Gujarati literature
મોદી, મનહર
મોદી, મનહર (જ. 15 એપ્રિલ 1937, અમદાવાદ; અ. 23 એપ્રિલ, 2003, અમદાવાદ) : જાણીતા પ્રયોગશીલ ગુજરાતી ગઝલકાર. કબીરપંથી પરિવારમાં જન્મ. પિતા શાંતિલાલ અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવતા. માતા ગજીબહેન. મનહર મોદીનું સમગ્ર શિક્ષણ અમદાવાદમાં. 1962માં અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર સાથે અને બીજી વાર 1964માં ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ. 1966માં ગુજરાતી વિષય…
વધુ વાંચો >મોદી, રામલાલ ચૂનીલાલ
મોદી, રામલાલ ચૂનીલાલ (જ. 27 જુલાઈ 1890, પાટણ; અ. 14 જુલાઈ 1949, રાજકોટ) : ગુજરાતના ઇતિહાસ અને મધ્યકાલીન સાહિત્યના વિચક્ષણ સંશોધક અને સમીક્ષક. તેમનો જન્મ દશા વાયડા વણિક કુટુંબમાં થયો હતો. તેમના પિતાનું નામ ચૂનીલાલ નરભેરામ અને માતાનું નામ જડાવ હતું. ગુજરાતમાં પરમ વૈષ્ણવ તરીકે જાણીતા થયેલા કેશવલાલ ઈશ્વરદાસ તેમના…
વધુ વાંચો >મ્હારાં સૉનેટ
મ્હારાં સૉનેટ (1935, સંવર્ધિત-વિશોધિત બીજી આવૃત્તિ, 1953) : ગુજરાતના મૂર્ધન્ય કવિ બલવંતરાય ક. ઠાકોર-રચિત સૉનેટોનો સંચય. તેની પહેલી આવૃત્તિ 1935માં કવિ દ્વારા અને તેની બીજી આવૃત્તિ તેમના અવસાન બાદ કવિ ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત થઈને પ્રકાશિત થઈ હતી. એ પછી તો ઉમાશંકર જોશી-સંપાદિત આવૃત્તિનાં એકાધિક પુનર્મુદ્રણો થયાં છે. આ ઉમાશંકર-સંપાદિત…
વધુ વાંચો >યાજ્ઞિક, અમૃતલાલ ભગવાનજી
યાજ્ઞિક, અમૃતલાલ ભગવાનજી (જ. 8 ઑગસ્ટ 1913, ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર; અ. 3 જાન્યુઆરી 1991) : ગુજરાતના સાહિત્યકાર અને શિક્ષણકાર. મૅટ્રિક સુધીનો અભ્યાસ ધ્રાંગધ્રામાં. શામળદાસ કૉલેજ ભાવનગરમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે 1936માં બી.એ. અને 1939માં એમ.એ. મુંબઈની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત. તે પછી રૂઇયા કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક, 1940માં મુખ્ય અધ્યાપક.…
વધુ વાંચો >યાજ્ઞિક, રમણલાલ કનૈયાલાલ
યાજ્ઞિક, રમણલાલ કનૈયાલાલ (જ. 21 સપ્ટેમ્બર 1895, નડિયાદ, ગુજરાત; અ. 11 ડિસેમ્બર 1960, મુંબઈ) : નાટ્યકાર, વિવેચક અને સંપાદક. વડનગરા નાગર પરિવારમાં જન્મ. મહાગુજરાતની ચળવળના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિકના નાના ભાઈ. તેમના પિતા તબીબ હતા. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ નડિયાદમાં. 1917માં અંગ્રેજી વિષય સાથે મુંબઈની વિલ્સન કૉલેજમાંથી બી.એ. અને 1920માં એ જ વિષયમાં…
