Geology

કોલસો

કોલસો વનસ્પતિદ્રવ્યમાંથી તૈયાર થયેલો કાર્બનદ્રવ્યનો સ્તરબદ્ધ જથ્થો. કોલસો ઘનખનિજ બળતણ છે અને ગરમી તેમજ ઊર્જાપ્રાપ્તિ માટેનું સર્વસામાન્ય ઇંધન છે. આધુનિક સમયમાં યાંત્રિક સંચાલન માટે ઉપયોગમાં લેવાતા ઊર્જાસ્રોતો સૂર્યગરમી, પવન, ભરતીમોજાં, અણુશક્તિ, જળવિદ્યુત, કુદરતી વાયુ, ખનિજતેલ અને કોલસા પૈકી કોલસો ઓછી ઊંડાઈએથી વિપુલ પ્રમાણમાં મળી રહેતો હોવાને કારણે ઇંધન તરીકે તેને…

વધુ વાંચો >

કૉંગ્લોમરેટ

કૉંગ્લોમરેટ : રુડેસિયસ પ્રકારનો જળકૃત ખડક. તેના બંધારણમાં રહેલાં ખનિજો કે ખડકોના ટુકડાઓનાં કદ 2.00 મિલીમિટરથી વધુ અને આકાર ગોળ હોય છે. ટુકડાઓનો ગોળ આકાર તેમની લાંબા અંતરની વહનક્રિયાનો નિર્દેશ કરે છે. કણરચના પ્રમાણે કૉંગ્લોમરેટના (1) orthoconglomerate – grain-supported અને (2) para-conglomerate – mud-supported એમ બે પ્રકાર છે. બંધારણ મુજબ…

વધુ વાંચો >

ક્યૂપોલા

ક્યૂપોલા : અંતર્ભેદનનો એક લાક્ષણિક પ્રકાર. વિશાળ વિસ્તારને આવરી લેતા આગ્નેય અંતર્ભેદનના મૂળ જથ્થામાંથી અલગ પડી ગયેલો, પ્રમાણમાં નાનો ઘૂમટ આકારનો ઊપસી આવેલો વિભાગ. સંભવત: બૅથોલિથ જેવાં વિશાળ અંતર્ભેદનોનાં સ્ટૉક અને બૉસ જેવાં નાનાં અંતર્ભેદનોનાં સ્વરૂપોને ક્યૂપોલા તરીકે ઓળખાવી શકાય. સ્થાપત્યમાં છાપરા ઉપર બાંધેલો નાનો ઘૂમટ અથવા મિનારો ક્યૂપોલા કે…

વધુ વાંચો >

ક્યૂપ્રાઇટ

ક્યૂપ્રાઇટ : તાંબાનો રેડ ઑક્સાઇડ, તાંબાનું ખનિજ. રા. બં. : Cu2O; તાંબાનું પ્રમાણ : 88.8 %; સ્ફ. વ. : ક્યૂબિક; સ્વ. : ઑક્ટાહેડ્રોન અને રૉમ્બ્ડોડેકાહેડ્રોનના સ્ફટિક સ્વરૂપે; ક્યારેક દળદાર અથવા મૃણ્મય, ક્વચિત્ કેશનલિકા-સ્વરૂપે; રં. : વિવિધ પ્રકારની ઝાંયવાળા લાલ રંગમાં, ખાસ કરીને cochineal red; સં. : અસ્પષ્ટ, ઑક્ટાહેડ્રોન ફલકને સમાંતર;…

વધુ વાંચો >

ક્યૂબિક વર્ગ

ક્યૂબિક વર્ગ (cubic system) : ખનિજ સ્ફટિકોનો એક વર્ગ. આ વર્ગમાં સમાવેશ કરવામાં આવેલા તમામ ખનિજ સ્ફટિકો એકસરખી લંબાઈની ત્રણ સ્ફટિક-અક્ષવાળા હોય છે. ત્રણે સ્ફટિક-અક્ષ અરસપરસ 90°ને ખૂણે કાપે છે. ત્રણે સ્ફટિક-અક્ષ લંબાઈમાં સરખી હોવાથી આ વર્ગને આઇસોમેટ્રિક વર્ગ તરીકે પણ ઓળખાવાય છે અને તેમના અક્ષ નામાભિધાનમાં કોઈ ફરક પડતો…

