Geology
કણરચના
કણરચના (textures) : વિવિધ પ્રકારના ખડકોમાં જોવા મળતી ઘટકોની પરસ્પર ગોઠવણી અથવા ખનિજસ્ફટિકો અને સૂક્ષ્મ દાણાદાર ખનિજદ્રવ્ય કે કાચદ્રવ્યની ગોઠવણી. પૃથ્વીના બંધારણમાં રહેલા ખડકોમાં ખનિજો કે ખડક-ટુકડા જેવા ઘટકોની પરસ્પર ભૌમિતિક ગોઠવણી અથવા ખનિજકણો વચ્ચે ગોઠવણીનો આંતરસંબંધ જોવા મળે છે. જુદા જુદા ખડકોમાં જુદી જુદી કણરચના હોઈ શકે છે, જેના…
વધુ વાંચો >કણસહજાત ખનિજો
કણસહજાત ખનિજો (authigenic minerals) : જળકૃત ખડકોની રચના દરમિયાન ઘનિષ્ઠ થતા જતા ઘટક કણોની પારસ્પરિક પ્રક્રિયા દ્વારા બનતા નવા ખનિજો. જળકૃત ખડકોના અભ્યાસમાં તેમના બંધારણમાં રહેલાં ખનિજોની ઉત્પત્તિ અને તેનાં લક્ષણો આર્થિક, સ્તરવિદ્યાત્મક તેમજ પ્રાચીન ભૌગોલિક પર્યાવરણના સંદર્ભમાં મહત્વનાં બની રહે છે. જળકૃત ખડકોના બંધારણમાં રહેલા ખનિજોને બે વર્ગોમાં વિભાજિત…
વધુ વાંચો >કરસન્ટાઇટ
કરસન્ટાઇટ : ભૂમધ્યકૃત પ્રકારનો ખડક (hypabyssal rock). મૅગ્માની સ્વભેદનક્રિયાથી ઉત્પન્ન થતો ઘેરા રંગવાળો બેઝિક અગ્નિકૃત ખડક. તેની કણરચના અંત:કૃત અને બહિર્ભૂત ખડકોમાં જોવા મળતી કણરચનાની વચ્ચેની હોય છે. તેથી નરી આંખે તેના બંધારણમાં રહેલાં ખનિજો પારખી શકાતાં નથી, માત્ર સૂક્ષ્મદર્શક વડે તેનું ખનિજ-બંધારણ જોઈ-જાણી શકાય છે. આ ખડકના બંધારણમાં પ્લેજિયોક્લેઝ…
વધુ વાંચો >કર્બજનીકરણ
કર્બજનીકરણ (carbonisation) : જીવાવશેષીકરણ(fossili-sation)નો એક પ્રકાર. કાર્બનિક પેશીજાળ(organic tissues)નું કાર્બન અવશેષના સ્વરૂપમાં અપચયન (reduction) દ્વારા થતું રૂપાંતર. આ પ્રક્રિયામાં પેશીજાળ (tissues) કાર્બનના પાતળા પડરૂપે શેલ જેવા નરમ ખડકોમાં જળવાઈ રહી શકે છે. ભૂતકાળમાં થઈ ગયેલી વનસ્પતિની જાળવણી જીવાવશેષના આ પ્રકાર દ્વારા શક્ય બની રહે છે, જ્યારે મૃદુશરીરી પ્રાણીઓ ભાગ્યે જ…
વધુ વાંચો >કળણભૂમિ (ભૂસ્તર)
કળણભૂમિ (swamp) (ભૂસ્તર) : ભેજ કે જળ-સંતૃપ્ત, નીચાણવાળા, પોચા ભૂમિ-વિસ્તારો. નીચાણવાળી ભૂમિનો તે એવો ભાગ છે, જ્યાં ભૂગર્ભ જળસપાટી તેની લગોલગ સુધી પહોંચેલી હોય. આવી જળસંતૃપ્ત નરમ ભૂમિને કળણભૂમિ તરીકે ઓળખાવાય છે. કળણભૂમિની ઉત્પત્તિ નીચે મુજબની ચાર કે પાંચ જગાઓમાં સંભવી શકે છે : (1) પૂરનાં મેદાનો, (2) ત્રિકોણપ્રદેશના વિસ્તારો,…
વધુ વાંચો >કંકણાકાર પ્રવાલદ્વીપ
કંકણાકાર પ્રવાલદ્વીપ (atolls) : પ્રવાલખડકોથી રચાયેલું કંકણાકાર માળખું. જીવંત પરવાળાંના માળખામાંથી ઉદભવતી આ એક રચના છે. તેના કેન્દ્રીય ભાગમાં ખાડીસરોવર (lagoon) આવેલું હોય છે અને આજુબાજુ ગોળાકાર, લંબગોળાકાર કે નાળાકાર સ્વરૂપે પ્રવાલખડકો ગોઠવાયેલા હોય છે. કંકણાકાર પ્રવાલદ્વીપની ઉત્પત્તિ એક વિવાદાસ્પદ બાબત રહી છે. ડાર્વિનના મંતવ્ય મુજબ આ પ્રવાલદ્વીપની રચનામાં વચ્ચે…
વધુ વાંચો >કાયનાઇટ
કાયનાઇટ : રા. બં. – Al2O3.SiO2; સ્ફ. વ. – ટ્રાયક્લિનિક; સ્વ. – ચપટા, લાંબા પાનાકાર સ્ફટિક, વિકેન્દ્રિત તંતુમય કે દળદાર; રં. – સામાન્યત: વાદળી, ક્યારેક સફેદ રાખોડી, લીલો, પીળો કે લગભગ કાળો; સં. – પિનેકોઇડને સમાંતર; ચ. – સંભેદ સપાટી પર મૌક્તિક, કાચમય; ચૂ. – સફેદ; ક. – જુદી જુદી…
વધુ વાંચો >કાર્નેલિયન
કાર્નેલિયન : સૂક્ષ્મ સ્ફટિકમય ક્વાર્ટ્ઝનો પ્રકાર. આ ખનિજ રાતા કે પીળાશ પડતા રાતા રંગનો પારભાસકથી અર્ધપારદર્શક કેલ્સિડોની સિલિકાનો પ્રકાર છે. તે લાલથી કેસરી લાલ રંગમાં મળે છે. અર્ધકીમતી ખનિજ તરીકે ઝવેરાતમાં તેનો ઉપયોગ થાય છે. આ ખનિજ જ્વાળામુખી ખડકોનાં કોટરોમાં તેમજ કૉંગ્લોમરેટ ખડકમાં ગોળાશ્મ સ્વરૂપે જોવા મળે છે. દક્ષિણ ગુજરાતના…
વધુ વાંચો >કાર્નોટાઇટ
કાર્નોટાઇટ : રા. બં. – K2(UO2)2(VO4)2 1-3H2O; સ્ફ. વ. – મૉનોક્લિનિક; સ્વ. – ર્હોમ્બોઇડલ કે ડાયમંડ આકારના ‘b’ અક્ષ પર લંબાયેલા ચપટા સૂક્ષ્મ સ્ફટિકો વેરવિખેર જથ્થામાં, આવરણ સ્વરૂપે, ચૂર્ણ સ્વરૂપે અથવા સૂક્ષ્મ સ્ફટિકમય સમૂહ તરીકે; રં. – સોનેરી કે ખુલ્લો લાલાશ પડતો પીળો; સં. – (001) સ્વરૂપને સમાંતર સુવિકસિત, અબરખની…
વધુ વાંચો >