વધુ વાંચો >યાજ્ઞિક, હસુ
યાજ્ઞિક, હસુ (જ. 12 ફેબ્રુઆરી 1938, રાજકોટ; અ. 10 ડિસેમ્બર 2020, અમદાવાદ) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર અને સંશોધક. આખું નામ : હસમુખરાય વ્રજલાલ યાજ્ઞિક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. 1960માં બી.એ., 1962માં ગુજરાતી-સંસ્કૃત સાથે એમ.એ., 1972માં મધ્યકાલીન ગુજરાતી કામકથા પર પીએચ.ડી. થયા. 1963–82 દરમિયાન સુરેન્દ્રનગર, વીસનગર, અમદાવાદ અને જામનગરની સરકારી કૉલેજોમાં ગુજરાતીના…
વધુ વાંચો >યોગિનીકુમારી (ભાગ 1, 2)
યોગિનીકુમારી (ભાગ 1, 2) (1915, 1930) : છોટાલાલ જીવણલાલ માસ્તર(વિશ્વવંદ્ય)-લિખિત અધ્યાત્મરહસ્યને લગતી સુપ્રસિદ્ધ આત્મકથનાત્મક નવલકથા. ‘યોગિનીકુમારી’ શ્રી શ્રેયસ્સાધક અધિકારી વર્ગના મુખપત્ર ‘મહાકાલ’માં 1904થી 1911ના ભાદ્રપદ માસના અંક સુધી હપતે હપતે છપાતી હતી. 1912માં છોટાલાલ જીવણલાલનું દેહાવસાન થતાં આ કૃતિ અપૂર્ણ રહી. તેમના મૃત્યુ પછી તે પુસ્તકાકારે પ્રસિદ્ધ થઈ. નવલકથાકારે રસસિદ્ધિશાસ્ત્ર…
વધુ વાંચો >યોગેશ્વર
યોગેશ્વર (જ. 15 ઑગસ્ટ 1921, સરોડા, જિ. અમદાવાદ; અ. 18 માર્ચ 1984, મુંબઈ) : ભારતના સુખ્યાત સંત સાહિત્યકાર. મૂળ નામ ભાઈલાલ. પિતાનું નામ મણિલાલ ભટ્ટ. માતા જડાવબહેન. પિતા ખેડૂત હતા. પ્રાથમિક શિક્ષણ સરોડામાં. પિતાના અવસાન બાદ નવ વર્ષની ઉંમરે તે મુંબઈ ગયા. ત્યાં લેડી નૉર્થકોટ ઑર્ફનેજમાં મામાના પ્રયત્નથી દાખલ થયા.…
વધુ વાંચો >રણછોડ (અઢારમી સદી)
રણછોડ (અઢારમી સદી) : આશરે 1690–94થી 1816ના ગાળામાં હયાત) : મધ્યકાલીન ગુજરાતી કવિ. તે ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ખડાલનો મૂળ વતની હતો. ઉત્તરાવસ્થા ખડાલથી ત્રણ માઈલ દૂર આવેલા તોરણામાં પસાર કરેલી. પિતાનું નામ નરસઈદાસ. જ્ઞાતિ દશા ખડાયતા વણિક. પૂર્વજોની અટક ‘મહેતા’, પણ પોતે ભગત હોવાથી ‘ભગત’ અટક સ્વીકારી. આજે પણ…
વધુ વાંચો >રણજિતરામ સુવર્ણચંદ્રક
રણજિતરામ સુવર્ણચંદ્રક : ગુજરાતમાં સાહિત્ય અને સંસ્કૃતિના ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારને ગુજરાત સાહિત્ય સભા તરફથી અપાતો ચંદ્રક. ગુજરાતની અસ્મિતા પ્રકાશિત થાય તે માટે જીવન સમર્પિત કરનારા રણજિતરામ વાવાભાઈ મહેતા (ઈ. સ. 1881–1917) એમના ટૂંકા જીવનકાળ દરમિયાન ગુજરાતી સાહિત્ય માટે, ગુજરાતના ઇતિહાસની રચના માટે, લોકગીતોના સંપાદન માટે – એમ અનેક ધ્યેય…
વધુ વાંચો >