Geology
ચર્નિયન
ચર્નિયન : ઇંગ્લૅન્ડના લેસ્ટરશાયરમાં જોવા મળતો લાક્ષણિક પ્રી-કૅમ્બ્રિયન જ્વાળામુખીજન્ય સ્તરવિદ્યાત્મક વિભાગ. ગિરીશભાઈ પંડ્યા
વધુ વાંચો >ચંદ્ર (ભૂસ્તરીય)
ચંદ્ર (ભૂસ્તરીય) : સૂર્યમંડળમાં પૃથ્વીની સતત પ્રદક્ષિણા કરતો પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ. પૃથ્વી-ચંદ્રનો અન્યોન્ય સંબંધ ગુરુત્વાકર્ષણનો, ગતિવિષયક અને બંધારણીય છે. દિવસની લંબાઈ ચંદ્રના અસ્તિત્વને આભારી છે. એટલું જ નહિ; પરંતુ દિવસ અને ચાંદ્રમાસની લંબાઈમાં ભૂસ્તરીય કાળમાં થતા ગયેલા ફેરફારો પણ પૃથ્વીથી ચંદ્રના અંતર પર આધારિત રહ્યા છે. ચંદ્રની સપાટી પર રક્ષણ…
વધુ વાંચો >ચાક
ચાક : એક પ્રકારનો ચૂનાખડક. પ્રમાણમાં ખૂબ જ પોચો, અથવા ઓછો સખત બનેલો, સફેદથી આછા રાખોડી રંગવાળો, સૂક્ષ્મ જીવાવશેષ કવચ-કણિકાથી બંધાયેલો, છિદ્રાળુ અને ચૂર્ણશીલ સૂક્ષ્મદાણાદાર ચૂનાખડક. આ ખડકો લગભગ સંપૂર્ણપણે કૅલ્સાઇટના બંધારણવાળા હોય છે, એટલું જ નહિ; પરંતુ તે સંરચનાવિહીન સૂક્ષ્મદાણાદાર કૅલ્સાઇટના જ દ્રવ્યથી સંશ્લેષિત થયેલા હોય છે. સમુદ્રસપાટી નજીકના…
વધુ વાંચો >ચાર્નોકાઇટ
ચાર્નોકાઇટ : (1) હાઇપરસ્થીન એક આવશ્યક ખનિજઘટક તરીકે જેમાં હાજર હોય એવો ગ્રૅનાઇટ કે ગૅબ્રો ખડક; (2) હાઇપરસ્થીન સહિતના ક્વાટર્ઝોફેલ્સ્પૅથિક નાઇસ કે ગ્રૅન્યુલાઇટ ખડક માટે વપરાતું નામ; (3) ગાર્નેટ અને પ્લેજિયોક્લેઝવાળા કે વિનાના ક્વાર્ટ્ઝ – ઑર્થોક્લેઝ – હાઇપરસ્થીન ખનિજઘટકોની લાક્ષણિકતા ધરાવતો ગ્રૅન્યુલાઇટ ગ્રૅનાઇટથી નોરાઇટ તેમજ હાઇપરસ્થીન પાઇરૉક્સિનાઇટ સુધીનાં ભિન્ન ભિન્ન…
વધુ વાંચો >ચાલ્કોસાઇટ
ચાલ્કોસાઇટ : તાંબાનું ખનિજ. રા.બં. : Cu2S; સ્ફ.વ. : ઑર્થોરૉમ્બિક; સ્ફ. સ્વ. : સામાન્યપણે સ્ફટિકો સુવિકસિત, હેક્ઝાગોનલ જેવા દેખાતા, પરંતુ યુગ્મતા(110)ને લીધે તૈયાર થતા પ્રિઝમ ફલકો; ટૂંકાં પ્રિઝમ સ્વરૂપો કે જાડા મેજ આકારના એકાકી સ્ફટિકો પણ મળે છે. જથ્થા રૂપે પણ પ્રાપ્ય; યુગ્મતા (112) અને (032) ફલકોને આધારે પણ જોવા…
વધુ વાંચો >ચિરોડી (1)
ચિરોડી (1) (ભૂસ્તરશાસ્ત્ર) : કૅલ્શિયમનો જળયુક્ત સલ્ફેટ. રા. બં. : CaSO4 • 2H2O. સ્ફ. વ. : મૉનોક્લિનિક. સ્ફ. સ્વ.: મેજ આકારના જાડા-પાતળા, ચપટા સ્ફટિકો, ચોકટના એક્કા જેવા, લાંબા-ટૂંકા પ્રિઝમ (ક્યારેક 3 મીટરની આસપાસની લંબાઈવાળા); સોયાકાર, વીક્ષાકાર, ગુલાબની પાંખડીઓની જેમ આંતરગૂંથણી પામેલી પોપડી સ્વરૂપે, ક્યારેક જથ્થામય, કે સૂક્ષ્મ કે મોટા દાણા…
વધુ વાંચો >ચૂનાયુક્ત ખડકો (calcareous rocks)
ચૂનાયુક્ત ખડકો (calcareous rocks) : કોઈ પણ પ્રકારનો ચૂનાયુક્ત જળકૃત ખડક. ભૂપૃષ્ઠમાં મળી આવતા કાર્બોનેટ ખડકો પૈકીનો બહોળા પ્રમાણમાં વિતરણ પામેલો, મુખ્યત્વે કૅલ્શિયમ કાર્બોનેટ(CaCO3)ના બંધારણવાળો સ્તરબદ્ધ જળકૃત ખડકનો પ્રકાર. આ સંજ્ઞા કૅલ્શિયમ કે મૅગ્નેશિયમ કે બંનેના સંયુક્ત કાર્બોનેટનું 80 % જેટલું પ્રમાણ ધરાવતા ખડકો માટે પણ ઉપયોગમાં લેવાય છે. આ…
વધુ વાંચો >ચેબાઝાઇટ
ચેબાઝાઇટ : સિલિકેટ ખનિજો પૈકી ઝિયોલાઇટ વર્ગનું ખનિજ. રાસા. બં. : CaAl2Si4O12•6H2O; ક્યારેક Ca ઓછાવત્તા પ્રમાણમાં Naથી વિસ્થાપિત થાય છે. K પણ નજીવા પ્રમાણમાં આવી શકે. સ્ફ. વ. હેક્ઝાગોનલ. કૅલ્સાઇટ જેવા સાદા રૉમ્બોહેડ્રલ; સ્ફ. સ્વ. : સ્ફટિકો યુગ્મસ્ફટિકો પણ મળે. યુગ્મતા (0001); સં. : સ્પષ્ટ ; ભં. સ. : ખરબચડી,…
વધુ વાંચો >