Geography
ભુતાન
ભુતાન : દક્ષિણ-મધ્ય એશિયાનો રાજાશાહી દેશ. તે બધી બાજુએથી ભૂમિપ્રદેશોથી ઘેરાયેલો છે. તેનું સત્તાવાર રાષ્ટ્રીય નામ ડ્રુક યુલ (Druk Yul) છે. અંગ્રેજો આ દેશને ‘The Land of Thunder Dragon’ તરીકે ઓળખતા. સ્થાન-સીમા-વિસ્તાર : આ દેશ 26° 45´થી 28° ઉ. અ. અને 89°થી 92° પૂ. રે. વચ્ચેનો આશરે 47,000 ચોકિમી. જેટલો…
વધુ વાંચો >ભુવનેશ્વર (શહેર)
ભુવનેશ્વર (શહેર) : ઓરિસા રાજ્યનું પાટનગર અને મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 21° 15´ ઉ. અ. અને 85° 50´ પૂ. રે. તે ઓરિસાના પુરી જિલ્લામાં ઈશાન ભાગમાં, કોલકાતાથી નૈર્ઋત્યમાં 386 કિમી.ને અંતરે આવેલું છે અને કોલકાતા-ચેન્નઈ રાષ્ટ્રીય ધોરી માર્ગ પરનું તેમજ દક્ષિણ-પૂર્વીય રેલવિભાગ પરનું મુખ્ય મથક છે. મહાનદીના ત્રિકોણ-પ્રદેશના મથાળે…
વધુ વાંચો >ભુસાવળ
ભુસાવળ : મહારાષ્ટ્ર રાજ્યના જલગાંવ જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 21° 03´ ઉ. અ. અને 75° 46´ પૂ. રે. તે સાતપુડા હારમાળા અને દખ્ખણના ઉચ્ચપ્રદેશની અજંતા હારમાળાની વચ્ચે તાપી નદી પર આવેલું છે. મુંબઈથી કોલકાતા અને અલાહાબાદ તરફ જતા મુખ્ય રેલ અને સડકમાર્ગો અહીં થઈને પસાર થાય છે. નજીકના…
વધુ વાંચો >ભૂઆકૃતિવિજ્ઞાન
ભૂઆકૃતિવિજ્ઞાન (geomorphology) : પૃથ્વીની સપાટી પરનાં ભૂમિસ્વરૂપો કે ભૂમિઆકારો(landforms)નું વર્ણન કરતું વિજ્ઞાન. તે જુદાં જુદાં ભૂમિસ્વરૂપોની ઉત્પત્તિ (રચના) અને ઇતિહાસની સમજ આપે છે. તેનો પદ્ધતિસરનો અભ્યાસ કરવાથી ક્રમબદ્ધ રચાયેલા ખડકસ્તરોનો ખ્યાલ આવી શકે છે, તદુપરાંત તેમના ઉપર થતો ઘસારો, ખવાણ, ધોવાણ તેમજ અન્ય પ્રક્રિયાઓનો તાગ મેળવી શકાય છે. આ બધી…
વધુ વાંચો >ભૂકેન્દ્રીય ભાગ
ભૂકેન્દ્રીય ભાગ : જુઓ પૃથ્વી
વધુ વાંચો >ભૂક્ષરણ
ભૂક્ષરણ (soil erosion) : ભૂમિના ઉપરિ સ્તરની નષ્ટ થવાની ક્રિયા. આ ઉપરિસ્તર કૃષિ માટે આવશ્યક છે. તેની રચના અને ફળદ્રૂપતા પાકની રોપણી અને ઉત્પાદન સાથે સંકળાયેલી છે. વનસ્પતિને જરૂરી ખનિજ તત્વો અને કાર્બનિક પદાર્થો ઉપરિસ્તરમાં આવેલાં હોય છે. તે 3થી 4 ફૂટ સુધી જાડું હોય છે. આ સ્તરને વનસ્પતિનું પોષક…
વધુ વાંચો >ભૂગર્ભ
ભૂગર્ભ : જુઓ પૃથ્વી
વધુ વાંચો >ભૂગર્ભ ઉષ્ણતા-આંક
ભૂગર્ભ ઉષ્ણતા-આંક : જુઓ પૃથ્વી
વધુ વાંચો >ભૂગર્ભીય સરોવર
ભૂગર્ભીય સરોવર : હિમાવરણ હેઠળ ઢંકાયેલું સરોવર. દક્ષિણ ધ્રુવખંડ-ઍન્ટાર્ક્ટિકાના હિમાવરણ હેઠળ ઢંકાયેલું આ સરોવર અભિયાનકારી વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે. રશિયન અને ફ્રેન્ચ વૈજ્ઞાનિકોએ અહીંથી જે નમૂના મેળવ્યા છે તે 4,20,000 વર્ષ જૂના છે એવો વૈજ્ઞાનિકોનો દાવો છે. તેમના મત મુજબ, આ સરોવરનું જળ 5 લાખથી 10 લાખ વર્ષ પુરાણું હોવાની…
વધુ વાંચો >ભૂગોળ
ભૂગોળ : પૃથ્વીની સપાટી પરનાં અનેકવિધ લક્ષણોની માહિતી આપતું શાસ્ત્ર. ગુજરાતી ભાષામાં રૂઢ થઈ ગયેલો ‘ભૂગોળ’ શબ્દ પૃથ્વી ગોળ છે એવા શાબ્દિક અર્થ સિવાય કોઈ વૈજ્ઞાનિક અર્થ કે હેતુનો નિર્દેશ કરતો નથી, પરંતુ તેના અંગ્રેજી પર્યાય ‘geography’ દ્વારા વિષયની યથાર્થ સમજ મેળવી શકાય છે. ઈ. પૂ. બીજી સદીમાં ઇરેટોસ્થિનિસે સર્વપ્રથમ…
વધુ વાંચો >