Indian culture

સંસ્કાર અને માનવવર્તન

સંસ્કાર અને માનવવર્તન : સમગ્ર સમાજમાંની માનવક્રિયાઓની ભાત (pattern) તથા તેની નમૂનારૂપ રચનાઓ તે સંસ્કાર (culture)  તથા જે તે પરિસ્થિતિના સંદર્ભમાં વ્યક્તિની ક્રિયાઓ અને પ્રતિક્રિયાઓનો સમૂહ તે માનવવર્તન (human behaviour). સંસ્કાર : તે આખા સમાજની જીવનશૈલી સૂચવે છે. તેમાં શિષ્ટાચાર, પહેરવેશ, ભાષા, ચોક્કસ ઉચ્ચારણો તથા ખોરાક તરફની અભિરુચિનો સમાવેશ થાય…

વધુ વાંચો >

સાંજી (સાંઝી)

સાંજી (સાંઝી) ઉત્તર ભારતનાં વૈષ્ણવ મંદિરોમાં પૂંઠાં, કાગળ, કાપડ કે કેળનાં પાન કાતરીકોતરીને તેમાંથી સાંચા (બીબાં) બનાવી તે સાંચા પર કોરા કે ભીના રંગો પાથરીને નીચેની સપાટી પર નિર્ધારિત આકૃતિઓ મેળવવાની રંગોળીના જેવી કલા. વળી તેમાં કાદવ, છાણ, ઘાસ, પર્ણો, પુષ્પો, અરીસા ઇત્યાદિ ચીજો ચોંટાડવાની પ્રથા પણ રહી છે. ઉત્તર…

વધુ વાંચો >

સૌત્રા મણિ

સૌત્રા મણિ : જુઓ યજ્ઞ.

વધુ વાંચો >

સ્ટીફન નૈપ

સ્ટીફન નૈપ (જ. 29 સપ્ટેમ્બર 1950) (આધ્યાત્મિક નામ શ્રી નંદનંદન દાસ) : અમેરિકી લેખક, સંશોધક, વક્તા અને આધ્યાત્મિક ઉપદેશક, ભારતીય પરંપરાઓ તેમજ સનાતન (હિંદુ) ધર્મને સમજીને તેને પ્રોત્સાહિત કરતી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત હોવાને લઈને ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક રાજદૂત તરીકે પ્રસિદ્ધિ પામેલા ‘પદ્મશ્રી’ પુરસ્કૃત વિદ્વાન. નવ વર્ષની ઉંમરે પોતે કોણ છે અને…

વધુ વાંચો >

સ્તંભનક

સ્તંભનક : ખેડા જિલ્લામાં, આણંદ તાલુકામાં, ઉમરેઠ ગામની પાસે, શેઢી નદીને કિનારે આવેલું થામણા ગામ. એ સ્તંભનક, સ્તંભનકપુર, થંભણપુર, થંભણ્ય, થંભણા, થાંભણા, થાંભણપુર તરીકે ઓળખાતું. ‘પ્રબંધકોશ’ મુજબ પાદલિપ્તાચાર્યના સમયમાં રસાયણશાસ્ત્રના પ્રણેતા નાગાર્જુને સહસ્રવેધી પારદની સિદ્ધિ માટે સમુદ્રમાંથી શ્રીપાર્શ્વનાથની મૂર્તિ લઈ આકાશ માર્ગે જતાં શેઢી નદીને કિનારે લાવી સ્થાપી. અહીં રસવિધાન…

વધુ વાંચો >

સ્તંભન પાર્શ્વનાથ

સ્તંભન પાર્શ્વનાથ : મૂળ સમુદ્રમાંથી મળેલી અને કાંતિપુરનગરમાં સ્થાપિત કરેલી પ્રતિમા. નાગાર્જુને રસસિદ્ધિ મેળવવાના આશયથી આ પ્રતિમા કાંતિપુરમાંથી લાવીને સ્તંભનકપુર(થામણા, તા. આણંદ)માં સ્થાપિત કરેલી. ત્યાર બાદ ઈ. સ. 1312માં આ પ્રતિમા સ્તંભતીર્થ–ખંભાતમાં લાવવામાં આવી. આ અંગેનો ઉલ્લેખ મેરુતુંગસૂરિરચિત ‘સ્તંભનાથચરિત’ ગ્રંથમાં છે. હાલ આ પ્રતિમા સ્તંભતીર્થખંભાતના ખારવાડામાં આવેલા ‘સ્થંભન પાર્શ્વનાથ’ તરીકે…

વધુ વાંચો >

સ્યંભદ્વાર

સ્યંભદ્વાર : યોગસાધનામાં સુરતિ-નિરતિનો પરિચય થયા પછી ખૂલતું દ્વાર. સામાન્ય અર્થમાં એને સિંભુદ્વાર, સિંહદ્વાર, સ્વયંભૂ દ્વાર પણ કહેવામાં આવે છે. એની વ્યાખ્યા કરતાં કહેવામાં આવ્યું છે કે બેગમપુરમાં પ્રવેશ કરવા માટે કોઈને કોઈ દ્વારા હોય અને જ્યારે એ રાણીનું અંતઃપુર હોય તો પછી પ્રવેશ દ્વાર તો સિંહદ્વાર જ હોય. સહસ્રારમાં…

વધુ વાંચો >

સ્વામી વિવેકાનંદ

સ્વામી વિવેકાનંદ (જ. 12 જાન્યુઆરી 1863, કોલકાતા, બંગાળ; અ. 4 જુલાઈ 1902, કોલકાતા) : ભારતના આધ્યાત્મિક વારસાનું નવસંસ્કરણ કરનાર, અનન્ય સત્યાનુરાગી, દરિદ્ર પ્રત્યે અપાર અનુકંપા ધરાવનાર, રામકૃષ્ણ પરમહંસના શિષ્ય અને એમના વિચારોના સંદેશવાહક. તેમનો જન્મ કોલકાતાના સુપ્રસિદ્ધ વિદ્યાનુરાગી, સંસ્કારસંપન્ન, ધર્માનુરાગી દત્ત પરિવારમાં થયો હતો. એમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ હતું. નામકરણ…

વધુ વાંચો >

હરિ: ૐ આશ્રમ

હરિ: ૐ આશ્રમ : આધ્યાત્મિક સાધના માટેની સંસ્થા. ગઈ સદીના ગુજરાતના જુદી જ ભાતના સંત પૂજ્ય શ્રીમોટાની સમાજને આગવી દેણ. તેમણે તામિલનાડુમાં કાવેરીના કિનારે કુંભકોણમમાં 1950માં પ્રથમ આશ્રમ સ્થાપ્યો. ત્યાર બાદ 1955–56માં ગુજરાતમાં બે સ્થળે હરિ: ૐ આશ્રમ સ્થાપ્યા. નડિયાદ નજીક શેઢી નદીને કિનારે પ્રથમ અને સૂરત નજીક જહાંગીરપુરામાં તાપી…

વધુ વાંચો >

હિતહરિવંશજી

હિતહરિવંશજી : જુઓ રાધાવલ્લભીય સંપ્રદાય.

વધુ વાંચો >