજ્યશાસ્ત્રી તથા કાયદાવિદ. જેરીમી બૅન્થામ દ્વારા તેમની લંડન યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નિમણૂક થઈ (1826), ત્યાં 1832 સુધી અધ્યાપનકાર્ય કર્યું. કાયદાની વિભાવનાનું પદ્ધતિસર વિશ્લેષણ કરીને તેમણે સાર્વભૌમત્વના સિદ્ધાન્તનું સચોટ નિરૂપણ કર્યું. કાયદાની વ્યાખ્યા આપતાં તેમણે કહ્યું…

વધુ વાંચો >

કણિયા મધુકર હીરાલાલ

કણિયા, મધુકર હીરાલાલ (જ. 18 નવેમ્બર 1927, મુંબઈ; અ 1 ફેબ્રુઆરી 2016) : ભારતના અગ્રગણ્ય ધારાશાસ્ત્રી તથા સર્વોચ્ચ અદાલતના પૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ (1991). મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજ તથા એલ્ફિન્સ્ટન કૉલેજમાં સ્નાતક-કક્ષા સુધીનું શિક્ષણ લીધા પછી સરકારી લૉ કૉલેજમાંથી કાયદાની સ્નાતક કક્ષાની પદવી પ્રાપ્ત કરી (1949) અને તરત જ મુંબઈની વડી…

વધુ વાંચો >

કણિયા હરિલાલ જેકિસનદાસ

કણિયા, હરિલાલ જેકિસનદાસ (જ. 3 નવેમ્બર 1890, નવસારી; અ. 6 નવેમ્બર 1951, ન્યૂ દિલ્હી) : વિખ્યાત ભારતીય ન્યાયવિદ તથા સ્વતંત્ર ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિ. ભાવનગરના જૂના દેશી રાજ્યના વતની. શામળદાસ કૉલેજ, ભાવનગરમાંથી બી.એ. તથા ગવર્નમેન્ટ લૉ કૉલેજ, મુંબઈમાંથી એલએલ.બી.ની પરીક્ષાઓ પસાર કરી. 1915માં વડી અદાલતની ઍડવોકેટ(O.S.)ની પરીક્ષા પાસ…

વધુ વાંચો >

કરવેરા

કરવેરા વ્યક્તિ, વ્યક્તિઓના સમૂહ અથવા સંસ્થા દ્વારા નાણાં અને કોઈવાર માલસામાન તથા સેવાનું રાજ્યને ફરજિયાત પ્રદાન. કરની વસૂલાતને અનુરૂપ સરકાર તરફથી કરદાતાને બદલો ન મળે છતાં પણ તેણે કર ભરવો પડે છે. ચોક્કસ અને પ્રત્યક્ષ સમમૂલ્ય વસ્તુના આદાનપ્રદાન(quid pro quo)નો સિદ્ધાંત કરને લાગુ પડતો નથી. સામાન્ય રીતે કરદાતાને જાનમાલનું રક્ષણ…

વધુ વાંચો >

કરવેરા-આયોજન

કરવેરા-આયોજન : કાયદામાં આપવામાં આવેલી કરમુક્તિઓ તથા રાહતો અને કાયદા હેઠળ ઉપલબ્ધ છૂટછાટોનો લાભદાયી ઉપયોગ કરદાતા દ્વારા કરવાનું આયોજન. કરનિર્ધારણના પાયા ઉપર કરવેરાનું પ્રત્યક્ષ કર અને પરોક્ષ કર એમ બે ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. તદનુસાર આવક કર, સંપત્તિ કર, બક્ષિસ કર વગેરે પ્રત્યક્ષ કર કહેવાય છે અને આબકારી શુલ્ક,…

વધુ વાંચો >

કરાર

કરાર : બે અથવા તેના કરતા વધુ પક્ષો વચ્ચે પછી તે વ્યક્તિ, પેઢી કે સંસ્થા હોય, કોઈ કાર્ય અથવા કૃત્ય કરવા કે ન કરવા સંબંધી સ્વેચ્છાથી થયેલ અને કાયદા દ્વારા લાગુ કરવા યોગ્ય ગણાય તેવી સમજૂતી. કરારમાં જોડાનાર એક પક્ષ કોઈ મોંબદલાની અવેજીમાં કોઈ કૃત્ય અથવા કાર્ય કરવા સંમત થાય…

વધુ વાંચો >

કરારનો ધારો (ભારતીય) – 1872

કરારનો ધારો (ભારતીય), 1872 વ્યક્તિએ આપેલાં ‘વચન’ કયા સંજોગોમાં તેને બંધનકર્તા બને તે નિર્ધારિત કરતો ભારતમાં અમલ ધરાવતો ધારો. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે થયેલી સમજૂતીમાંથી ઉદભવતા ફરજસ્વરૂપના વિવિધ વ્યવહારોના આધારે પ્રસ્થાપિત થતા કાયદેસર સંબંધોની વ્યાખ્યા તથા તેને આનુષંગિક બાબતોનો આ કાયદામાં સમાવેશ થાય છે. વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે આવા ‘કાયદેસર સંબંધો’ સ્થાપે એટલે…

વધુ વાંચો >

કરારાધીન મજૂરી

કરારાધીન મજૂરી : ઉત્પાદકીય પ્રવૃત્તિ કરાવી લેવા માટે, જેમાં વળતર, વેતનાદિ શરતો સમાવિષ્ટ હોય એવા કરારથી મજૂરો કે કામદારોને રોકીને તેમને ચૂકવવામાં આવતું મહેનતાણું. 1947ના ઔદ્યોગિક તકરારના કાયદામાં તેની કલમ 2(આર આર)માં આપેલ સ્પષ્ટતા મુજબ વેતન એટલે નાણાસ્વરૂપે વ્યક્ત કરી શકાય તેવી સમગ્ર રકમ; જેમાં તમામ ભથ્થાંઓ, રહેઠાણની સગવડની કિંમત…

વધુ વાંચો >

કંટકશોધન

કંટકશોધન : સમાજને હાનિકારક તત્વને શોધીને દૂર કરવાની પ્રવૃત્તિ. સમાજને પીડનારા દુરાચારી લોકો એટલે કંટક કે કાંટા. તેમને શોધી, વીણીને દૂર કરવા એટલે કંટકશોધન. કૌટિલ્યે તેમના સુવિખ્યાત ગ્રંથ અર્થશાસ્ત્રમાં આ વિષય ઉપર એક આખું પ્રકરણ આપેલું છે. તેના મહત્વના મુદ્દા નીચે મુજબ છે : સમાજના ગુપ્ત કંટકરૂપ એવા શત્રુઓને શોધી…

વધુ વાંચો >

કંપનીની રચના

કંપનીની રચના સામાન્ય રીતે નફો કરવાના હેતુથી વ્યક્તિઓના સમૂહ દ્વારા ધારાકીય જોગવાઈઓ અનુસાર અસ્તિત્વમાં લાવવામાં આવતું એકમ. આ એકમ તેના નામાભિધાન મુજબ ધંધો, વ્યવસાય, ઉદ્યોગ કે વેપારની પ્રવૃત્તિ કરે છે. આમ કંપની એક નિગમ છે. કંપની કાયદાની ર્દષ્ટિએ સ્વતંત્ર છતાં કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, જે તેના સભ્યોથી તદ્દન ભિન્ન અને…

વધુ વાંચો >