Geography

બૅન્ટ્રી ઉપસાગર

બૅન્ટ્રી ઉપસાગર : આયર્લૅન્ડના નૈર્ઋત્ય કિનારે કૉર્ક પરગણા નજીક ભૂમિભાગમાં પ્રવેશેલો ઉત્તર ઍટલાન્ટિક મહાસાગરનો ફાંટો. તેની મહત્તમ લંબાઈ 48 કિમી. અને મુખભાગ આગળની પહોળાઈ 16 કિમી. જેટલી છે. આ ઉપસાગર ઉત્તર તરફ આવેલા કાહા દ્વીપકલ્પને દક્ષિણ તરફના શિપ્સહેડ દ્વીપકલ્પથી અલગ કરે છે. તે લગભગ ત્રણ બાજુએ પર્વતોથી વીંટળાયેલો છે. 1689…

વધુ વાંચો >

બેન્ડિગો

બેન્ડિગો : ઑસ્ટ્રેલિયાના ખંડના વિક્ટોરિયા રાજ્યમાં ઉત્તર તરફ આવેલું  શહેર. મૂળ નામ સૅન્ડહર્સ્ટ. ભૌગોલિક સ્થાન : 36° 46´ દ. અ. અને 144° 17´ પૂ. રે. મેલબૉર્નથી ઉત્તરમાં 150 કિમી. અંતરે તે આવેલું છે. ઑસ્ટ્રેલિયન આલ્પ્સનું નૈર્ઋત્ય વિસ્તરણ રચતા ઓછી ઊંચાઈવાળા પર્વતોના ઉત્તર ઢોળાવો પર તે વસેલું છે. બેન્ડિગોની આબોહવા સૂકી…

વધુ વાંચો >

બૅફિન ઉપસાગર

બૅફિન ઉપસાગર : ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર ધ્રુવવૃત્તથી ઉત્તર તરફ ગ્રીનલૅન્ડ અને બૅફિન ટાપુ વચ્ચે આવેલો અંડાકારમાં પથરાયેલો ઉપસાગર. ભૌગોલિક સ્થાન : 70° ઉ. અ. અને 60´ પ. રે.ની આજુબાજુનો વિસ્તાર. તેની ઉત્તરે સ્મિથ સાઉન્ડ, પશ્ચિમે લૅન્કેસ્ટર સાઉન્ડ તથા દક્ષિણે ડૅવિડની સામુદ્રધુની આવેલી છે. ઉત્તર તથા પશ્ચિમ તરફથી જળવહન દ્વારા આ…

વધુ વાંચો >

બૅફિન ટાપુ

બૅફિન ટાપુ : આર્ક્ટિક વિસ્તારમાં આવેલો ટાપુ. સ્થાન : 70° ઉ. અ. અને 70° પ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. ઉત્તર ધ્રુવવૃત્ત તેની મધ્યમાંથી પસાર થાય છે. તેની ઉત્તરમાં કેટલાક ટાપુઓ સહિત આર્ક્ટિક મહાસાગર, દક્ષિણે હડસનની સામુદ્રધુની સહિત લાબ્રાડૉરનો ભૂમિભાગ, પૂર્વમાં ડેવિસની સામુદ્રધુની અને બૅફિન ઉપસાગર સહિત ગ્રીનલૅન્ડ અને પશ્ચિમે…

વધુ વાંચો >

બૅરન કોતર

બૅરન કોતર : ઑસ્ટ્રેલિયામાં ક્વીન્સલૅન્ડ રાજ્યના ઉત્તર ભાગમાં વહેતી બૅરન નદીએ કોતરી કાઢેલું ગર્તરૂપી કોતર. તે કુરાન્ડા તથા કૅર્ન્સ વચ્ચે ઍથર્ટન પઠારભૂમિ(tableland)થી દરિયા સુધી વિસ્તરેલું છે. કોતરની બંને બાજુઓ ઉગ્ર ઢોળાવવાળી છે અને આખુંય કોતર ગાઢ વર્ષાજંગલોથી આચ્છાદિત છે. નદીમુખથી 16 કિમી. ઉપરવાસમાં તેમજ કૅર્ન્સથી 18 કિમી.ને અંતરે બૅરન ધોધશ્રેણી…

