Journalism

બૅનરજી, સુરેન્દ્રનાથ

બૅનરજી, સુરેન્દ્રનાથ (જ. 10 નવેમ્બર 1848, કૉલકાતા; અ. 6 ઑગસ્ટ 1925, બરાકપુર) : સાંસ્થાનિક સ્વરાજ માટે આજીવન ઝૂઝનાર મવાળ દેશનેતા, પત્રકાર અને કેળવણીકાર. જન્મ કુલીન બ્રાહ્મણ પરિવારમાં. પિતા દુર્ગાચરણ ડૉક્ટર હતા અને ઉદારમતવાદી વિચારો ધરાવતા હતા. માધ્યમિક શિક્ષણ પૅરન્ટલ એકૅડેમિક ઇન્સ્ટિટ્યૂટશનમાં લઈ સુરેન્દ્રનાથ 1868માં કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. એ જ…

વધુ વાંચો >

બેન્ટલી, એડમંડ ક્લેરિ હ્યુ

બેન્ટલી, એડમંડ ક્લેરિ હ્યુ (જ. 1875, લંડન; અ. 1956) : આંગ્લ પત્રકાર અને નવલકથાકાર. ‘ટ્રેન્ટ્સ લાસ્ટ કેસ’ નામક નવલકથાના લેખક તરીકે આજે પણ તેમને યાદ કરવામાં આવે છે, કારણ કે ડિટેક્ટિવ નવલકથાના વિકાસમાં આ કૃતિ સીમાચિહ્નરૂપ લેખાય છે. તેઓ જી. કે. ચેસ્ટરટનના ગાઢ સાથી હતા અને તેમની પ્રેરણાથી તેમણે નવા…

વધુ વાંચો >

બેલ, ડેનિયલ

બેલ, ડેનિયલ (જ. 10 મે 1919, ન્યૂયૉર્ક સિટી, અમેરિકા) : અમેરિકી સમાજશાસ્ત્રી અને પત્રકાર. ન્યૂયૉર્ક સિટી કૉલેજમાં અભ્યાસ કરી તેઓ 1930માં સ્નાતક થયા. તેમણે પત્રકાર તરીકે કારકિર્દીનો આરંભ કર્યો અને 1941–45 દરમિયાન ‘ધ ન્યૂ લીડર’ સામયિકના મૅનેજિંગ ડિરેક્ટર તરીકે કામગીરી કરી. ત્યારબાદ તેઓ જાણીતા સામયિક ‘ફૉરચ્યૂન’ના શ્રમ વિભાગના સંપાદક બન્યા.…

વધુ વાંચો >

બોડીવાળા, નંદલાલ ચૂનીલાલ

બોડીવાળા, નંદલાલ ચૂનીલાલ (જ. 9 ઑગસ્ટ 1894, અમદાવાદ; અ. 6 જુલાઈ 1963, અમદાવાદ) :  ગુજરાતી પત્રકાર. તેમની મૂળ અટક શાહ. પાછળથી એ કુટુંબ ‘બોડીવાળા’ કહેવાયું. આર્થિક સ્થિતિ નબળી હોવાથી નંદલાલને ભણવા માટે મામાને ત્યાં રહેવું પડ્યું. મૅટ્રિક પાસ થયા બાદ પુસ્તકવિક્રેતાને ત્યાં નોકરી કરીને ઇન્ટર સુધી ભણ્યા. આ ગાળામાં ચારેક…

વધુ વાંચો >

બૉમ્બે સેન્ટિનલ

બૉમ્બે સેન્ટિનલ : 1913માં સર ફીરોઝશા મહેતાએ મુંબઈમાં સ્થાપેલા રાષ્ટ્રવાદી અંગ્રેજી દૈનિક (સવારના) ‘બૉમ્બે ક્રૉનિકલ’ સાથે સાંધ્ય દૈનિક તરીકે પ્રગટ થતું અંગ્રેજી વૃત્તપત્ર. આ બંને દૈનિકોના તંત્રી એક અંગ્રેજ બી. જી. હૉર્નિમૅન હતા. મુંબઈ શહેરમાં જુગારના અડ્ડાઓ સામે ‘બૉમ્બે સેન્ટિનલે’ જોરદાર ઝુંબેશ ચલાવી પોલીસતંત્રનો રોષ વહોરી લીધો હતો. હૉર્નિમૅન એક…

