Geography
ડિંગલનો ઉપસાગર
ડિંગલનો ઉપસાગર : આયર્લૅન્ડ દેશના કેરી પરગણામાં આવેલો ઉપસાગર. દેશના નૈર્ઋત્યના દરિયાકાંઠે આશરે 52° ઉ. અક્ષાંશવૃત્ત અને 10° પ. રેખાંશવૃત્ત પર આવેલો છે. આયર્લૅન્ડનો આ પહાડી સમુદ્રતટ ભૂતકાળમાં હિમનદીઓના લાંબા સમયના ભારે ધોવાણથી અત્યંત ખાંચાખૂંચીવાળો બનેલો છે અને ઍટલાન્ટિક મહાસાગરના એક ભાગ રૂપે એક ખાંચામાં તેની રચના થઈ છે. ઉપસાગરની…
વધુ વાંચો >ડિંડિગુલ
ડિંડિગુલ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યનું શહેર. તે મદુરાઈ જિલ્લામાં આશરે 10° 11´ ઉ. અક્ષાંશવૃત્ત અને 77° 58´ પૂ. રેખાંશવૃત્ત પર આવેલું છે. ‘ટિન્ટુકલ’ શબ્દ પરથી તેનું નામ ઊતરી આવેલું છે. એનો અર્થ ‘ઉઘાડી કે ખુલ્લી ટેકરી’ થાય છે. આ ટેકરી પર વિજયનગર સામ્રાજ્યના સમયગાળા(1336–1565)માં કિલ્લો બંધાયેલો જેનો ઉપયોગ સત્તરમીથી…
વધુ વાંચો >ડીગ
ડીગ : રાજસ્થાનના ભરતપુર જિલ્લાનું વડું વહીવટી મથક તથા પ્રસિદ્ધ ઐતિહાસિક નગર. તે 27° 28´ ઉ. અ. તથા 77° 22´ પૂ. રે. પર આવેલું છે. તેનું પ્રાચીન નામ દીર્ઘ અથવા દીર્ઘપુર હતું. ‘સ્કંદપુરાણ’ તથા ‘ભાગવતમાહાત્મ્ય’ વગેરે ગ્રંથોમાં તેનો ઉલ્લેખ થયો છે. તે ભરતપુરથી 32 કિમી. ઉત્તરે તથા મથુરાથી 35.2 કિમી.…
વધુ વાંચો >ડીસા
ડીસા : ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલો તાલુકો અને તાલુકામથક. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 24 15´ ઉ. અ. અને 72 11´ પૂ. રે. પર સ્થિત છે. બનાસ નદીના પૂર્વ કાંઠે આ શહેર વસેલું છે. આ શહેર પાલનપુરથી 29 કિમી. દૂર છે. તેની પૂર્વ દિશાએ દાંતીવાડા અને પાલનપુર તાલુકો, ઉત્તરે…
વધુ વાંચો >ડુન્ડાસ
ડુન્ડાસ : ગુજરાતમાં ઐતિહાસિક મહત્વ ધરાવતું મૈત્રકકાલીન ગામ. તે 21° 5´ ઉ. અ. અને 71° – 35´ પૂ. રે. ઉપર ભાવનગર જિલ્લામાં મહુવાથી વાયવ્ય ખૂણે 13 કિમી. અને અમૃતવેલ રેલવે સ્ટેશનથી 2 કિમી. દૂર આવેલું છે. ઇતિહાસ : આ ગામ ઘણું પ્રાચીન છે અને તેની સાથે ધ્રુવસેન 1ની (ઈ. સ.…
વધુ વાંચો >ડુસલ્ડૉર્ફ
ડુસલ્ડૉર્ફ : જર્મનીના નૉર્થ રહાઇન વેસ્ટફાલિયા (North Rhine-Westphalia) રાજ્યનું પાટનગર તેમજ રહાઇન-રુહર ઔદ્યોગિક વિસ્તારનું અગત્યનું કેન્દ્ર. તે લગભગ 51° 12´ ઉ. અક્ષાંશ અને 6° 47´ પૂ. રે. પર આવેલું છે. શહેરના નામનો અર્થ ‘ડુસલ નદી પરનું ગામ’ એવો થાય છે. તેની વસ્તી 6,20,523 જ્યારે બૃહદ શહેરની વસ્તી 12,20,000 (2020) હતી.…
વધુ વાંચો >ડુંગરપુર
ડુંગરપુર : રાજસ્થાનનો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે દક્ષિણ અરવલ્લી પર્વતશ્રેણીમાં આવેલો છે. વગડાનો પ્રદેશ હોવાથી તે વાગડ પ્રદેશ તરીકે ઓળખાય છે અને તેમાં ડુંગરપુર ઉપરાંત વાંસવાડા જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવે છે. શિલાલેખોમાં તેનો ઉલ્લેખ ‘વાગ્વર’ તરીકે કરવામાં આવ્યો છે. ભૌગોલિક સ્થાન : 23o 50’ ઉ.…
વધુ વાંચો >ડૂબક બખોલ
ડૂબક બખોલ (sink hole) : ચૂનાખડકોના પ્રદેશોમાં અમુક સ્થાનોમાં ધોવાણની લાંબા ગાળાની એકધારી અસરને કારણે તેમજ દ્રાવણની રાસાયણિક ક્રિયાને કારણે ખડકની ભૂમિસપાટીથી નીચે તરફ તૈયાર થયેલી, ઊંડા વિભાગો સાથે સંપર્ક ધરાવતી બખોલ. તેમાં ઊતરતું પાણી નીચે તરફ જાય, અર્દશ્ય પણ થઈ જાય, પરંતુ પ્રવેશમાર્ગ ક્યારેક, જો અવરોધાઈ જાય તો તેમાં…
વધુ વાંચો >ડેનમાર્ક
ડેનમાર્ક : સ્કૅન્ડિનેવિયન દેશો પૈકી ઉત્તર યુરોપનો સૌથી નાનો દેશ. તે 54°થી 58° ઉ. અ. અને 8°થી 13° પૂ. રે. વચ્ચે આવેલો છે. જટલૅન્ડ દ્વીપકલ્પ અને 500 નાનામોટા ટાપુઓ સહિત તેનું કુલ ક્ષેત્રફળ 43,098 ચોકિમી. છે. સૌથી મોટો ટાપુ ફેરો સ્કૉટલૅન્ડની ઉત્તરે 375 કિમી. દૂર છે. રાજધાની કોપનહેગન ઉપરાંત તેનાં…
વધુ વાંચો >ડેનમાર્કની સામુદ્રધુની
ડેનમાર્કની સામુદ્રધુની : અંશત: આર્ક્ટિક સર્કલની અંદર આવેલી સામુદ્રધુની. ભૌગોલિક સ્થાન : 67o ઉ. અ. અને 25o પૂ. રે.. તે પશ્ચિમ ગ્રીનલૅન્ડ અને પૂર્વ આઇસલૅન્ડની વચ્ચે આવેલી છે. તેના સૌથી સાંકડા ગાળેથી 290 કિમી. પહોળી છે. ગ્રીનલૅન્ડથી ઍટલાન્ટિકના ખુલ્લા સમુદ્ર સુધીના 330 કિમી. સુધી તે ફેલાયેલી છે. પૂર્વ ગ્રીનલૅન્ડનો ઠંડો…
વધુ વાંચો >