Geography
ભદ્રેશ્વર (ભદ્રેસર)
ભદ્રેશ્વર (ભદ્રેસર) : કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં આવેલું પ્રસિદ્ધ જૈન તીર્થધામ. ભૌગોલિક સ્થાન : 23° 00´ ઉ. અ. અને 69° 45´ પૂ. રે. પ્રાચીન કાળમાં તે ભદ્રાવતી તરીકે ઓળખાતું હતું. કચ્છના અખાત પર મુંદ્રાથી ઈશાન ખૂણે 22 કિમી.ને અંતરે તે આવેલું છે. તેનો ‘વેલાકુલ’ એટલે બંદર તરીકેનો ઉલ્લેખ સિદ્ધરાજ જયસિંહના…
વધુ વાંચો >ભરતપુર
ભરતપુર : રાજસ્થાનના પૂર્વભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 43´થી 27° 50´ ઉ. અ. અને 76° 53´થી 77°47´ પૂ. રે. વચ્ચેનો 5,066 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હરિયાણાનો ગુરગાંવ જિલ્લો, પૂર્વમાં મથુરા અને આગ્રા જિલ્લાઓ, દક્ષિણમાં ધોલપુર અને સવાઈ…
વધુ વાંચો >ભરતી-ઓટ
ભરતી-ઓટ : ચંદ્ર-સૂર્યના ગુરુત્વાકર્ષણથી સમુદ્ર-સપાટીમાં થતી નિયમિત ચઢઊતરની ઘટના. આ ઘટનામાં સમુદ્રના પાણીનો જુવાળ કિનારા તરફ અમુક ચોક્કસ સમયને અંતરે નિયમિત રીતે ધસી આવે છે, ત્યારે જળસપાટી ઊંચી થાય છે; ત્યારબાદ સમુદ્રનાં પાણી જ્યારે સમુદ્ર તરફ પાછાં વળે છે ત્યારે જળસપાટી નીચી જાય છે. સરેરાશ સમુદ્રસપાટીથી પાણીની ઊંચાઈ વધે તેને…
વધુ વાંચો >ભરૂચ (જિલ્લો)
ભરૂચ (જિલ્લો) : ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 24´થી 22° 17´ ઉ. અ. અને 72° 22´થી 73° 59´ પૂ. રે. વચ્ચેનો, નર્મદા જિલ્લા સહિતનો, 9,038 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ખેડા અને વડોદરા જિલ્લા, પૂર્વ…
વધુ વાંચો >ભંડારા (જિલ્લો)
ભંડારા (જિલ્લો) : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21 10 ´ ઉ. અ. અને 79 39´ પૂ. રે. પર સ્થિત છે. તેનો વિસ્તાર આશરે 3,717 ચો.કિમી. છે. આ જિલ્લાની ઉત્તરે મધ્યપ્રદેશ રાજ્યનો બાલાઘાટ જિલ્લો, પૂર્વે ગોંદિયા અને પશ્ચિમે નાગપુર જિલ્લો, દક્ષિણે ચંદ્રપુર જિલ્લો જ્યારે…
વધુ વાંચો >ભાગલપુર
ભાગલપુર : બિહાર રાજ્યના ભાગલપુર વિભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 15´ ઉ. અ. અને 87° 00´ પૂ. રે. આજુબાજુનાં 2,568.8 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માધેપુરા, પૂર્ણિયા અને કતિહાર જિલ્લા, પૂર્વમાં સાહિબગંજ અને ગોડ્ડા જિલ્લા, દક્ષિણમાં ગોડ્ડા અને…
વધુ વાંચો >ભાટપરા
ભાટપરા : પશ્ચિમ બંગાળ રાજ્યના ઉત્તર ચોવીસ પરગણા જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : તે 22° 52´ ઉ. અ. અને 88° 24´ પૂ. રે. પર હુગલી નદીને પૂર્વ કાંઠે વસેલું છે. હુગલી નદીના પશ્ચિમ કાંઠા નજીક આવેલું ચુંચુલા શહેર તેની સાથે પાકા રસ્તાથી જોડાયેલું છે. કૉલકાતા અહીંથી 50 કિમી. અંતરે…
વધુ વાંચો >ભાણવડ
ભાણવડ : ગુજરાત રાજ્યના જામનગર જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું નગર. સ્થાન-સીમા-વિસ્તાર : તે આશરે 21° 50´ થી 22° 70´ ઉ. અ. અને 69° 30´ થી 69° 50´ પૂ. રે. વચ્ચેનો 731.9 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે લાલપુર, પૂર્વ તરફ જામજોધપુર તાલુકા, દક્ષિણે પોરબંદર જિલ્લો,…
વધુ વાંચો >ભાદર
ભાદર : સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી. તે રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓમાંથી પસાર થાય છે. તેની કુલ લંબાઈ 193.12 કિમી. જેટલી છે. જસદણથી ઉત્તરે આવેલા મદાવા ડુંગરમાંથી નીકળીને જેતપુર સુધી તે વેગીલા પ્રવાહ સાથે વહે છે. જેતપુરથી દક્ષિણે જમણી બાજુએથી તેને કરનાલ નદી મળે છે. જેતપુરથી કુતિયાણા સુધી તે પશ્ચિમ…
વધુ વાંચો >ભાબુઆ (શહેર)
ભાબુઆ (શહેર) : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા કૈમૂર જિલ્લાનું પાટનગર. તે આશરે 25 05´ ઉ. અ. અને 83 62´ પૂ. રે. પર સ્થિત છે. તેનું ક્ષેત્રફળ 12 ચો.કિમી. છે. તે સમુદ્ર સપાટીથી આશરે 76 મીટર ઊંચાઈએ આવેલું છે. તેની વસ્તી 2025 મુજબ આશરે 71,000 જેટલી છે. અહીં હિંદુઓની વસ્તી…
વધુ વાંચો >