વધુ વાંચો >

બ્રાયન્ટ વિલિયમ કલન

બ્રાયન્ટ વિલિયમ કલન (જ. 1794, કમિંગ્ટન, મૅસેચૂસેટ્સ; અ. 1878) : પ્રથમ અમેરિકન મહાકવિ. 13 વર્ષની વયે એમનું પ્રથમ કાવ્ય પ્રસિદ્ધ થયું. તે ‘એમ્બાર્ગો’ કાવ્યમાં પ્રમુખ થૉમસ જેફરસનની નીતિની હાંસી ઉડાડવામાં આવી છે. વર્તમાનપત્રના પ્રભાવશાળી તંત્રી તરીકે પણ તેઓ પ્રખ્યાત હતા. 50 વર્ષ સુધી પત્રકાર તરીકે જાહેર બાબતોમાં તેમણે અગ્રગણ્ય ભાગ…

વધુ વાંચો >

બ્રૅકન, ટૉમસ

બ્રૅકન, ટૉમસ (જ. 1843, આયર્લૅન્ડ; અ. 1898) : કવિ અને પત્રકાર. 1869માં તેમણે ન્યૂઝીલૅન્ડમાં સ્થાયી વસવાટ કર્યો. ટેનિસન તથા લાગફેલો જેવા કવિઓના સ્થાનિક સમકક્ષ કવિ તરીકે તેમની ગણના અને નામના હતી. 1930ના દાયકા પછી તે વીસરાવા લાગ્યા. પરંતુ ‘ગૉડ ડિફેન્ડ ન્યૂઝીલૅન્ડ’ નામે તેમણે લખેલા રાષ્ટ્રગીતથી તેમની સ્મૃતિ હવે કાયમી સ્વરૂપે…

વધુ વાંચો >

બ્રેલ્વી, સૈયદ અબ્દુલ્લા

બ્રેલ્વી, સૈયદ અબ્દુલ્લા (જ. 18 સપ્ટેંબર 1891, મુંબઈ; અ. 9 જાન્યુઆરી 1949) : ભારતના રાષ્ટ્રવાદી પત્રકાર. ઈ. સ. 1919માં બી. જી. હૉર્નિમૅનને અંગ્રેજ સરકારે દેશનિકાલ કર્યા તે પછી ‘બૉમ્બે ક્રૉનિકલ’નું પ્રકાશન બંધ કરી દેવાયું હતું. સરકારે આ પત્રની રૂ. 10.000ની જામીનગીરી-થાપણ પણ જપ્ત કરી હતી. થોડા સમય પછી પત્રનું પ્રકાશન…

વધુ વાંચો >

બ્લી, નેલી

બ્લી, નેલી (જ. આશરે 1865, પૅન્સિલવેનિયા; અ. 1922) : જાણીતાં મહિલા-પત્રકાર. મૂળ નામ એલિઝાબેથ સિમૅન. તેઓ ‘ન્યૂયૉર્ક વર્લ્ડ’માં રિપોર્ટર તરીકે કામગીરી બજાવતાં હતાં. ન્યૂયૉર્ક સિટીના બ્લૅકવેલ ટાપુ પર આવેલી મનોરોગીઓ માટેની હૉસ્પિટલમાં તેઓ પણ એક મનોરોગી તરીકે દાખલ થઈ ગયાં અને ત્યાંની દુર્દશાભરી હાલતનો જાત-અભ્યાસ કરી, તેનો હૃદયસ્પર્શી અખબારી ચિતાર…

વધુ વાંચો >

બ્લૉક

બ્લૉક : જુઓ બીબું; મુદ્રણ

વધુ વાંચો >