Geography

માળિયા-મિયાણા

માળિયા-મિયાણા : રાજકોટ જિલ્લામાં ઉત્તર તરફ આવેલો તાલુકો અને તે જ નામ ધરાવતું તાલુકામથક. તે કચ્છની સરહદ નજીક આવેલો છે. ભૌગોલિક સ્થાન : તે 23° 00´ ઉ. અ. અને 70° 45´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 770 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. 1991 મુજબ આ તાલુકાની વસ્તી 62,777 જેટલી છે અને…

વધુ વાંચો >

માંગરોળ

માંગરોળ : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મત્સ્ય-ઉદ્યોગ માટે જાણીતું લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 21° 07´ ઉ. અ. અને 70 07´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 566 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માણાવદર, પૂર્વે કેશોદ અને માળિયા તાલુકાઓ, દક્ષિણે…

વધુ વાંચો >

માંગરોળ – મોટા મિયાં

માંગરોળ – મોટા મિયાં : સૂરત જિલ્લાનો તાલુકો  તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 25´ ઉ. અ. અને 73° 15´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. મોટા મિયાંની દરગાહના કારણે આ તાલુકાનું ઉપર પ્રમાણેનું નામ પડેલું છે. તેનો કુલ વિસ્તાર 78,367 હેક્ટર છે. તાલુકામાં…

વધુ વાંચો >

માંડલે

માંડલે : મ્યાનમાર(બ્રહ્મદેશ)ની મધ્યમાં, ઇરાવદી નદીને કિનારે આવેલું શહેર. વસ્તીની ર્દષ્ટિએ રંગૂન, હવે યાંગોન પછી તે બીજા ક્રમે આવે છે. ભૌગોલિક સ્થાન : 22° 00´ ઉ. અ. અને 96° 06´ પૂ. રે.. આ શહેર ઇરાવદી અને તેની સહાયક નદીઓના કાંપથી જમાવટ પામેલા વિસ્તારમાં આવેલું હોવાથી અહીં સમતળ મેદાની પ્રદેશ નિર્માણ…

વધુ વાંચો >

માંડવી

માંડવી : ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મધ્યમ કક્ષાનું બંદર. ભૌગોલિક સ્થાન : તે 22° 50´ ઉ. અ. અને 69° 20´ પૂ. રે.. આજુબાજુનો 1,42,538 હેક્ટર વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નખત્રાણા, ઈશાનમાં ભુજ, પૂર્વમાં મુંદ્રા, પશ્ચિમે અબડાસા તાલુકાઓ તથા દક્ષિણે અરબી…

વધુ વાંચો >

માંડ્યા

માંડ્યા : કર્ણાટક રાજ્યના દક્ષિણ વિભાગના મધ્ય પટ્ટામાં આવેલો જિલ્લો. તે 12° 13´થી 13° 04´ ઉ. અ. અને 76° 19´થી 77° 20´ પૂ. રે. વચ્ચેનો 4,961 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર અને ઈશાનમાં તુમકુર, પૂર્વમાં બૅંગાલુરુ, દક્ષિણ અને નૈર્ઋત્યમાં ચામરાજનગર, મૈસૂર તથા પશ્ચિમ અને વાયવ્યમાં હસન જિલ્લાઓ…

વધુ વાંચો >

મિઝો ટેકરીઓ

મિઝો ટેકરીઓ : મિઝોરમ રાજ્યમાં આવેલી ટેકરીઓ. જૂનું નામ લુશાઈ ટેકરીઓ. તે ઉત્તર આરાકાન યોમા પર્વત સંકુલનો એક ભાગ રચે છે. ભારત–મ્યાનમાર સરહદે આવેલી પતકાઈ હારમાળાનું દક્ષિણતરફી વિસ્તરણ મિઝો ટેકરીઓથી બનેલું છે. આ ટેકરીઓની સરેરાશ ઊંચાઈ 900 મીટરની છે. મિઝોરમ રાજ્યના અગ્નિભાગમાં આવેલા બ્લૂ પર્વતનું શિખર 2,165 મીટરની ઊંચાઈ ધરાવતું…

વધુ વાંચો >

મિઝોરમ

મિઝોરમ : ભારતની ઈશાન દિશામાં ઈ. સ. 1987થી અસ્તિત્વમાં આવેલું 23મું રાજ્ય. સ્થાનિક ભાષામાં ‘મિઝો’ શબ્દનો અર્થ ‘ડુંગરવાસીઓ’ (highlanders) તેમજ આ રાજ્યના નામનો અર્થ ‘ડુંગરવાસીઓનો પ્રદેશ’ એવો થાય છે. તેની રાજધાની ઐઝવાલ છે. તે પૂર્વમાં અને દક્ષિણમાં મ્યાનમાર (બર્મા) તેમજ પશ્ચિમમાં બાંગ્લાદેશ વચ્ચે વિસ્તરેલું છે, તેથી વ્યૂહાત્મક ર્દષ્ટિએ તેનું સ્થાન…

વધુ વાંચો >

મિડવે ટાપુ

મિડવે ટાપુ : પૅસિફિક મહાસાગરમાં હૉનોલૂલૂથી વાયવ્યમાં 2090 કિમી.ને અંતરે આવેલ ટાપુ. ભૌગોલિક સ્થાન : 28° 13´ ઉ. અ. અને 177° 22´ પ. રે.. વાસ્તવમાં તે બે ટાપુઓથી બનેલો છે. આ બંને ટાપુઓ 10 કિમી.ના વ્યાસવાળા કંકણાકાર પ્રવાળદ્વીપમાં આવેલા છે. તેમનો વિસ્તાર માત્ર 5 ચોકિમી. જેટલો છે. તેના દરિયાકિનારાની લંબાઈ…

વધુ વાંચો >

મિદનાપુર

મિદનાપુર : જુઓ મેદિનીપુર.

વધુ વાંચો >