History of India
ભરત
ભરત : ઋષભદેવના પુત્ર અને જૈન પરંપરામાં ભરત ચક્રવર્તી અને વૈદિક પરંપરામાં જડભરત નામે ઓળખાતા રાજર્ષિ. જૈન પરંપરા મુજબ યુગલિયાના પ્રાચીન કાળમાં જન્મેલા આ પ્રથમ ચક્રવર્તી જૈન સંપ્રદાયના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવના પુત્ર હતા. તેમની માતાનું નામ સુમંગલા હતું. ઋષભરાજાએ પોતાના મોટા પુત્ર ભરતને બોતેર કળાઓ શીખવી હતી અને યોગ્ય…
વધુ વાંચો >ભરત (રઘુવંશી)
ભરત (રઘુવંશી) : રામાયણનું પ્રસિદ્ધ પાત્ર. ભરત અયોધ્યાના રાજા દશરથ તથા તેમની કનિષ્ઠ રાણી કૈકેયીનો પુત્ર તથા રામનો લઘુ-બંધુ હતો. વિશ્વામિત્રની ઉપસ્થિતિમાં, રામનાં લગ્ન મિથિલાધિપ જનકની પુત્રી સીતા સાથે થયાં, ત્યારે ભરતનાં લગ્ન પણ જનકના ભાઈ કુશધ્વજની પુત્રી માંડવી સાથે થયાં હતાં. ત્યારપછી તુરત જ તે મામા યુધાજિત સાથે કેકય…
વધુ વાંચો >ભરત
ભરત : રાજા દુષ્યંત અને શકુંતલાનો પુત્ર. સોમ વંશમાં જન્મેલ આર્યોની પુરુ ટોળીનો રાજકુમાર. કાલિદાસે સંસ્કૃતમાં ‘અભિજ્ઞાન શાકુંતલ’ નામે નાટક લખીને તેને અમર બનાવ્યો છે. દુષ્યંત અયોધ્યાના રાજા સગરનો વંશજ હતો. ભરત દમન કે સર્વદમન તરીકે પણ ઓળખાતો હતો. તેણે ઉત્તર ભારતમાં ગંગા નદીથી સરસ્વતી નદી સુધીના પ્રદેશો જીતી લીધા.…
વધુ વાંચો >ભવનાગ
ભવનાગ : ભારશિવ વંશનો એક પ્રતાપી રાજા. ભારશિવો નાગકુલના હતા. તેઓ મહાભૈરવના ભક્ત હતા. તેઓ ખભા પર શિવલિંગ ધારણ કરતા. તેમણે પરાક્રમથી ભાગીરથી પ્રદેશ પ્રાપ્ત કર્યો હતો. તેમણે દસ અશ્વમેધ કર્યા હતા. એ પરથી વારાણસીમાં દશાશ્વમેધ ઘાટનું નામ પડ્યું છે એવું જયસ્વાલે કલ્પ્યું છે. મહારાજ ભવનાગના દૌહિત્ર વાકાટક વંશના મહારાજ…
વધુ વાંચો >ભાગભદ્ર
ભાગભદ્ર : શુંગ વંશનો એક રાજા. એ વંશના સ્થાપક પુષ્યમિત્રનો પુત્ર અગ્નિમિત્ર કાલિદાસના ‘માલવિકાગ્નિમિત્રમ્’ નાટકના નાયક તરીકે સુપ્રસિદ્ધ છે. અગ્નિમિત્ર પછી સુજ્યેષ્ઠ (કે વસુજ્યેષ્ઠ), સુમિત્ર (કે વસુમિત્ર) અને ઓદ્રક (કે ઉદાક) નામે રાજાઓ થયા. ભાગવત પુરાણમાં ‘ઓદ્રક’ને બદલે ‘ભદ્રક’ નામ આપેલું છે. બેસનગર(પ્રાચીન વિદિશા)ના ગરુડસ્તંભલેખમાં જણાવ્યું છે કે દેવાધિદેવ વાસુદેવનો…
વધુ વાંચો >ભાગવત (રાજા)
