Geography

ઓરિનોકો

ઓરિનોકો : દ. અમેરિકામાં આવેલા વેનેઝુએલા દેશમાં વિષુવવૃત્તની નજીકની લગભગ 2,560 કિમી. લાંબી નદી. પાણીના જથ્થાના સ્રાવમાં દુનિયાની બધી નદીઓમાં તેનો ક્રમ આઠમો છે. એક અંદાજ મુજબ તે દર સેકન્ડે સરેરાશ 16,980 ઘનમીટર પાણી આટલાન્ટિક મહાસાગરમાં ઠાલવે છે. વેનેઝુએલાના દક્ષિણ ભાગમાં આવેલા ગિયાનાના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળીને શરૂઆતમાં તેનું વહેણ ઉત્તર…

વધુ વાંચો >

ઓરિસા (ઓડિશા)

ઓરિસા (ઓડિશા) ભારતમાં પૂર્વદિશાએ અને અગ્નિખૂણા પર દરિયાકિનારે આવેલું રાજ્ય. સ્થાન અને સીમા : 170 48′ અને 220 ૩4′ ઉ. અ. અને 810 42′ અને 870 29′ પૂ. રે. વચ્ચે આવેલા ઓરિસા કે ઉડિસાનો કેટલોક ભાગ કલિંગ, ઓડ્ર અને ઉત્કલ તરીકે ઓળખાતો હતો. તેનું ક્ષેત્રફળ 1,55,707 ચો.કિમી. છે. વસ્તી :…

વધુ વાંચો >

ઓરેગોન

ઓરેગોન : સંયુક્ત અમેરિકાના વાયવ્ય ખૂણે પૅસિફિક સમુદ્રના કિનારે આવેલું રાજ્ય. તે 440 00′ ઉ. અ. અને 1210 00′ પ. રે.ની આજુબાજુ વિસ્તરેલ છે. બીવર રાજ્ય (Beaver state) તરીકે જાણીતા થયેલા આ રાજ્યનું નામ ફ્રેંચ શબ્દ ‘Ouragan’ એટલે ‘પ્રચંડ તોફાન’ પરથી પડ્યું હોય તેવો સંભવ છે. તે પૂર્વથી પશ્ચિમ તરફ…

વધુ વાંચો >

ઓર્કની

ઓર્કની :  સ્કૉટલૅન્ડથી ઉત્તરે તેના ઈશાન કાંઠા નજીક 32 કિમી. દૂર પેન્ટલૅન્ડ ફર્થ તરીકે ઓળખાતી સામુદ્રધુનીમાં આવેલા 70 ઉપરાંત ટાપુઓનો સમૂહ. ભૌ. સ્થાન 590 ઉ. અ. અને 30 પ. રે. આ ટાપુઓ સમુદ્રસપાટીથી ઓછી ઊંચાઈવાળા તેમજ વૃક્ષવિહીન છે. અખાતી પ્રવાહ અહીંથી પસાર થતો હોવાથી આબોહવા સૌમ્ય રહે છે. તે પૈકી…

વધુ વાંચો >

ઓર્મુઝ

ઓર્મુઝ (Hormuz) : ઓર્મુઝની સામુદ્રધુની ઉપરનો ઈરાનમાં આવેલો એ નામનો ટાપુ. ભૌગોલિક સ્થાન : 260 34′ ઉ. અ. અને 560 15′ પૂ. રે. વિસ્તાર 41 ચોકિમી. બંદર અબ્બાસથી પૂર્વમાં આશરે 80 કિમી. દૂર આધુનિક મિનાબ શહેરની નજીક ઓર્મુઝ શહેર આવેલું હતું. ઓર્મુઝની સામુદ્રધુની ઓમાનના અખાતને પર્શિયન અખાત સાથે સાંકળે છે.…

વધુ વાંચો >

ઑર્લેન્ડો

ઑર્લેન્ડો : યુ.એસ.ના ફ્લોરિડા રાજ્યના મધ્યવિસ્તારમાં આવેલા ઑરેન્જ પરગણાનું ઔદ્યોગિક મથક. ભૌ. સ્થાન : 280 32′ ઉ. અ. 810 22′ પ. રે.. 1844ના અરસામાં લશ્કરના એક થાણાના વસવાટમાંથી આ નગર ઊભું થયું હતું; તેને 1856માં પરગણાના મથક તરીકે તથા 1875માં નગર તરીકે માન્યતા આપવામાં આવી હતી. તેનું મૂળ નામ જર્નિગન…

વધુ વાંચો >

ઓલેનેક

ઓલેનેક : રશિયાના મધ્ય સાઇબીરિયાના ઉચ્ચપ્રદેશ પર આવેલી નદી. તે બુકોચન પર્વતમાળાના દક્ષિણ ઢાળ પરથી વહે છે. તે કુલ 2,270 કિમી. લાંબી છે તથા તેના જળપ્રવાહનો કુલ વિસ્તાર 2,19,000 ચોકિમી. છે. તે મુખ્યત્વે રશિયાના યાકુત સ્વાયત્ત સોવિયેત સમાજવાદી પ્રજાસત્તાકના પ્રદેશમાં વહે છે. સુખાના સુધીનો તેનો પ્રવાહ નૌકાવહનક્ષમ છે. તેનો ઉપલો…

વધુ વાંચો >

ઓસમ

ઓસમ : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પાટણવાવ નજીક આવેલો 305 મી. ઊંચો પર્વત. આ પર્વત ઉપલેટાથી 10 કિમી. અને ધોરાજીથી 21 કિમી. નૈર્ઋત્યે આવેલ છે. ઓસમની ટોચે જૂના કિલ્લાના અવશેષો તથા ત્રણ તળાવો છે. ટોચ ઉપર ખત્રીઓની કુળદેવી માત્રી માતાનું મંદિર છે. અગાઉ માત્રી માતાને નરબલિ અપાતો હતો અને વનવાસ…

વધુ વાંચો >

ઓસાકા

ઓસાકા : જાપાનનાં પ્રાચીન નગરોમાંનું એક. દેશનું બીજા ક્રમનું મોટું શહેર. ઉદ્યોગ-વ્યાપારનું ગંજાવર કેન્દ્ર તથા દક્ષિણ હોન્શુ ટાપુના ઓસાકા પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 340 30’ ઉ. અ. અને 1350 30’ પૂ. રે.. ઓસાકા, કોબે તથા ક્યોટો આ ત્રણેના સંયુક્ત ઔદ્યોગિક વિસ્તારને કાઇહાનશીન અથવા કિંકી નામથી ઓળખવામાં આવે છે. આ…

વધુ વાંચો >

ઑસ્ટ્રિયા

ઑસ્ટ્રિયા મધ્યયુરોપનાં આધુનિક રાષ્ટ્રો પૈકીનું એક ભૂમિબંદીસ્ત રાષ્ટ્ર. ભૌ. સ્થાન : 470 20′ ઉ. અ. અને 130 20′ પૂ. રે.. તેનું ક્ષેત્રફળ લગભગ 83,850 ચોકિમી. અને વસ્તી 8.64 લાખ (2017) છે. વસ્તીગીચતા દર ચોકિમી.એ 96.5 છે. તેની પશ્ચિમે સ્વિટ્ઝર્લૅન્ડ, પૂર્વે હંગેરી, ઉત્તરે જર્મની અને ચેકોસ્લોવૅકિયા તથા દક્ષિણે ઇટાલી અને યુગોસ્લાવિયા…

વધુ વાંચો >