Geology

લૅઝ્યુલાઇટ (lazulite)

લૅઝ્યુલાઇટ (lazulite) : લૅઝ્યુલાઇટ-સ્કૉર્ઝેલાઇટ શ્રેણી પૈકીનું ખનિજ. રાસા. બં. : (Mg·Fe2+) Al2 (PO4)2 (OH)2. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટેભાગે લઘુકોણીય પિરામિડલ સ્વરૂપના, જેમાં (111) અને (ī11) મોટા અને (101) નાના હોય છે; (101) કે (ī11) ફલકો પર મેજ આકારના પણ મળે. દળદાર, ઘનિષ્ઠથી માંડીને દાણાદાર સ્વરૂપના…

વધુ વાંચો >

લૅટરાઇટ

લૅટરાઇટ : અયનવૃત્તીય-ઉપઅયનવૃત્તીય પ્રદેશોમાં જોવા મળતું વિલક્ષણ ભૂમિનિક્ષેપનું ખડકસ્વરૂપ. લૅટરાઇટ એ મુખ્યત્વે લોહ અને ઍલ્યુમિનિયમના જલયુક્ત ઑક્સાઇડ તેમજ તેની સાથે અલ્પાંશે રહેલા મૅંગેનીઝ અને ટાઇટેનિયમ ઑક્સાઇડના મિશ્રણનો બનેલો કોટરયુક્ત માટીવાળો ખડકપ્રકાર છે. લોહ અને ઍલ્યુમિનિયમના ઑક્સાઇડ ક્યારેક એટલા બધા અસમાન પ્રમાણમાં રહેલા હોય છે કે ઘણી વાર અરસપરસ એકબીજાનું સ્થાન…

વધુ વાંચો >

લૅટાઇટ (Latite)

લૅટાઇટ (Latite) : બહિર્ભૂત-અગ્નિકૃત પ્રકારનો ખડક. તેની કણરચના અદૃશ્ય સ્ફટિકમય (aphanatic) હોય છે. તે મુખ્યત્વે સોડિક પ્લેજિયોક્લેઝ (ઑલિગોક્લેઝ કે ઍન્ડેસાઇન) અને આલ્કલી ફેલ્સ્પાર (સેનિડિન કે ઑર્થોક્લેઝ) તથા ગૌણ પ્રમાણમાં બાયોટાઇટ, ઍમ્ફિબોલ (હૉર્નબ્લેન્ડ) કે પાયરૉક્સિન (ઑગાઇટ) જેવાં ઘેરા રંગવાળાં મૅફિક ખનિજોથી બનેલો હોય છે. પોટાશ ફેલ્સ્પાર અને પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પાર લગભગ સરખા…

વધુ વાંચો >

લૅન્ડ્ઝ એન્ડ (Land’s End)

લૅન્ડ્ઝ એન્ડ (Land’s End) : ઇંગ્લૅન્ડના કૉર્નવૉલ પરગણામાં આવેલી ભૂશિર. ઇંગ્લૅન્ડની મુખ્ય ભૂમિના પશ્ચિમ છેડાનું સ્થળ. ભૌગોલિક સ્થાન : 50° 03´ ઉ. અ. અને 5° 44´ પ. રે.. ઇંગ્લૅન્ડનો પશ્ચિમ છેડો ઇંગ્લિશ ખાડીમાં ઘૂસી ગયો હોય એવું દૃશ્ય ઊભું કરે છે. અહીંથી ઇંગ્લિશ ખાડી ઍટલૅંટિક મહાસાગરમાં ભળી જાય છે. આ…

વધુ વાંચો >

લેપિલિ

લેપિલિ : જુઓ જ્વાળામુખી.

