Gujarati literature
નાટ્ય ગઠરિયાં
નાટ્ય ગઠરિયાં (1970) : ગુજરાતી પ્રવાસવૃત્તાંત. ચંદ્રવદન ચી. મહેતાનો ગઠરિયાં ગ્રંથશ્રેણીમાંનો એક સુપ્રસિદ્વ પ્રવાસગ્રંથ. 1963–64થી 1968 સુધી યુરોપના જુદા જુદા દેશોમાં નાટ્યસ્પર્ધાના નિર્ણાયક તરીકે, પરિસંવાદમાં વક્તા તરીકે, અધિવેશનોમાં પ્રમુખ કે ઉપપ્રમુખ તરીકે કે પછી સરકારના નિમંત્રણથી વિશિષ્ટ મુલાકાતી તરીકે ચંદ્રવદને યુરોપના સ્પેન, ફ્રાન્સ, ઑસ્ટ્રિયા, ઇટાલી, પોલૅન્ડ, જર્મની, યુગોસ્લાવિયા જેવા વિવિધ…
વધુ વાંચો >નાનાક
નાનાક : તેરમી સદીનો, વીસલદેવના સમયનો ગુજરાતનો પ્રખર વિદ્વાન કવિ. પ્રશસ્તિઓ મોટે ભાગે રાજાઓ અને અમાત્યોની રચાતી, છતાં નાનાક નામે એક વિદ્વાનની બે સુંદર પ્રશસ્તિઓ રચાઈ એ ખાસ નોંધપાત્ર છે. આ પ્રશસ્તિઓની કોતરેલી શિલા મૂળ પ્રભાસપાટણમાં હશે, ત્યાંથી તે કોડીનારમાં ખસેડાયેલી ને હાલ એ વડોદરાના મ્યુઝિયમમાં જળવાઈ છે. પહેલી પ્રશસ્તિ…
વધુ વાંચો >નાયક, પન્ના ધીરજલાલ
નાયક, પન્ના ધીરજલાલ (જ. 28 ડિસેમ્બર 1933, મુંબઈ, મહારાષ્ટ્ર રાજ્ય) : અમેરિકામાં વસતાં ગુજરાતી સાહિત્યકાર, મુખ્યત્વે કવયિત્રી જ્ઞાતિએ દશાદિશાવળ વાણિયા. વતન સૂરત. પિતા ધીરજલાલ અને માતા રતનબહેન. માતાએ ગુજરાતી, સંસ્કૃત અને અન્ય કવિતાઓમાં રસ લેતાં કર્યા હતાં. પતિનું નામ નિકુલભાઈ. તેમણે 1954માં મુખ્ય વિષય ગુજરાતી સાથે સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ…
વધુ વાંચો >નાયક, પ્રાણસુખ મણિલાલ
નાયક, પ્રાણસુખ મણિલાલ (જ. 23 એપ્રિલ 1910, જગુદણ, જિ. મહેસાણા; અ. 12 માર્ચ 1989, અમદાવાદ) : ગુજરાતની રંગભૂમિ પર પ્રાણસુખ ‘તેતર’ના નામે પ્રસિદ્ધ હાસ્યરસિક અભિનેતા. નટમંડળ દ્વારા ભજવાયેલા ‘મિથ્યાભિમાન’ નાટકમાં તેમની જીવરામ ભટ્ટની સફળ ભૂમિકા પરથી તેઓ જીવરામ ભટ્ટ તરીકે પણ ઘણા પ્રસિદ્ધ થયા હતા. જીવરામ ભટ્ટનો અભિનય તેમણે એવો…
વધુ વાંચો >નાયર, સુશીલા
નાયર, સુશીલા (જ. 25 ડિસેમ્બર 1914, કુંજાહ, જિ. ગુજરાન, પશ્ચિમ પંજાબ, હવે પાકિસ્તાનમાં; અ. 3 જાન્યુઆરી 2000, સેવાગ્રામ) : ગાંધીજીનાં તબીબી સલાહકાર, જીવનચરિત્રલેખક અને રચનાત્મક કાર્યકર. ખત્રી કુટુંબમાં જન્મ. પિતાનું લોહીના ઊંચા દબાણથી 1915માં અવસાન થતાં તેમનાથી બે મોટા ભાઈઓ સાથે બાળક સુશીલા માતાના આશ્રયે મોટાં થયાં. 12 વર્ષની વયે…
