Geology

બેન્ટોનાઇટ

બેન્ટોનાઇટ (bentonite) : માટીનો એક વિશિષ્ટ પ્રકાર. તે નરમ, નમનીય હોય છે અને મોટા પ્રમાણમાં શોષણશક્તિનો ગુણધર્મ ધરાવે છે. યુ.એસ.માં વાયોમિંગના ક્રિટેસિયસ સ્તરોમાં ફૉર્ટ બેન્ટૉન નજીક સર્વપ્રથમ વિશિષ્ટ પ્રકારની, ખૂબ જ કલિલ સુઘટ્ય માટી મળી આવેલી હોવાથી સ્થળના નામ પરથી તેને બેન્ટોનાઇટ નામ અપાયેલું છે. તેને જ્યારે પાણીમાં રાખવામાં આવે…

વધુ વાંચો >

બેસાલ્ટ

બેસાલ્ટ : બેઝિક અગ્નિકૃત જ્વાળામુખીજન્ય ખડકપ્રકાર. સામાન્ય રીતે તો કાળા રંગના કોઈ પણ સૂક્ષ્મદાણાદાર બહિર્ભૂત અગ્નિકૃત ખડકને બેસાલ્ટ નામથી ઓળખવામાં આવે છે. ખનિજબંધારણની ર્દષ્ટિએ જે ખડકમાં કૅલ્શિયમ-સમૃદ્ધ પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પાર અને કૅલ્શિયમ-સમૃદ્ધ પાયરૉક્સીન બંનેનું આશરે સમપ્રમાણ હોય, તેમજ ઑલિવિન, કૅલ્શિયમ-ત્રુટિવાળું પાયરૉક્સીન અને લોહ-ટાઇટેનિયમ ઑક્સાઇડ જેવાં ખનિજોનું ઓછું (કુલ કદના 20 %થી…

વધુ વાંચો >

બેસેનાઇટ

બેસેનાઇટ : જુઓ બેસાલ્ટ

વધુ વાંચો >

બોજ-બીબાં

બોજ-બીબાં (load cast) : ગોળાકાર વીંટા જેવાં બીબાં. જ્યારે શેલ કે મૃદખડક જેવો નરમ સ્તર નીચે હોય અને પ્રમાણમાં સખત રેતીખડક તેની ઉપર જામતો હોય ત્યારે રેતીખડકના તળભાગમાં અસમ ઘનિષ્ઠતા અને દાબને કારણે નીચેતરફી અનિયમિત ગોળાઈવાળા વીંટા જેવા આકારો તૈયાર થતા હોય છે. નરમ ખડક ઉપર સખત ખડકનો બોજ પડતો…

વધુ વાંચો >

બોડિનેજ

બોડિનેજ (boudinage) : તણાવનાં બળો દ્વારા ખડકસ્તર કે ખનિજશિરામાં ઉદભવતી ગૌણ સંરચના. મૂળ ફ્રેંચ શબ્દ ‘બૉડિન’ અથવા ‘સૉસેજ’ એટલે દબાયેલા ફુગ્ગા કે વાંકડિયા વાળ કે હારબંધ ગોઠવેલા ઓશીકાના દેખાવને સમકક્ષ રચના માટે ‘બૉડિનેજ’ શબ્દ પ્રયોજાય છે. કોઈ પણ ર્દઢ કે સખત સ્તર તેની સ્તરસપાટી પર બે બાજુએથી તણાવનાં બળો દ્વારા…

વધુ વાંચો >

બૉમ્બ્સ

બૉમ્બ્સ (bombs) : જ્વાળામુખીજન્ય પેદાશ. જ્વાળામુખી-પ્રસ્ફુટન દરમિયાન હવામાં ફેંકાતા પીગળેલા લાવામાંથી ઠરીને બનેલા નાના-મોટા પરિમાણવાળા ગોળા, ગોલકો, ટુકડા કે ગચ્ચાં. ઊછળતી વખતે  લાવાનાં આવાં સ્વરૂપો ભ્રમણ પામતાં નીચે પડે છે, તેથી લાક્ષણિક આંતરિક રચના અને આકારો તૈયાર થતાં હોય છે. બૉબિન જેવો કે બ્રેડની ઉપલી પોપડી જેવો તેનો દેખાવ હોય…

