Geology

બહુરૂપતા (ભૂસ્તરશાસ્ત્ર)

બહુરૂપતા (ભૂસ્તરશાસ્ત્ર) : જુઓ દ્વિરૂપતા.

વધુ વાંચો >

બાષ્પજન્ય નિક્ષેપો

બાષ્પજન્ય નિક્ષેપો (evaporation deposits) : બાષ્પીભવનની ક્રિયા દ્વારા ઉદભવતા નિક્ષેપો. બાષ્પીભવન એ એવી સરળ અને જાણીતી નૈસર્ગિક પ્રક્રિયા છે કે જેનાથી ઘરવપરાશનું મીઠું અને ઔદ્યોગિક જરૂરિયાત માટેના ક્ષારોનો પુરવઠો મળી રહે છે. બાષ્પીભવનની ક્રિયા ક્ષારનિક્ષેપોની રચના થવા માટેની ઘણી જ અગત્યની કુદરતી પ્રક્રિયા ગણાય છે. વિવિધ ક્ષારો નીચે મુજબના જુદા…

વધુ વાંચો >

બાષ્પાયનો

બાષ્પાયનો : જુઓ બાષ્પજન્ય નિક્ષેપો

વધુ વાંચો >

બિસ્મલિથ

બિસ્મલિથ : એક પ્રકારનું અંતર્ભેદક. અંતર્ભેદન પામતા અગ્નિકૃત ખડકનો લગભગ ઊભી સ્થિતિ ધરાવતો નાળાકાર જથ્થો. આવા જથ્થાઓ આજુબાજુના જૂના ખડક-નિક્ષેપોમાં આડાઅવળા પણ અંતર્ભેદન પામેલા હોય છે, તેમજ ક્યારેક પ્રતિબળોને કારણે ઉપરના સ્તરોમાં ઉદભવેલી સ્તરભંગ સપાટીઓમાં પણ એ જ મૅગ્મા-દ્રવ્ય પ્રવેશેલું હોય છે. આવી જાતના વિશિષ્ટ આકારો માટે જે. પી. ઇડિંગ્ઝે…

વધુ વાંચો >

બુશ, લિયૉપૉલ્ડ, બૅરૉન ફૉન

બુશ, લિયૉપૉલ્ડ, બૅરૉન ફૉન (Buch, Leopold, Baron Von) (જ. 26 એપ્રિલ 1774, એંગરમુંડી, પ્રશિયા; અ. 4 માર્ચ 1853, બર્લિન, પશ્ચિમ જર્મની) : ભૂસ્તરશાસ્ત્રી અને ભૂગોળવેત્તા. યુરોપભરમાં તેમનાં અન્વેષણો જાણીતાં બનવાથી તેઓ જર્મનીના એક પ્રખર ભૂસ્તરશાસ્ત્રી તરીકે પંકાયા. 1790થી 1793 સુધી તે વખતે ખ્યાતનામ બનેલા અબ્રાહમ ગોટલોબ વર્નરના હાથ નીચે ફ્રાયબર્ગમાં…

વધુ વાંચો >

બૂલ, માર્સલિન

બૂલ, માર્સલિન (જ. 1861, મૉન્ટ સૅલ્વી, ફ્રાન્સ; અ. 1942) : અશ્મીભૂત પ્રાણીઓની વિદ્યાના નિષ્ણાત (palaeontologist). તેમણે કારકિર્દીનો પ્રારંભ કર્યો અધ્યાપક તરીકે. પછી મધ્ય ફ્રાન્સની પર્વતમાળાની ભૂસ્તર-રચના વિશે અભ્યાસ હાથ ધર્યો તેમજ માનવ–અવશેષો  વિશે પણ સંશોધનકાર્ય કરવા માંડ્યું. તેમણે જ યુરોપના પ્રાચીન પાષાણયુગની એટલે કે નિયૅન્ડથૉર્લ કાળના હાડપિંજરનું સર્વપ્રથમ પુન:નિર્માણ કરી…

વધુ વાંચો >

બેકની કસોટી

બેકની કસોટી (Becke’s test) : ખનિજોના વક્રીભવનાંકની તુલના કરવા માટે સૂક્ષ્મદર્શક હેઠળ નિરીક્ષણ કરવામાં આવતી કસોટી. ખનિજછેદો હમેશાં કૅનેડા બાલ્સમના માધ્યમમાં જડીને તૈયાર કરવામાં આવતા હોય છે. જુદાં જુદાં ખનિજોના તેમજ કૅનેડા બાલ્સમના વક્રીભવનાંક જુદા જુદા હોય છે. જે તે ખનિજનો વક્રીભવનાંક કૅનેડા બાલ્સમથી કે અન્ય ખનિજથી ઓછો કે વધુ…

વધુ વાંચો >

બેઝિક અગ્નિકૃત ખડકો

બેઝિક અગ્નિકૃત ખડકો : જુઓ બેસાલ્ટ

વધુ વાંચો >

બૅથોલિથ

બૅથોલિથ (batholith) : 100 ચોકિમી. કે તેથી વધુ વિસ્તાર આવરી લેતું આગ્નેય ખડકોથી બનેલું વિશાળ વિસંવાદી અંતર્ભેદક. (જુઓ અંતર્ભેદકો, વર્ગીકરણ). તે મુખ્યત્વે તો વિસંવાદી (discordant) પ્રકારનું જ હોય છે, પરંતુ ઘણો મોટો વિસ્તાર ધરાવતું હોવાથી આજુબાજુના પ્રાદેશિક ખડકોમાં અનુકૂળ સંજોગો હેઠળ ક્યાંક ક્યાંક  સિલ કે ડાઇક જેવાં નાનાંમોટાં સંવાદી-વિસંવાદી શાખા-અંતર્ભેદનો…

વધુ વાંચો >

બેનિયૉફ વિભાગ

બેનિયૉફ વિભાગ (benioff zone) : પૃથ્વીના પોપડામાં છીછરી ઊંડાઈથી માંડીને ભૂમધ્યાવરણમાંની 700 કિમી. સુધી 45°નો નમનકોણ ધરાવતી, વિતરણ પામેલાં ભૂકંપકેન્દ્રોની તલસપાટીઓનો વિભાગ. તલસપાટીઓના આ વિભાગો ઊંડી દરિયાઈ ખાઈઓ, દ્વીપચાપ, નવા વયના પર્વતો અને જ્વાળામુખીઓના ઘનિષ્ઠ સંપર્કમાં રહેલા જોવા મળે છે. બેનિયૉફ વિભાગો ટોંગા-કર્માડેક, ઇઝુ-બોનિન, મરિયાના, જાપાન, ક્યુરાઇલ ટાપુઓ, પેરુ-ચીલી, ફિલિપાઇન્સ,…

વધુ વાંચો >