Journalism
કોઠારી – કકલભાઈ
કોઠારી, કકલભાઈ (જ. 1892; અ. 1966) : ગુજરાતના એક નીડર પત્રકાર, ઉદ્દામવાદી વિચારક અને લેખક. 1923માં અમૃતલાલ શેઠના ‘સૌરાષ્ટ્ર’માં જોડાઈને કકલભાઈએ દેશસેવાના સાધન તરીકે પત્રકારત્વને અપનાવ્યું. 1932માં છ મહિનાના કારાવાસ બાદ, બંધ પડેલા ‘સૌરાષ્ટ્ર’ને ‘ફૂલછાબ’ રૂપે પ્રગટ કર્યું અને ર્દષ્ટિપૂર્ણ સંપાદન તેમજ નિર્ભીક લખાણોથી જાણીતા બન્યા. 1936માં ‘નવસૌરાષ્ટ્ર’ સાપ્તાહિક અને…
વધુ વાંચો >કૌમુદી
કૌમુદી : સાહિત્યસમીક્ષાનું ગુજરાતી સામયિક. પ્રસિદ્ધ વિવેચક વિજયરાય કલ્યાણરાય વૈદ્યે વિ. સં. 1980ના આશ્વિન માસમાં આ સાહિત્યિક માસિકનો પ્રથમ અંક પ્રકટ કર્યો હતો. ડિમાઈ કદના આ સામયિકમાં મુખ્યત્વે સાહિત્યિક લેખો ઉપરાંત જીવનલક્ષી લેખો પણ અવારનવાર અપાતા રહેતા. તેના તંત્રીની સૂઝસમજ અને સાહિત્યપ્રીતિથી સંમાર્જાયેલું આ માસિક એનાં પ્રકાશનોનાં વર્ષ દરમિયાન સાહિત્યરસિકોમાં…
વધુ વાંચો >ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર
ક્રિશ્ચિયન સાયન્સ મૉનિટર : અમેરિકાનું પ્રતિષ્ઠિત અખબાર. 1908માં મેરી બેકર એડીએ લોકપ્રિય વર્તમાનપત્રોમાં આવતા સનસનાટીભર્યા સમાચારો અને રજૂઆતના વિરોધ રૂપે અમેરિકાના બૉસ્ટન શહેરમાંથી આ દૈનિક પ્રગટ કર્યું. સમાચારોની વિચારપૂર્ણ રજૂઆત અને રાજકીય, સામાજિક અને આર્થિક વિકાસના દીર્ઘર્દષ્ટિભર્યા વિશ્લેષણને કારણે આ અખબાર અમેરિકાનું અત્યંત પ્રતિષ્ઠિત વર્તમાનપત્ર બન્યું. પ્રથમ દાયકામાં રાષ્ટ્રીય વાચકવર્ગને…
વધુ વાંચો >ક્રૉસવર્ડ પઝલ
ક્રૉસવર્ડ પઝલ : બૌદ્ધિક આનંદ આપતી શબ્દગોઠવણીની રમત. વિશ્વના મોટા ભાગના લોકો ક્રૉસવર્ડ પઝલ ઉકેલવાનો આનંદ માણે છે. તેમાં ચોરસની નીચે આપવામાં આવેલી ચાવીઓ પરથી યોગ્ય શબ્દ શોધીને ઊભા-આડા ચોરસમાં મૂકવાનો હોય છે. 1913માં નાતાલની રજાઓમાં ‘ન્યૂયૉર્ક વર્લ્ડ’ વર્તમાનપત્રના સંપાદક આર્થર વેન રવિવારની પૂર્તિના મનોરંજન વિભાગ માટે કંઈક નવું શોધતા…
વધુ વાંચો >ખાડિલકર, રામકૃષ્ણ રઘુનાથ
ખાડિલકર, રામકૃષ્ણ રઘુનાથ (જ. 1914 કાશી; અ. 1960 લખનૌ) : સંપાદક, પત્રકાર, લેખક. બી.એસસી. થયા પછી દૈનિક- ‘આજ’ના સંપાદન વિભાગમાં જોડાયા, થોડો વખત દૈનિક- ‘સંસાર’ના સહસંપાદક તરીકે સેવાઓ આપી, પરંતુ ત્યાર બાદ આજના સહસંપાદક તરીકે અને 1956થી 1959 મુખ્ય સંપાદક તરીકે સેવાઓ આપતા રહ્યા. દરમિયાનમાં જ્ઞાનમંડલ, લિમિટેક, બનારસના બોર્ડ ઑફ…