વધુ વાંચો >

બોલ

બોલ (Bole) : બેસાલ્ટ જેવા – લાવા-પ્રવાહોના થર વચ્ચે આંતરપડ રૂપે રહેલો લૅટરાઇટ કે બૉક્સાઇટ પ્રકારનો નિક્ષેપ-અવશેષ – અવશિષ્ટ નિક્ષેપ. આ પ્રકારનો અવશિષ્ટ નિક્ષેપ જીવાવશેષોની જેમ જળવાયેલો મળતો હોવાથી તેને લૅટરાઇટ અવશેષ કે બૉક્સાઇટ અવશેષ (fossil laterite or bauxite) કહે છે. મોટેભાગે તો તે લાવા-પ્રવાહોની શ્રેણીઓ વચ્ચે તૈયાર થયેલો જોવા…

વધુ વાંચો >

બોવેન, નૉર્મન લેવી

બોવેન, નૉર્મન લેવી (જ. 21 જૂન 1887, કિંગ્સ્ટન, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 11 સપ્ટેમ્બર 1956, વૉશિંગ્ટન ડી.સી.) : કૅનેડિયન-અમેરિકન પ્રયોગાત્મક ખડકવિદ અને ખનિજીય રસાયણશાસ્ત્રી. પૃથ્વીના બંધારણમાં રહેલા અગ્નિકૃત ખડકોની રચનાનું સરળ રાસાયણિક પદ્ધતિઓ પરથી અર્થઘટન કરવા માટે પ્રયોગાત્મક સંશોધનો કરનાર તરીકે જાણીતા બનેલા ખડકવિદ. ખાસ કરીને અગ્નિકૃત ખડકોની ઉત્પત્તિના સંબંધમાં સિલિકેટ-સમૂહોનાં…

વધુ વાંચો >

બ્રુન્ટન હોકાયંત્ર

બ્રુન્ટન હોકાયંત્ર (Brunton Compass) : નમનદર્શક સહિતનું હોકાયંત્ર. એ ભૂસ્તરીય તેમજ સર્વેક્ષણક્ષેત્રના અભ્યાસકાર્યમાં નીચે મુજબના જુદા જુદા હેતુઓ માટે ઉપયોગમાં લેવામાં આવતું ઘણું જ જાણીતું, અનુકૂળ સાધન ગણાય છે : (1) સામાન્ય હોકાયંત્ર કે નમનદર્શક હોકાયંત્ર તરીકે  –         (અ) જેમાં ર્દષ્ટિરેખા ક્ષિતિજસમાંતર હોય અથવા સહેજ ઢળતી હોય;         (બ)…

વધુ વાંચો >

બ્રેસિયા

બ્રેસિયા (breccia) : 2 મિલિમીટર વ્યાસથી મોટા પરિમાણવાળા, આવશ્યકપણે કોણાકાર ખડકટુકડાઓથી બનેલો કોંગ્લૉમરેટને સમકક્ષ કોણાશ્મ પ્રકારનો જળકૃત ખડક. તેના ખડક-બંધારણમાં ટુકડાઓ અણીવાળા અને ખૂણાઓવાળા હોવાથી કોંગ્લૉમરેટથી તેને સહેલાઈથી જુદો પાડી શકાય છે. ભેખડો કે સમુત્પ્રપાતો કે સીધા ઢોળાવવાળી ટેકરીઓમાંથી પ્રાપ્ત તદ્દન ઓછી વહનક્રિયા (સ્થાનાંતર) પામેલા ખૂણાવાળા ખડકટુકડાઓ કોઈ પણ સંશ્લેષણદ્રવ્ય…

વધુ વાંચો >