વધુ વાંચો >

બેરિંગ સમુદ્ર

બેરિંગ સમુદ્ર : ઉત્તર પેસિફિક મહાસાગરને ઉત્તર છેડે આવેલો સમુદ્ર. તે અલાસ્કા અને સાઇબીરિયા વચ્ચે, એલ્યુશિયન ટાપુઓની ઉત્તર તરફ આવેલો છે. તેની ઉત્તર સીમા બેરિંગની સામુદ્રધુનીથી અને દક્ષિણ સીમા એલ્યુશિયન ટાપુઓથી પૂરી થાય છે. તેની પહોળાઈ આશરે 1,930 કિમી. જેટલી; લંબાઈ 1,530 કિમી. જેટલી તથા વિસ્તાર આશરે 23,00,000 ચોકિમી. જેટલો…

વધુ વાંચો >

બેરિંગ સામુદ્રધુની

બેરિંગ સામુદ્રધુની : એશિયા અને ઉત્તર અમેરિકી ખંડોને અલગ પાડતી 90 કિમી. પહોળાઈ ધરાવતો, 52 મીટરની મહત્તમ ઊંડાઈવાળો સાંકડો જળવિભાગ. ભૌગોલિક સ્થાન : 66° ઉ. અ. અને 170° પ. રે.ની આજુબાજુનો વિસ્તાર. પ્રાદેશિક સમય ગણતરીની અનુકૂળતા માટે આંતરરાષ્ટ્રીય તિથિ (દિનાંતર) રેખાને વાળીને આ સામુદ્રધુનીમાંથી પસાર કરવામાં આવેલી છે. તેની ઉત્તર…

વધુ વાંચો >

બૅરેન્ટ્સ ટાપુ

બૅરેન્ટ્સ ટાપુ : સ્વાલબાર્ડ દ્વીપસમૂહમાં પશ્ચિમ સ્પિટ્ઝબર્ગન અને એજ (Edge) ટાપુ વચ્ચે આવેલો નૉર્વેજિયન ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 78° 30´ 50´´ ઉ. અ. પર તથા 20° 10´થી 22° 20´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તે જિનીવ્રા ઉપસાગર અને હેલે સાઉન્ડ દ્વારા પશ્ચિમ સ્પિટ્ઝબર્ગનથી અલગ પડે છે, જ્યારે ફ્રીમૅન સામુદ્રધુની…

વધુ વાંચો >

બેરેન્ટ્સ સમુદ્ર

બેરેન્ટ્સ સમુદ્ર : આર્ક્ટિક મહાસાગરનો પૂર્વ તરફનો સમુદ્રીય વિભાગ. આ સમુદ્ર આશરે 67°થી 80° ઉ. અ. અને 18°થી 68° પૂ. રે. આજુબાજુ વિસ્તરેલો છે. તેની પૂર્વ સીમા નોવાયા-ઝેમલ્યાના જોડકા ટાપુઓથી, દક્ષિણ સીમા ઉત્તર રશિયાના આર્કાન્ગેલ કિનારાથી, નૈર્ઋત્ય સીમા કોલા દ્વીપકલ્પના મર્માન્સ્ક કિનારાથી, પશ્ચિમ સીમા બિયર ટાપુથી સ્વાલબાર્ડ ટાપુઓ અને સ્પિટ્સબર્ગનની…

વધુ વાંચો >

બેરો (નદી)

બેરો (નદી) : આયર્લૅન્ડના મધ્યભાગમાં આવેલી, સ્લીવ બ્લૂમ પર્વતમાળામાંથી નીકળતી નદી. તે ત્યાંથી અગ્નિ દિશા તરફ 190 કિમી. લંબાઈમાં વહીને વૉટરફર્ડ બારામાં ઠલવાય છે. બારા નજીક તે નૉર (Nore) અને શુર (Suir) નદીઓને મળે છે. જ્યાંથી તે નીકળે છે તે પર્વતપ્રદેશના ઉપરવાસમાં લીક્સ (Leix) અને ઑફાલી (Offaly) પરગણાંઓમાં પૂર્વ તરફ…

વધુ વાંચો >