Gujarati literature
ભટ્ટ, ગણપતરામ રાજારામ
ભટ્ટ, ગણપતરામ રાજારામ (જ. 24 મે 1848, ઝાણુ, જિ. અમદાવાદ; અ. 15 જૂન 1920) : કવિ-નાટકકાર. વતન આમોદ. દોઢબે વર્ષ ગામઠી શાળામાં અભ્યાસ. ચારેક વર્ષ સરકારી ગુજરાતી શાળા–આમોદમાં ગાળ્યાં. અંગ્રેજી અભ્યાસ માટે સૂરત ગયા (1862). ટંકારિયાની શાળામાં શિક્ષક (1865). સૂરત ટ્રેનિંગ સ્કૂલમાં જોડાયા બાદ ઈખરમાં શિક્ષક (1866). રૂ. 15થી 20ના…
વધુ વાંચો >ભટ્ટ, ચિમનલાલ પ્રાણલાલ
ભટ્ટ, ચિમનલાલ પ્રાણલાલ (જ. 21 નવેમ્બર 1901, ભરૂચ; અ 10 જુલાઈ 1986, વેડછી, જિ. સૂરત) : ગુજરાતી કવિ, બાળવાર્તાલેખક, વેડછી સ્વરાજ આશ્રમના નિયામક, સ્વાતંત્ર્યસેનાની. ચિમનભાઈ ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક થઈ થોડો સમય કરાંચીમાં શારદામંદિરમાં શિક્ષક રહ્યા. ત્યાંથી સૂરત આવી રાષ્ટ્રીય વિદ્યાલયમાં જોડાયા. આ પહેલાં, 1924માં ખાદીભક્ત ચૂનીભાઈ મહેતા ગાંધીજીની પ્રેરણાથી વાલોડ…
વધુ વાંચો >ભટ્ટ, છોટાલાલ નરભેરામ
ભટ્ટ, છોટાલાલ નરભેરામ (જ. 1850, મહેમદાવાદ; અ. 1937) : કવિ, આત્મચરિત્રકાર, અનુવાદક. અલીન્દ્રાના વતની. પ્રાથમિક કેળવણી મોસાળ મહેમદાવાદમાં લઈ સૂરત ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો. તે પછી ભરૂચમાં શિક્ષક. દરમિયાન કોઈ વિદ્વાનના સમાગમથી સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, વૈદક અને પુરાણોનો અભ્યાસ. બાળપણથી જ કવિતા કરવાનો શોખ; તેથી કવિ ગણપતરામ રાજારામ ભટ્ટ સાથે…
વધુ વાંચો >ભટ્ટ, ધ્રુવ
ભટ્ટ, ધ્રુવ (જ. 8 મે 1947, નિંગાળા, જિ. ભાવનગર) : નવલકથાકાર, કવિ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ભાવનગર, અમરેલી, જૂનાગઢ જિલ્લાઓનાં અલગ અલગ ગામોમાં. એસ. વાય. બી. કોમ. સુધી અભ્યાસ (1972). પિતા પ્રબોધરાય કવિ. આથી ગળથૂથીમાંથી સાહિત્ય-સંસ્કાર. ઇજનેરી કારખાનામાંથી મૅનેજર તરીકે નિવૃત્ત. હાલ નચિકેતા ટ્રસ્ટ વતી વલસાડ જિલ્લાના ધરમપુર પાસેની કેટલીક…
વધુ વાંચો >ભટ્ટ, પ્રેમશંકર હ.