વધુ વાંચો >

લેપ્ટાઇટ (Leptite, Leptynite)

લેપ્ટાઇટ (Leptite, Leptynite) : ગ્રૅન્યુલાઇટનો પટ્ટાદાર કે રેખીય સંરચનાવાળો એક ખડક-પ્રકાર. સૂક્ષ્મદાણાદાર (ગ્રૅન્યુલોઝ) વિકૃત ખડક માટે સ્કૅન્ડિનેવિયન ભૂસ્તરશાસ્ત્રીઓ દ્વારા બહોળા પ્રમાણમાં વપરાતો પર્યાય. આ ખડક મુખ્યત્વે તો ક્વાર્ટઝ અને ફેલ્સ્પારના ખનિજકણોનો બનેલો હોય છે, પણ સાથે બાયોટાઇટ, હૉર્નબ્લેન્ડ અને ક્વચિત્ ગાર્નેટ જેવાં મૅફિક ખનિજો ગૌણ પ્રમાણમાં રહેલાં હોય છે. તેમનું…

વધુ વાંચો >

લૅમ્પ્રોફાયર ખડકો (lamprophyres)

લૅમ્પ્રોફાયર ખડકો (lamprophyres) : અગ્નિકૃત ખડકો પૈકીનો સામૂહિક ખડકપ્રકાર. અગ્નિકૃત ખડકોનો આ એક એવો સમૂહ છે જે નરી આંખે ન દેખી કે પારખી શકાય એવા સૂક્ષ્મ સ્ફટિકમય ખનિજદ્રવ્યમાં જડાયેલા વિપુલ પ્રમાણવાળા બાયોટાઇટ ઍમ્ફિબોલ, પાયરૉક્સીન અથવા ઑલિવિન જેવા ઘેરા રંગવાળા (મૅફિક) ખનિજોના મહાસ્ફટિકોથી બનતી પૉર્ફિરિટિક કણરચના દ્વારા ઓળખી શકાય છે. એક…

વધુ વાંચો >

લૅરેમી પર્વતો

લૅરેમી પર્વતો : રૉકી પર્વતોની ફ્રન્ટ હારમાળાનું ઈશાની વિસ્તરણ. 1820-21ના અરસામાં આ વિસ્તારને રુવાંટી માટે જે ખૂંદી વળેલો તે ફ્રેન્ચ વેપારી ઝાક લૅરેમીના નામ પરથી આ પર્વતોને ઉપર્યુક્ત નામ અપાયેલું છે. આ હારમાળામાંથી વાયવ્ય તરફ ફંટાતું વિસ્તરણ મેડિસિન બો હારમાળા નામથી ઓળખાય છે. લૅરેમી પર્વતો 240 કિમી.ની લંબાઈમાં એક ચાપ-સ્વરૂપે…

વધુ વાંચો >

લોએસ

લોએસ : પવનજન્ય નિક્ષેપ જથ્થો. જમીનનો એક પ્રકાર. તે મુખ્યત્વે સિલિકાયુક્ત-ચૂનાદ્રવ્યયુક્ત રેતી કે રજકણોથી બનેલો હોય છે. ક્યારેક આ પ્રકારનો જથ્થો સ્તરબદ્ધતાવિહીન, જામ્યા વગરનો છૂટો પણ હોય છે, જે મુખ્યત્વે કાંપકાદવ(silt) – કણકદવાળા દ્રવ્યથી બનેલો હોય છે. તેની સાથે ગૌણ પ્રમાણમાં અતિ સૂક્ષ્મ રેતી રજકણો અને/અથવા માટીદ્રવ્ય પણ હોય છે.…

વધુ વાંચો >

લોપોલિથ

લોપોલિથ : સંવાદી અંતર્ભેદક(concordant incrusion)નો એક પ્રકાર. તે ક્ષૈતિજ કે તદ્દન આછા નમનવાળા સ્તરોમાં અંતર્ભેદન પામેલા હોય છે. તેનો તળભાગ વિશાળ વિસ્તારમાં પથરાયેલો હોય છે. તે નીચે તરફ બહિર્ગોળ અને ઉપર તરફ અંતર્ગોળ આકારમાં દબાયેલું હોઈ થાળા જેવું કે રકાબી જેવું સ્વરૂપ રજૂ કરે છે. નાના પાયા પરનાં લોપોલિથ ક્યારેક…

વધુ વાંચો >