History of India
બિઠૂર
બિઠૂર : ઉત્તરપ્રદેશમાં કાનપુર પાસેનો એક કસબો. પ્રાચીન કાળમાં તે ઉત્પલારણ્ય કહેવાતું હતું. બ્રહ્માએ પ્રજાની ઉત્પત્તિની ઇચ્છાથી આ સ્થળે યજ્ઞ કર્યો હતો અને બ્રહ્મેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. આ યજ્ઞ દ્વારા પ્રાપ્ત કરેલી સિદ્ધિ વડે તેમણે મનુ અને શતરૂપાને ઉત્પન્ન કર્યાં. બ્રહ્માએ અહીં યજ્ઞ કર્યો તેથી આ સ્થળ ‘બ્રહ્માવર્ત’ કહેવાયું.…
વધુ વાંચો >બિદર
બિદર : કર્ણાટક રાજ્યના છેક ઈશાન કોણમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 17° 35´થી 18° 25´ ઉ. અ. અને 76° 42´થી 77° 39´ પૂ. રે. વચ્ચેનો 5,448 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. વિસ્તાર અને વસ્તીના સંદર્ભમાં રાજ્યના નાના ગણાતા જિલ્લાઓ પૈકીનો તે…
વધુ વાંચો >બિલાસપુર (હિ. પ્ર.)
બિલાસપુર (હિ. પ્ર.) : હિમાચલ પ્રદેશમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 31° 12´ 30´´થી 31° 35´ 30´´ ઉ. અ. અને 76° 23´ 45´´થી 76° 55´ 40´´ પૂ. રે. વચ્ચેનો 1,167 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. જિલ્લાનું ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 42 કિમી. અને પૂર્વ-પશ્ચિમ…
વધુ વાંચો >બિશ્વાસ, બસન્તકુમાર
બિશ્વાસ, બસન્તકુમાર (જ.–પત્રાગછ, જિ. નદિયા, પ. બંગાળ; અ. 11 મે 1915, અંબાલા, પંજાબ) : ભારતીય ક્રાંતિકારી. તેમના પિતા મોતીલાલ લાહોરમાં એક દવાખાનામાં નોકરી કરતા હતા. બસન્તકુમારે રાષ્ટ્રીય પ્રવૃત્તિમાં ભાગ લેવા માંડ્યો અને રાસબિહારી બોઝે તેમને ક્રાંતિકારી પક્ષમાં પ્રવેશ આપ્યો. રાસબિહારીની યોજના મુજબ ભારતના વાઇસરૉય લૉર્ડ હાર્ડિજ શાહી સવારી સાથે 23…
વધુ વાંચો >બિસ્મિલ, રામપ્રસાદ
બિસ્મિલ, રામપ્રસાદ (જ. 1897, શાહજહાનપુર, ઉત્તરપ્રદેશ; અ. 19 ડિસેમ્બર 1927, ગોરખપુર) : ભારતીય ક્રાંતિકારી. રામપ્રસાદના પિતાનું નામ મુરલીધર તિવારી હતું. રામપ્રસાદે હાઈસ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો હતો. તેમણે યુવાન વયે રાષ્ટ્રીય ચળવળમાં સક્રિય ભાગ લેવા માંડ્યો. તે હિંદુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન ઍસોસિયેશન નામની ક્રાંતિકારી સંસ્થાના સભ્ય બન્યા. ઑક્ટોબર 1924માં ક્રાંતિકારીઓની પરિષદ કાનપુરમાં…
વધુ વાંચો >બિંદુસાર
બિંદુસાર (ઈ. પૂ. ત્રીજી સદી) : પ્રાચીન ભારતનો મૌર્યવંશનો રાજવી. શાસનકાળ ઈ. પૂ. 300થી ઈ. પૂ. 273. પિતા ચંદ્રગુપ્ત અને પુત્ર અશોકની યશસ્વી કારકિર્દી વચ્ચે તેનો સમય ઓછો જાણીતો છે. પ્રાચીન ગ્રંથોમાં તેનાં વિભિન્ન નામ મળે છે. જૈન ગ્રંથોએ તેને ચંદ્રગુપ્તની પત્ની દુર્ધરાના પુત્ર સિંહસેન તરીકે ઓળખાવ્યો છે. સંસ્કૃત ગ્રંથોમાં…
વધુ વાંચો >બિંબિસાર
બિંબિસાર (ઈ. પૂ.ની છઠ્ઠી સદી) : મગધના પ્રતાપી રાજવી. શાસનકાળ ઈ. પૂ. 544થી ઈ. પૂ. 492. તેમના પૂર્વજો વિશે પ્રાચીન ગ્રંથોમાં જુદી જુદી માહિતી મળે છે; પરંતુ ‘બુદ્ધચરિત્ર’ના લેખક અશ્વઘોષના ઉલ્લેખને માન્ય રાખીને મોટા ભાગના વિદ્વાનો તે ‘હર્યંક વંશ’ના હોવાનું સ્વીકારે છે. પિતા ભટ્ટીય સામાન્ય સામંત હતા. પડોશી રાજ્ય અંગદેશના…
વધુ વાંચો >બીબી મુઘલી
બીબી મુઘલી : સિંધના નગરઠઠ્ઠાના રાજા જામ જૂણાની પુત્રી. તે ગુજરાતના સુલતાન મુહમ્મદશાહની બેગમ હતી. ગુજરાતના પ્રસિદ્ધ સુલતાન મહમૂદ બેગડાની તે માતા થાય. સિંધના રાજા જામને બે પુત્રીઓ હતી – મીર્ઘી(મરકી)બીબી અને મુઘલીબીબી. જામ પોતાની આ પુત્રીઓનાં લગ્ન અનુક્રમે મુહમ્મદશાહ અને શાહઆલમ સાથે કરાવવા ઇચ્છતા હતા અને તે માટે તેમણે…
વધુ વાંચો >બીરબલ
બીરબલ (જ. 1528; અ. 1586) : મુઘલ બાદશાહ અકબરના દરબારનાં વિખ્યાત નરરત્નોમાંનું એક. તેનું મૂળ નામ મહેશદાસ કે બ્રહ્મદાસ હતું અને જ્ઞાતિએ બ્રાહ્મણ હતો. તેનું મૂળ વતન કાલ્પી હતું. તે કવિ હતો. તેણે સંસ્કૃત, ફારસી અને હિંદી ભાષાનો અભ્યાસ કર્યો હતો. તે હિંદીમાં કાવ્ય-રચના કરતો. ઈસવીસન 1573માં અકબરે તેને ‘કવિરાજ’ની…
વધુ વાંચો >બુધગુપ્ત
બુધગુપ્ત (ઈ. સ. 477–495 દરમિયાન હયાત) : ગુપ્ત વંશનો સમ્રાટ. સ્કંદગુપ્ત પછી તેનો ભાઈ પુરુગુપ્ત ગાદી પર આવ્યો. તેના પછી તેનો પુત્ર બુધગુપ્ત, ઈ. સ. 477માં સત્તાસ્થાને આવ્યો. હ્યુ-એન-ત્સાંગના મત મુજબ તે શક્રાદિત્ય = મહેન્દ્રાદિત્ય કુમારગુપ્ત 1નો પુત્ર હતો. તેણે ઈ. સ. 477થી 495 સુધી રાજ્ય કર્યું હતું એમ તેના…
વધુ વાંચો >