Gujarati literature
જીવનવ્યવસ્થા
જીવનવ્યવસ્થા (1963) : કાકાસાહેબ કાલેલકરનાં નવજીવન દ્વારા પ્રકાશિત ધર્મવિષયક ગુજરાતી વ્યાખ્યાનો અને લેખોનો સંગ્રહ. સંગ્રહ (1) વિવિધ ધર્મો, (2) ધાર્મિક સુધારણા, (3) ધર્મગ્રંથોવિષયક, (4) રહસ્યનું ઉદઘાટન, (5) મંદિરો, (6) પ્રાસંગિક અને પ્રકીર્ણ – એમ છ ખંડોમાં વિભક્ત છે. ખંડોમાં અનુક્રમે 18, 14, 2, 33, 8 અને 19 – એમ કુલ…
વધુ વાંચો >જીવનો જુગારી
જીવનો જુગારી : ગુણવંતરાય આચાર્યની નવલકથા પર આધારિત ગુજરાતી ચલચિત્ર. નિર્માણસંસ્થા : ચંદન ચિત્ર, નિર્માણવર્ષ : 1963 નિર્માતા : કુમાર દવે; પટકથા અને દિગ્દર્શન : દિનેશ રાવલ; સંવાદ : જિતુભાઈ મહેતા; છબીકલા : પ્રતાપ દવે; નૃત્યનિર્દેશક : ચેતનકુમાર તથા ગીત-સંગીત : નિનુ મઝુમદાર, મુખ્ય પાર્શ્વગાયકો : પ્રદીપજી, સુમન કલ્યાણપુર, મહેન્દ્ર…
વધુ વાંચો >જીવરામ ભટ્ટ
જીવરામ ભટ્ટ : સુધારક યુગના ગુજરાતી કવિ દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી (1820–1898) રચિત ‘મિથ્યાભિમાન નાટક’ (લખાયું : 1869 પ્રકાશન : 1871)નો દંભી રતાંધળો નાયક. કચ્છ માંડવીના ઠક્કર ગોવિંદજી ધરમશીની ઇનામી જાહેરાતના સંદર્ભમાં, દંભ કરનાર મિથ્યાભિમાની બ્રાહ્મણ તરીકે આ પાત્રની રચના થઈ. અડતાળીસની વયે સોળેક વર્ષની યુવતીને પરણેલા જીવરામ ભટ્ટ પંચાવનની ઉંમરે…
વધુ વાંચો >જેબલિયા, નાનાભાઈ હરસુરભાઈ
જેબલિયા, નાનાભાઈ હરસુરભાઈ (જ. 11 નવેમ્બર 1938, ખાલપર, જિ. અમરેલી) : સાહિત્યકાર અને કટારલેખક. પ્રાથમિક શિક્ષક પ્રમાણપત્રની પરીક્ષા પાસ કરી તેમણે પ્રાથમિક શિક્ષક તરીકે 1961માં નિમણૂક મેળવી તથા બઢતી મેળવીને તાલુકા શાળામાં આચાર્યપદે કામગીરી બજાવી 1995માં સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી. તેમણે લખવાની શરૂઆત બાળવાર્તાઓથી કરી. પછી ટૂંકી વાર્તા, ધારાવાહી નવલકથા, સંતકથા,…
વધુ વાંચો >જોધાણી, મનુભાઈ લલ્લુભાઈ
જોધાણી, મનુભાઈ લલ્લુભાઈ (જ. 29 ઑક્ટોબર 1902, બરવાળા; અ. ડિસેમ્બર 1977; અ. અમદાવાદ) : શૌર્ય અને સાહસરંગી પુસ્તકોના લેખક-સંપાદક. શરૂઆતનું શિક્ષણ બરવાળાની ગામઠી શાળામાં, માધ્યમિક શિક્ષણ લીંબડીની સર જસવંતસિંહ હાઈસ્કૂલમાં. મૅટ્રિક સુધી અભ્યાસ કરી, બરવાળાની અંગ્રેજી શાળામાં શિક્ષકની નોકરી સ્વીકારી અને અનેકવિધ પ્રવૃત્તિઓ આરંભી પિતાના ધંધામાં પણ ઝંપલાવ્યું. 1930માં મીઠા…
વધુ વાંચો >જોશી, અનિલ રમાનાથ