વધુ વાંચો >

ક્રમિક પ્રસ્તરણ

ક્રમિક પ્રસ્તરણ (graded bedding) : પ્રસ્તરણનો એક પ્રકાર. જળકૃત ખડકો સ્તરરચનાવાળા હોવાથી પ્રસ્તર-ખડકો તરીકે પણ ઓળખાય છે. પ્રસ્તર-ખડકો પૈકીના કોઈ એક ખડકસ્તરની રચના વખતે તેના બંધારણમાં રહેલા ઘટક-કણો ક્યારેક કદ મુજબ જમાવટ પામ્યા હોય છે. એટલે કે મોટા કદના કણો તે સ્તરના તળભાગ પર, ક્રમશ: નાના કદના કણો તેની ઉપર…

વધુ વાંચો >

ક્રાયસોકોલા (રત્ન)

ક્રાયસોકોલા (રત્ન) : મુખ્યત્વે અસ્ફટિકમય. સિલિકા ઉપરાંત અન્ય અશુદ્ધિયુક્ત તાંબાનું આ જલીય સંયોજન રત્ન તરીકે ટર્ક્વોઇઝને સ્થાને ખપે છે. ઈરાનમાંથી તે મળી રહે છે. ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

ક્રાયસોટાઇલ

ક્રાયસોટાઇલ : સર્પેન્ટાઇન ખનિજનો નાજુક, નમનીય અને સહેલાઈથી જુદો પાડી શકાય એવો તંતુમય પ્રકાર. તે ઍસ્બેસ્ટૉસ તરીકે ઔદ્યોગિક ઉપયોગમાં લેવાય છે. તેનો ચળકાટ રેશમી હોય છે અને તે લીલા, પીળા, કથ્થાઈ અને લીલાશ પડતા કે વાદળી ઝાંયવાળા સફેદ રંગોમાં મળે છે. તેની વિશિષ્ટ ઘનતા 2.219 છે. તે ઑલિવીન, પાયરૉક્સિન કે…

વધુ વાંચો >

ક્રાયસોબેરિલ

ક્રાયસોબેરિલ : રા. બં. : BeAl2O4; સ્ફ. વ. : ઑર્થોરૉમ્બિક; સ્વ.: જાડા, પાતળા, મેજ આકારના, ચપટા, પ્રિઝમ સ્ફટિક; ‘a’ અક્ષને સમાંતર લિસોટાવાળા, સાદી કે ભેદિત યુગ્મતા ધરાવતા તારક આકારમાં કે હૃદય આકારમાં, ષટ્કોણ આકારમાં, યુગ્મસ્ફટિકો; રંગ : પીળો, પીળાશ પડતો કે લીલો, લીલા રંગની વિવિધ ઝાંયવાળો, રાખોડી, કથ્થાઈ, નીલો, નીલમ…

વધુ વાંચો >

ક્રિટેશિયસ રચના

ક્રિટેશિયસ રચના (Cretaceous system) : ચૂનાના ખડકનાં લક્ષણો ધરાવતી ખડકરચના. ‘ક્રિટેશિયસ’ પર્યાય મૂળ લૅટિન શબ્દ ‘ક્રીટા’ એટલે ચૉક પરથી ઊતરી આવેલો છે. ‘ક્રિટેશિયસ’ નામ 1822માં બેલ્જિયમના દ’ હેલૉય તરફથી અપાયું અને ઇંગ્લૅન્ડમાં ફિટન દ્વારા તે સર્વપ્રથમ સ્વીકૃતિ પામ્યું. ભૂસ્તરીય કાળગણનામાં મેસોઝોઇક (મધ્યજીવ) યુગના ત્રણ કાળ પૈકીનો ત્રીજો અથવા છેલ્લો કાળ…

વધુ વાંચો >