ભટ્ટ, પ્રેમશંકર હ. (જ. 30 ઑગસ્ટ 1914; અ. 30 જુલાઈ 1976, અમદાવાદ) : ગુજરાતી કવિ, નવલકથાકાર અને વિવેચક. ધ્રાંગધ્રા પાસેના રાજસીતાપુર ગામના તેઓ વતની હતા. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી એમ.એ. થઈને આરંભમાં બર્મા શેલ કંપનીના પ્રકાશન અધિકારી તરીકે અને પછી મુંબઈની ખાલસા, સોફિયા અને સિદ્ધાર્થ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે તેમણે કાર્ય…
વધુ વાંચો >ભટ્ટ, બિન્દુ ગિરધરલાલ
ભટ્ટ, બિન્દુ ગિરધરલાલ (જ. 18 સપ્ટેમ્બર 1954, જોધપુર, રાજસ્થાન) : આધુનિક ગુજરાતી સાહિત્યનાં તેજસ્વી લેખિકા. શૈશવથી જ કંઈક ચીલો ચાતરવાની વૃત્તિ. ઘરમાં બધાં ગુજરાતી બોલે ત્યારે એ મારવાડીમાં બોલે ! પાછળથી લીંબડીઅમદાવાદમાં એમનો પરિવાર સ્થિર થયો. ગુજરાત યુનિવર્સિટીમાંથી બી. એ. તથા હિન્દી સાથે એમ. એ., ‘અદ્યતન હિન્દી ઉપન્યાસ કથ્ય ઔર…
વધુ વાંચો >ભટ્ટ, મણિશંકર રત્નજી
ભટ્ટ, મણિશંકર રત્નજી : જુઓ કાન્ત
વધુ વાંચો >ભટ્ટ, મૂળશંકર મોહનલાલ
ભટ્ટ, મૂળશંકર મોહનલાલ (જ. 25 જૂન 1907, ભાવનગર; અ. 31 ઑક્ટોબર 1984, ભાવનગર) : ગુજરાતના કેળવણીકાર અને બાલ-કિશોર-સાહિત્યના લેખક. પિતાનું નામ મોહનલાલ શંકરલાલ ભટ્ટ. માતાનું નામ રેવાબહેન. રોજકા(ધંધૂકા)ના વતની. 1929માં હંસાબહેન સાથે લગ્ન. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વતન તથા ‘દક્ષિણામૂર્તિ’ – ભાવનગરમાં લીધેલું. 1920માં વિનીત. 1927માં મુખ્ય વિષય સંગીત અને…
વધુ વાંચો >ભટ્ટ, વિનોદ જશવંતલાલ
ભટ્ટ, વિનોદ જશવંતલાલ (જ. 14 જાન્યુઆરી 1938, તા. દહેગામ, નાંદોલ; અ. 23 મે 2018, અમદાવાદ) : ગુજરાતના પ્રથમ પંક્તિના હાસ્યલેખક. 1955માં એસ.એસ.સી.; 1961માં બી.એ. 1964માં એલ.એલ.બી.; વીસેક વર્ષ વેચાણવેરાના અને પછીથી થોડો વખત આવકવેરાના સલાહકાર તરીકે કામ કર્યા બાદ 1997થી વ્યવસાયમાંથી નિવૃત્તિ લઈ સાહિત્યસર્જન અને સાહિત્યિક પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે સમર્પિત. પ્રથમ…
વધુ વાંચો >ભટ્ટ, વિશ્વનાથ મગનલાલ
ભટ્ટ, વિશ્વનાથ મગનલાલ (જ. 20 માર્ચ 1898, ઉમરાળા, ભાવનગર; અ. 27 નવેમ્બર 1968, નડિયાદ) : ગાંધીયુગીન સાક્ષરપેઢીના વિવેચક ઉપરાંત ચરિત્રકાર, સંપાદક, અનુવાદક. ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી 1920માં સંસ્કૃત-અંગ્રેજી સાથે બી.એ. અસહકારના આંદોલનમાં જોડાતાં એમ.એ.નો અભ્યાસ પડતો મૂકેલો. 1923માં ઉમરેઠની રાષ્ટ્રીય શાળામાં ને 1924માં ભરૂચની શાળામાં શિક્ષક. 1927–28 દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠમાં જોડણીકોશના…
વધુ વાંચો >