જોશી, અનિલ રમાનાથ (જ. 28 જુલાઈ 1940, ગોંડલ) : ગુજરાતી કવિ, નિબંધકાર, કટારલેખક. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં લીધું. અમદાવાદની એચ. કે. આર્ટ્સ કૉલેજમાંથી 1964માં ગુજરાતી તથા સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા. 1962થી 1969 દરમિયાન હિંમતનગર અને અમરેલીમાં શિક્ષક રહેલા. પછી મુંબઈમાં ‘કૉમર્સ’ના તંત્રી વાડીલાલ ડગલીના અંગત સહાયક…
વધુ વાંચો >જોશી, ઉમાશંકર જેઠાલાલ
જોશી, ઉમાશંકર જેઠાલાલ (‘વાસુકિ’, ‘શ્રવણ’) (જ. 21 જુલાઈ 1911, બામણા, ઈડર; અ. 19 ડિસેમ્બર 1988, મુંબઈ) : અગ્રગણ્ય ગુર્જર-ભારતીય કવિ. સમર્થ એકાંકીકાર તથા વાર્તાકાર, નિબંધકાર અને વિવેચક. ઉત્કૃષ્ટ ગુજરાતી ગદ્યકાર. મૂળ લુસડિયાના પણ બામણા ગામ(ઉત્તર ગુજરાત)માં આવી રહેલા જેઠાલાલ કમળજી જોશી ‘ડુંગરાવાળા’ તથા નવલબહેન ભાઈશંકર ઠાકરનાં 9 સંતાનો (7 ભાઈઓ…
વધુ વાંચો >જોશી, જગદીશ
જોશી, જગદીશ (જ. 9 ઑક્ટોબર 1932, મુંબઈ; અ. 21 સપ્ટેમ્બર 1978) : મુખ્યત્વે કવિ. અનુવાદો અને સંપાદનો પણ કર્યાં. જન્મ, ઉછેર, ભણતર અને વ્યવસાય બધું મુંબઈમાં. ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સેન્ટ ઝેવિયર્સ કૉલેજ મુંબઈમાંથી 1953માં બી.એ. થયા. 1955માં શિક્ષણશાસ્ત્રમાં એમ.ડી.ની ઉપાધિ સ્ટૅનફર્ડ યુનિવર્સિટી, અમેરિકામાંથી મેળવી. મુંબઈની બજારગેટ હાઈસ્કૂલમાં 1957થી મરણપર્યંત આચાર્ય…
વધુ વાંચો >જોશી, રમણલાલ જેઠાલાલ
જોશી, રમણલાલ જેઠાલાલ (જ. 22 મે 1926, હીરપુરા, તા. વિજાપુર. અવસાન 10 સપ્ટેમ્બર 2006, અમદાવાદ) : ગુજરાતી વિવેચક, સંપાદક, પ્રાધ્યાપક. પ્રાથમિક શિક્ષણ વતન વડનગરમાં, ઉત્તર ગુજરાતમાં; માધ્યમિક શિક્ષણ વિજાપુર તાલુકાના પિલવાઈ ગામમાં. કૉલેજનું શિક્ષણ વડોદરામાં. 1950માં તેઓ ગુજરાતી મુખ્ય તથા સંસ્કૃત ગૌણ વિષય સાથે, બી.એ.ની પરીક્ષામાં સમગ્ર મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી…
વધુ વાંચો >જોશી, શિવકુમાર ગિરજાશંકર
જોશી, શિવકુમાર ગિરજાશંકર (જ. 16 નવેમ્બર 1916, અમદાવાદ; અ. 4 જુલાઈ 1988) : જાણીતા ગુજરાતી નાટ્યકાર અને નવલકથાકાર. માતા તારાલક્ષ્મી અને પિતા ગિરજાશંકર. પિતા અમદાવાદના ઉચ્ચ ભદ્ર વર્ગના ગર્ભશ્રીમંત હતા. પ્રાથમિક, માધ્યમિક, કૉલેજશિક્ષણ અમદાવાદમાં. 1937માં ગુજરાત કૉલેજમાંથી સંસ્કૃત સાથે બી.એ.; તરત પિતાએ કાકાના કાપડના ધંધામાં ગોઠવાવા કૉલકાતા મોકલી આપ્યા. શિવકુમારને…
વધુ વાંચો >