ભાગવત (રાજા) (અ. ઈ. પૂ. 73) : શુંગ વંશનો નવમો રાજા. મહારાજ ભાગવતના રાજ્યાભિષેક પછીના બારમા વર્ષના બેસનગર ગરુડસ્તંભલેખમાં જણાવેલ મહારાજ ભાગવત વિદિશાનો એ નામનો ભિન્ન રાજા છે. શુંગ વંશના મહારાજ ભાગવતે 32 વર્ષ જેટલું લાંબું રાજ્ય ભોગવ્યું. એનો પુત્ર દેવભૂતિ એનો ઉત્તરાધિકારી થયો. એ સ્ત્રીસંગમાં અતિરત રહેતો હતો. તેને…
વધુ વાંચો >ભાનુગુપ્ત
ભાનુગુપ્ત : મગધના ગુપ્ત વંશનો રાજા. મગધના ગુપ્ત વંશના વૃત્તાંતમાં સ્કન્દગુપ્તના ઉત્તરાધિકારીઓ વિશે ઘણો ગૂંચવાડો રહેલો છે. તે રાજાઓમાં બુધગુપ્તના સમયના શિલાલેખ ગુપ્ત સંવત 157ના(ઈ. સ. 476)થી ગુ. સં. 165 (ઈ. સ. 488) સુધીના મળ્યા છે. મહારાજ માતૃવિષ્ણુ અને એના અનુજ ધન્યવિષ્ણુનો નિર્દેશ આવે છે. એ પછી એ જ સ્થળે…
વધુ વાંચો >ભારત-ચીન યુદ્ધ
ભારત-ચીન યુદ્ધ : 1962માં ભારતના ઉત્તર-પૂર્વથી ચીન દ્ધારા ભારત પર કરવામાં આવેલ આક્રમણમાંથી સર્જાયેલ યુદ્ધ. ચીન ભારતનો શક્તિશાળી ને સામ્યવાદી પડોશી દેશ છે. તેણે 1962માં ઉત્તર-પૂર્વ સરહદેથી ભારત પર આક્રમણ કર્યું હતું. તે સમયે ભારતની ચીન સાથે જોડાયેલી ઉત્તર-પૂર્વીય સરહદો હિમાલયની બરફ-આચ્છાદિત ગિરિમાળાઓને કારણે દુર્જેય માનવામાં આવી હતી. આ બંને…
વધુ વાંચો >ભારત–પાકિસ્તાન યુદ્ધ – 1947
ભારત–પાકિસ્તાન યુદ્ધ – 1947 : 1947માં ભારતને સ્વાતંત્ર્ય મળ્યું ત્યારથી જ ભારતમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિલીનીકરણની સમસ્યા સૌથી વધારે ઉગ્ર બનતી રહી છે અને ભારત-પાકિસ્તાન વચ્ચેના સારા સંબંધોમાં તે આડખીલીરૂપ બની રહેલી છે. ભારત સ્વાતંત્ર્ય ધારા, 1947ના અનુસંધાને ભારતના દેશી રાજવીઓને કાં ભારત સાથે અથવા પાકિસ્તાન સાથે સ્વેચ્છાથી જોડાવાનો…
વધુ વાંચો >ભારત–પાકિસ્તાન યુદ્ધ – 1965
ભારત–પાકિસ્તાન યુદ્ધ – 1965 : ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલું બીજું ખુલ્લું યુદ્ધ. ભારત પર પાકિસ્તાનના લશ્કરી આક્રમણને કારણે બંને દેશો વચ્ચેની સરહદો સળગી ઊઠી. પ્રારંભે એપ્રિલ, 1965માં પાકિસ્તાને કચ્છના રણના વિસ્તારમાં આક્રમણ કર્યું અને પછી પાકિસ્તાનના લાહોર-સિયાલકોટ અને ભારતના છાંબ-જોરિયન વિસ્તાર સુધી ઑગસ્ટમાં આ સંઘર્ષ વિસ્તર્યો. ભારતીય સૈન્ય લાહોર…
વધુ વાંચો >