Geology

પ્રકાશીય અસ્વાભાવિકતાઓ (optical anomalies)

પ્રકાશીય અસ્વાભાવિકતાઓ (optical anomalies) :  સૂક્ષ્મદર્શક હેઠળ ખનિજ-છેદોના અભ્યાસ દરમિયાન કેટલીક વખતે ખનિજોમાં જોવા મળતી સ્વાભાવિક ગુણધર્મો કરતાં જુદાં જ લક્ષણો દર્શાવતી ઘટના. સામાન્ય પ્રકાશીય ગુણધર્મની ચલિત થતી સ્થિતિને પ્રકાશીય અસ્વાભાવિકતા કહે છે. સામાન્ય રીતે ખડક-વિકૃતિ દરમિયાન ખનિજોની અણુરચનામાં થતા ફેરફારોને કારણે આ પ્રકારની પ્રકાશીય વિસંગતતાઓ ઉદભવતી હોય છે. નીચેનાં…

વધુ વાંચો >

પ્રકાશીય ખનિજશાસ્ત્ર (optical mineralogy)

પ્રકાશીય ખનિજશાસ્ત્ર (optical mineralogy) : ખનિજશાસ્ત્રની એક શાખા. કુદરતમાં મળી આવતાં ખનિજોની પરખ માટે તેમના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ઉપરાંત પ્રકાશીય ગુણધર્મોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પ્રકાશની મદદથી કરવામાં આવતા ખનિજોના અભ્યાસને લગતી ખનિજશાસ્ત્રની શાખાને પ્રકાશીય ખનિજશાસ્ત્ર કહેવાય છે. આ પ્રકારનો અભ્યાસ ધ્રુવીભૂત સૂક્ષ્મદર્શક(polarising microscope)ની મદદથી કરવામાં આવે છે.…

વધુ વાંચો >

પ્રકાશીય દિકસ્થિતિ (optic orientation)

પ્રકાશીય દિકસ્થિતિ (optic orientation) : ખનિજ સ્ફટિકોમાં રહેલી સ્ફટિક-અક્ષ અને સ્પંદનદિશા-અક્ષના સ્થાન વચ્ચેનો સહસંબંધ. કોઈ પણ ખનિજ સ્ફટિકમાં સ્ફટિક-અક્ષ અને સ્પંદનદિશા-અક્ષ હોય છે. ખનિજ-સ્ફટિકોના પ્રકાશીય ગુણધર્મોના અભ્યાસ પરથી એવું ફલિત થાય છે કે પ્રકાશીય દિકસ્થિતિ આ ગુણધર્મો પર અસર કરે છે. વિવિધ સ્ફટિકવર્ગોના ખનિજ-સ્ફટિકોની પ્રકાશીય દિકસ્થિતિની માહિતી નીચે પ્રમાણે છે…

વધુ વાંચો >

પ્રકાશીય સંજ્ઞા (optic sign)

પ્રકાશીય સંજ્ઞા (optic sign) : પ્રકાશીય ગુણધર્મ. પ્રકાશીય ગુણધર્મો પ્રમાણે ખનિજોના બે પ્રકાર છે : (1) સમદૈશિક (isotropic) અને (2) વિષમદૈશિક (anisotropic). સમદૈશિક ખનિજોના છેદ સૂક્ષ્મદર્શક હેઠળના અવલોકન દરમિયાન અમુક સ્થિતિમાં સંપૂર્ણપણે કાળા રહેવાનો ગુણધર્મ ધરાવે છે. ક્યૂબિક સ્ફટિકવર્ગનાં ખનિજો આ પ્રકારની લાક્ષણિકતા ધરાવતાં હોવાથી તે સમદૈશિક અથવા સમદિકધર્મી કહેવાય…

વધુ વાંચો >

પ્રક્રિયા સંરચનાઓ

પ્રક્રિયા સંરચનાઓ : જુઓ પરિવેષ્ટિત કિનારી

વધુ વાંચો >

પ્રતિદિશાકોણ

પ્રતિદિશાકોણ : જુઓ દિશાકોણ

વધુ વાંચો >

પ્રથમ જીવયુગ (Palaeozoic era)

પ્રથમ જીવયુગ (Palaeozoic era) ભૂસ્તરીય ઇતિહાસના મુખ્ય કાળગાળાઓ પૈકીનો એક. ભૂસ્તરીય કાળક્રમમાં જીવનના સંદર્ભમાં તે સર્વપ્રથમ ગણાતો હોઈ તેને પ્રથમ (પ્રાચીન) જીવયુગ નામ અપાયું છે. પૃથ્વીની ઉત્પત્તિથી આજ સુધીના અંદાજે 460 કરોડ વર્ષના સમયને આવરી લેતા સમગ્ર ભૂસ્તરીય ઇતિહાસને સ્તરવિદોએ બે મહાયુગો(eons)માં વહેંચેલો છે : (1) પ્રી-કૅમ્બ્રિયન મહાયુગ : પ્રથમ…

વધુ વાંચો >

પ્રમાણસમય (standard time)

પ્રમાણસમય (standard time) : દુનિયાના જુદા જુદા પ્રદેશોમાં વસતા લોકોના રોજિંદા કામકાજમાં વ્યાવહારિક સરળતા જાળવવા ઉપયોગમાં લેવાતી પ્રમાણિત સમય-ગણતરીની પ્રણાલી. એક જ દેશમાં અસંખ્ય શહેરો-નગરો અને ગામડાં આવેલાં હોય છે. દરેક સ્થળ જો પોતાના સ્થાનિક સમય પ્રમાણે ઘડિયાળ ગોઠવે તો એક જ દેશમાં સ્થાનભેદે ઘડિયાળો જુદો જુદો સમય બતાવે; સંદેશાવ્યવહારમાં…

વધુ વાંચો >

પ્રવાલખડકો (coral reefs)

પ્રવાલખડકો (coral reefs) : પરવાળાંના દૈહિક માળખામાંથી તૈયાર થયેલા ખડકો. સમુદ્ર અને મહાસાગરોમાં જુદા જુદા સમુદાયનાં પ્રાણીઓ અસ્તિત્વ ધરાવે છે. દરિયાઈ પ્રાણીઓ પૈકી કોષ્ઠાંત્ર સમુદાયમાં પરવાળાંનો સમાવેશ થાય છે. પરવાળાં એકાકી કે સમૂહમાં રહે છે. આ પ્રાણીઓની શરીરરચનામાં ચૂનેદાર માળખું અને કેટલાક નરમ અવયવો હોય છે. તેમના મૃત્યુ બાદ ચૂનેદાર…

વધુ વાંચો >

પ્રવાહપ્રસ્તર

પ્રવાહપ્રસ્તર : જુઓ સ્તરરચના

વધુ વાંચો >