Gujarati literature

દવે, મકરંદ વજેશંકર

દવે, મકરંદ વજેશંકર (જ. 13 નવેમ્બર 1922, ગોંડલ; અ. 31 જાન્યુઆરી 2005, નંદિગ્રામ) : ગુજરાતી કવિ અને અધ્યાત્મચિન્તક. 1942ની લડત દરમિયાન રાજકોટ કૉલેજ ઇન્ટરથી છોડી. ભક્તોના સાહિત્યનું પરિશીલન કરતાં એક વિદગ્ધ સર્જક બન્યા. ગુજરાતી સાહિત્યમાં ગીત, ભજન અને ગઝલની પરંપરાને તેમણે સત્વશીલ રચનાઓ દ્વારા જીવંત રાખી. ‘કુમાર’, ‘ઊર્મિનવરચના’ વગેરેમાં એમની…

વધુ વાંચો >

દવે, મોહનલાલ પાર્વતીશંકર

દવે, મોહનલાલ પાર્વતીશંકર (જ. 20 એપ્રિલ 1883, સૂરત; અ. 2 ફેબ્રુઆરી 1974, સૂરત) : ગુજરાતી વિવેચક અને નિબંધકાર. જ્ઞાતિએ વડનગરા નાગર. પિતા સારા હોદ્દાની નોકરી પર હોવાથી કુટુંબ આર્થિક ર્દષ્ટિએ સુખી. માતુશ્રી ઇંદિરાગૌરી દિનમણિશંકર શાસ્ત્રીનાં પુત્રી થતાં. રા. બ. કમળાશંકર ત્રિવેદીનાં પુત્રી દમનગૌરી સાથે તેમનાં લગ્ન થયેલાં. કેટલોક સમય અમદાવાદની…

વધુ વાંચો >

દવે, રવીન્દ્ર

દવે, રવીન્દ્ર (જ. 16 એપ્રિલ 1919, કરાંચી; અ. 21 જુલાઈ 1992, મુંબઈ) : ગુજરાતી અને હિંદી ચલચિત્રોના પટકથાલેખક તથા દિગ્દર્શક. દલસુખ પંચોલીના વિશાળ ચિત્રસંકુલમાં છબીઘરના સંચાલક તરીકે જોડાયા. શૌકતહુસેન પાસે ચિત્રસંકલન શીખ્યા. 1941 સુધી પટકથાલેખન કર્યું. પ્રારંભે પંચોલીએ તેમનાં ચિત્રો ઉતાર્યાં. પચાસના દસકાનાં ચિત્રો પોલીસ ફાઈલનાં કથાનકો જેવાં હતાં; દા.…

વધુ વાંચો >

દવે, હરીન્દ્ર જયંતીલાલ

દવે, હરીન્દ્ર જયંતીલાલ (જ. 19 સપ્ટેમ્બર 1930, ખંભરા, કચ્છ; અ. 29 માર્ચ 1995, મુંબઈ) : ગુજરાતના અગ્રણી કવિ અને નવલકથાકાર. માતા સવિતાબહેન. ભાવનગરથી 1947માં મૅટ્રિક, મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. (1951) અને એમ.એ. (1961). દરમિયાન, 1951થી 1962 ‘જનશક્તિ’ના ઉપતંત્રી. 1962થી 1968 ‘સમર્પણ’ના સંપાદક. 1968થી 1973 યુસિસ(મુંબઈ)માં ગુજરાતી વિભાગના તંત્રી.…

વધુ વાંચો >

દશમ સ્કંધ

દશમ સ્કંધ : શ્રીમદભાગવતના દશમ સ્કંધ પરથી મધ્યકાલીન ગુજરાતીમાં રચાયેલ કાવ્યગ્રંથ. મધ્યકાળના ગુજરાતી સાહિત્ય ઉપર શ્રીમદભાગવતની અસર પ્રબળ રૂપે જોવા મળે છે. એમાંયે તેના દશમ સ્કંધની તો કવિઓને લગની જ લાગેલી હોય એમ જણાય છે. કૃષ્ણની બાળલીલા, જસોદાનાં હાલરડાં, દાણ અને રાસલીલા, રાધા–કૃષ્ણનાં રૂસણાં અને મનામણાં વગેરેનું કાવ્યોમાં જે નિરૂપણ…