વધુ વાંચો >ખુશવંતસિંગ
ખુશવંતસિંગ (જ. 2 ફેબ્રુઆરી 1915, હડાલી, પાકિસ્તાન; અ. 20 માર્ચ 2014, ન્યૂદિલ્હી) : સુપ્રસિદ્ધ ભારતીય પત્રકાર અને લેખક. પિતાનું નામ સર શોભાસિંગ અને માતાનું નામ લેડી વિરનબાઈ. ખુશવંતસિંગે લંડનમાં એલએલ.બી. અને બૅરિસ્ટર-ઍટ-લૉનું શિક્ષણ મેળવ્યા પછી 1939થી’ 47 સુધી લાહોર હાઈકોર્ટમાં વકીલાત કરી. દેશના ભાગલા પડ્યા પછી 1951 સુધી લંડન અને…
વધુ વાંચો >ખેડા વર્તમાન
ખેડા વર્તમાન (સ્થાપના : 1 જાન્યુઆરી 1861) : ગુજરાતનું સૌથી જૂનું સાપ્તાહિક. કહાનદાસ શેઠ અને પાનાચંદ શેઠે ખેડા જેવા નાના ગામમાંથી જિલ્લાના વિકાસના સમાચાર પૂરા પાડવા માટે ‘ખેડા વર્તમાન’ શરૂ કરવાનું સાહસ કર્યું ત્યારે માત્ર બે-ત્રણ શહેરોમાં જ છાપાં વંચાતાં હતાં. પ્રારંભમાં ચાર પાનાંનું આ સાપ્તાહિક 20 વર્ષ પછી ‘ગુજરાતી’…
વધુ વાંચો >ગનેઆન પરસારક (જ્ઞાનપ્રસારક)
ગનેઆન પરસારક (જ્ઞાનપ્રસારક) : ગુજરાતી પત્રકારત્વના આરંભકાળના સમયનું, પારસીઓ દ્વારા પ્રગટ થતું શિક્ષિતો માટેનું ચોપાનિયું. દાદાભાઈ નવરોજીએ પોતાના મિત્રો સાથે મળીને જ્ઞાન પ્રચારક મંડળીની સ્થાપના કરી. 1849ની પહેલી જુલાઈએ ‘ગનેઆન પરસારક’ નામનું એક ચોપાનિયું પ્રગટ કર્યું એના પર આ જ નામ લખાતું, છપાતું અને બોલાતું એમાંય અક્ષરનો ઉપયોગ કરવામાં આવતો…
વધુ વાંચો >ગાર્ડિયન, ધ
ગાર્ડિયન, ધ : ગુણવત્તાની ર્દષ્ટિએ બ્રિટનનું અગ્રગણ્ય અખબાર. ‘ગાર્ડિયન’ લંડન અને માન્ચેસ્ટરમાંથી પ્રસિદ્ધ થાય છે. ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ સાપ્તાહિક તરીકે 1821માં શરૂ થયું. બ્રિટનમાં અખબારો પર સ્ટૅમ્પ વેરો હતો. 1855માં બ્રિટિશ સરકારે એ વેરો નાબૂદ કર્યો. ત્યાર બાદ ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ દૈનિક બન્યું. એ અખબાર બ્રિટનનું રાષ્ટ્રીય દૈનિક બનતાં સો વર્ષ બાદ…
વધુ વાંચો >ગાંડીવ
ગાંડીવ (1925–1973) : ગાંડીવ સાહિત્ય મંદિર, સૂરતના ઉપક્રમે પ્રસિદ્ધ થતું રહેલું બાળકોનું પખવાડિક. નાનાં બાળકોથી માંડી કિશોરોને ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પખવાડિકના તંત્રી નટવરલાલ માળવી હતા. બાળવાર્તા, બાળકાવ્યો, દેશવિદેશની કિશોરકથાઓ, વિવિધ કહેવતો, કોયડા, ભુલભુલામણીનાં ચિત્રો ઇત્યાદિ દ્વારા બાળકની જિજ્ઞાસાને વધુ સતેજ કરવાનો અભિગમ રહેતો. ‘ગાંડીવ’ 1925ના જુલાઈ માસથી શરૂ…
વધુ વાંચો >