વધુ વાંચો >નારાયણ હેમચંદ્ર
નારાયણ હેમચંદ્ર (જ. 1855, મુંબઈ; અ. 1909, મુંબઈ) : અલગારી સ્વભાવના ગુજરાતી લેખક, અનુવાદક. પ્રકૃતિએ ‘વિચિત્ર પુરુષ’. અમેરિકામાં ‘અસભ્ય પહેરવેશ’ બદલ તેમની ધરપકડ થયેલી. કરસનદાસ મૂળજીનો દેશાટન વિશેનો નિબંધ વાંચી તેમનામાં વાચન-ભ્રમણની ભૂખ ઊઘડી. તેઓ પ્રવાસશોખીન અને જ્ઞાનપિપાસુ હતા. ‘સુબોધપત્રિકા’માં અને ‘જગદારશી’ના નામથી ‘નૂરે આલમ’માં લખતા. દયાનંદ સરસ્વતી જેવા ધર્મસુધારકો…
વધુ વાંચો >નિબંધ
નિબંધ : સાહિત્યમાં ગદ્યક્ષેત્રે વ્યાપક રીતે ખેડાતા, પ્રમાણમાં જૂના અને મહત્વના પ્રકારોમાંનો એક. આ સાહિત્યપ્રકારના ઉદભવ અને વિકાસનો વિશ્વસનીય અને કડીબદ્ધ કહી શકાય તેવો ઇતિહાસ પ્રાપ્ત થાય છે. ફ્રેન્ચ લેખક મૉન્તેઇન(1533–1592)ને ‘નિબંધના પિતા’ લેખવામાં આવે છે. તેનીયે પૂર્વે પ્લૅટો-સેનેકાનાં લખાણોમાં નિબંધનાં તત્વો અત્રતત્ર જોઈ શકાય; પરંતુ આ પ્રકારની સુરેખ રજૂઆત…
વધુ વાંચો >નિરાંત
નિરાંત (1770–1845 વચ્ચે હયાત) : ગુજરાતનો જ્ઞાનમાર્ગી સંતકવિ. દેથાણનો વતની. જ્ઞાતિએ ગોહેલ રજપૂત. પિતા ઉમેદસિંહ અને માતા હેતાબા. બાલ્યકાળથી જ ભક્તિના સંસ્કારો મળેલા. નિરાંત આરંભકાળમાં રણછોડભક્ત હતો. તેનાં બે પદોમાં વલ્લભકુળનો નિર્દેશ હોવાથી કેટલોક સમય વૈષ્ણવધર્મી હશે એવું પણ મનાય છે. નિરાંતની મુખ્ય દાર્શનિક ભૂમિકા અદ્વૈત વેદાંતીની છે. એનું કાવ્યસર્જન…
વધુ વાંચો >નીતિકથા
નીતિકથા : ગદ્ય કે પદ્યમાં લખાયેલી ટૂંકી બોધકથા (fable). એમાં મુખ્યત્વે માનવેતર સૃષ્ટિ એટલે કે પશુ, છોડ કે એવી કોઈ વસ્તુ પાત્ર રૂપે હોય છે. અને તે મનુષ્યની માફક જ વર્તે છે. ગદ્ય કે પદ્ય સ્વરૂપે લખાયેલી બોધકથાઓનું ઘણી વાર કોઈ કહેવત સાથે સમાપન થતું હોય છે. આ કથાઓ 2000…
વધુ વાંચો >નીલકંઠ, મહીપતરામ રૂપરામ
નીલકંઠ, મહીપતરામ રૂપરામ (જ. 3 ડિસેમ્બર 1829, સૂરત; અ. 3 સપ્ટેમ્બર 1891) : ગુજરાતના લેખક તથા સમાજસુધારક. તેઓ પરદેશગમન કરનાર સૌપ્રથમ ગુજરાતી વડનગરા નાગર ગૃહસ્થ હતા. પ્રાર્થનાસમાજના ઉત્કર્ષમાં તેમનું મહત્ત્વનું યોગદાન હતું. તે ભોળાનાથના ઉત્તરાધિકારી અને પ્રાર્થનાસમાજના પ્રમુખ પણ હતા. તેમણે ‘બુદ્ધિવર્ધક સભા’ તથા ‘જ્ઞાનપ્રસારક’ જેવી સંસ્થાઓમાં રસ લીધો હતો.…
વધુ વાંચો >