વધુ વાંચો >

દહીંવાલા, ગની

દહીંવાલા, ગની (જ. 17 ઑગસ્ટ 1908, સૂરત; અ. 5 માર્ચ 1987, સૂરત) : ગુજરાતી ગઝલકાર. મૂળ નામ અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા. પ્રાથમિક શાળાનું ત્રણ ધોરણ સુધીનું શિક્ષણ લીધેલું. 1928ની આસપાસ થોડોક વખત અમદાવાદમાં રહેલા. ત્યારપછી કાયમ માટે સૂરતમાં જઈ વસ્યા. દરજીકામની દુકાન ચલાવતાં ચલાવતાં સારા ગઝલકાર બન્યા. એમણે ‘સ્વરસંગમ’ નામે સંગીતપ્રેમીઓની…

વધુ વાંચો >

દાવર, ફીરોઝ કાવસજી

દાવર, ફીરોઝ કાવસજી (જ. 16 નવેમ્બર 1892, અહમદનગર; અ. 3 ફેબ્રુઆરી 1978, અમદાવાદ) : જન્મે પારસી અને અંગ્રેજી વિષયના પ્રોફેસર ફીરોઝ કાવસજી દાવર ત્રણેક વિદ્યાર્થીપેઢીના વિદ્યાગુરુ, સંનિષ્ઠ શિક્ષણકાર અને એક વિરલ બહુશ્રુત સારસ્વત હતા. પ્રા. દાવરના પિતા કાવસજી જાહેર બાંધકામ વિભાગના કાબેલ હિસાબનીસ હોઈ એમને નોકરી અર્થે ગામેગામ ફરવાનું થતું.…

વધુ વાંચો >

દાસ, વર્ષા

દાસ, વર્ષા (જ. 9 નવેમ્બર 1942, મુંબઈ) : ગુજરાતી લેખિકા તથા કલાસમીક્ષક. જાણીતા પત્રકાર અને લેખક મોહનલાલ મહેતા (સોપાન) તથા લેખિકા લાભુબહેન મહેતાનાં એ પુત્રી થાય અને ગુજરાતના અગ્રગણ્ય પત્રકાર અમૃતલાલ શેઠનાં દૌહિત્રી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈની ચિલ્ડ્રન્સ એકૅડેમીમાં લીધું. શાળામાં એમના પ્રિય વિષયો હતા ગુજરાતી, સંસ્કૃત, હિન્દી અને…

વધુ વાંચો >

દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ

દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ (જ. 3 સપ્ટેમ્બર 1859, અમદાવાદ; અ. 14 જાન્યુઆરી 1937) : ગુજરાતી ભાષાના સાક્ષર અને કવિ. ‘જ્ઞાનબાલ’, ‘નરકેસરી’, ‘મુસાફર’, ‘પથિક’, ‘દૂરબીન’, ‘શંભુનાથ’, ‘વનવિહારી’ વગેરે ઉપનામોથી પણ લેખન કરેલું છે. મુખ્યત્વે કાવ્ય, વિવેચન, ભાષાશાસ્ત્ર અને નિબંધક્ષેત્રે અર્પણ. પ્રાથમિક-માધ્યમિક કેળવણી અમદાવાદમાં. 1880માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા સંસ્કૃત વિષય સાથે…

વધુ વાંચો >

દિવેટિયા, ભીમરાવ ભોળાનાથ

દિવેટિયા, ભીમરાવ ભોળાનાથ (જ. 2 ઑક્ટોબર 1851, અમદાવાદ; અ. 13 ઑક્ટોબર 1890, અમદાવાદ) : ગુજરાતી કવિ. જન્મ અમદાવાદમાં. તેમણે 1870માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. એ પરીક્ષા પછી એમને ક્ષય લાગુ પડ્યો એટલે આગળ ઉચ્ચ અભ્યાસની તેમની મહેચ્છા ફળી નહિ. 1880માં નોકરી અર્થે વડોદરા ગયા. દસેક વર્ષ તેમણે વડોદરામાં વિતાવ્યાં, પણ…

વધુ વાંચો >