Geography
આર્ડેનનું જંગલ (ઈન્ગલેન્ડ)
આર્ડેનનું જંગલ (ઈન્ગલેન્ડ) : ઇંગ્લૅંડના વૉરવિકશાયર અને પશ્ચિમ મિડ્લૅન્ડ્ઝમાં આવેલો જંગલ-વિસ્તાર. આ જંગલવિસ્તાર આશરે 30 કિમી. લાંબો અને 20 મી. પહોળો છે. તે સ્ટ્રૅટફર્ડ-અપૉન-એવનથી ઉત્તર તરફ બર્મિંગહામ સુધી વિસ્તરેલો છે. આ વિસ્તાર એક સમયે આજના કરતાં પણ ઘણો મોટો હતો. તેણે શેક્સપિયરને ‘As You Like It’ નાટક લખવા માટેની પાર્શ્વભૂમિરૂપ…
વધુ વાંચો >આર્થિક ભૂગોળ
આર્થિક ભૂગોળ : માનવીની આર્થિક પ્રવૃત્તિ પર પર્યાવરણની અસરનો અભ્યાસ દર્શાવતી ભૂગોળની એક શાખા. વિભિન્ન સ્થળકાળમાં પ્રવર્તતાં માનવજીવનનાં સામ્યભેદનું તેમજ વિવિધ પ્રદેશોની પ્રજાના આર્થિક જીવનની ભિન્ન ભિન્ન ભાતોનું વિશ્લેષણ ભૂગોળની આ શાખા દ્વારા થાય છે. મનુષ્યની આર્થિક પ્રવૃત્તિઓ પર તેના પર્યાવરણની મોટી અસર પડે છે. વિવિધ વ્યવસાયો અને તેમનું મહત્ત્વ…
વધુ વાંચો >આર્મેનિયા
આર્મેનિયા : સોવિયેત સંઘમાંથી સ્વતંત્ર થયેલો દેશ. ભૌગોલિક સ્થાન : આ દેશ આશરે 390 ઉ. અ.થી 410 ઉ. અ. અને 420 પૂ. રે.થી 470 પૂ. રે.ની વચ્ચે આવેલો છે. પતંગ-આકારે આવેલા આ દેશની વાયવ્યથી અગ્નિ દિશાની લંબાઈ આશરે 300 કિમી., જ્યારે પૂર્વથી પશ્ચિમ દિશાની પહોળાઈ આશરે 200 કિમી. જેટલી છે. તેનો…
વધુ વાંચો >આલસાસ-લૉરેઇનની સમસ્યા
આલસાસ-લૉરેઇનની સમસ્યા : ફ્રાન્સના પ્રદેશ આલસાસ-લૉરેઇનની સીમાને લગતી સમસ્યા. આલસાસ-લૉરેઇન ફ્રાન્સનો ડિસ્ટ્રિક્ટ છે. અલેમન્નોની ટોળીએ આલસાસમાં મુકામ કર્યો હતો. મેરોવિન્જિયન કુળના સ્થાપક અને ફ્રાન્સના રચયિતા ક્લોવિસે (481-511) અલેમન્નો પાસેથી આલસાસ જીતી લીધો. હોલી એમ્પાયરના સમયમાં તે તેનો એક ભાગ હતો. 1552ની એમ્બોર્ડની સંધિ દ્વારા લૉરેઇન અને આલસાસમાં ફ્રાન્સ પ્રવેશ્યું. 28એપ્રિલ…
વધુ વાંચો >આલાબામા
આલાબામા (Alabama) : યુ.એસ.ના અગ્નિકોણમાં આવેલું રાજ્ય. તે આશરે 310થી 350 ઉ. અ. અને 850થી 880 20´ પ. રે. વચ્ચેનો 1,34,700 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉ. દ. લંબાઈ 536 કિમી. અને પૂ. પ. પહોળાઈ 333 કિ.મી. જેટલી છે. તેની ઉત્તરે ટેનેસી, પૂર્વે જ્યૉર્જિયા, દક્ષિણે ફ્લૉરિડા તથા પશ્ચિમે…
વધુ વાંચો >આલ્પ્સ
આલ્પ્સ : દક્ષિણ મધ્ય યુરોપમાં કમાન આકારે આવેલું વિશાળ પર્વતસંકુલ. સ્થાન : આ પર્વતમાળા આશરે 430થી 480 ઉ. અ. અને 50થી 170 પૂ. રે. વચ્ચે આશરે 2,59,000 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. આલ્પ્સની હારમાળાનો પ્રારંભ નૈર્ઋત્યે કોલ-દ્-અલ્ટારે(colle-d´-Altare)થી થાય છે. અને ઈશાને ગોલ્ફો-ડી-જિનોવા (Golfo-di-Genova) અને પૂર્વમાં ઑસ્ટ્રિયામાં હોચસ્ચવાબ (Hochschwab) ખાતે પૂરી…
વધુ વાંચો >આલ્બેનિયા
આલ્બેનિયા : અગ્નિ યુરોપમાં આવેલું નાનું પહાડી રાષ્ટ્ર. ભૌગોલિક સ્થાન : તે આશરે 390 40´ થી 420 40´ ઉ. અ. અને 190 20´ થી 210 10´ પૂ. રે. વચ્ચેનો 28,748 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશની ઉત્તર-દક્ષિણ મહત્તમ લંબાઈ 346 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ પહોળાઈ 145 કિમી. જેટલી…
વધુ વાંચો >આશાપલ્લી
આશાપલ્લી : કર્ણાવતીની સ્થાપના પહેલાં તેની પાસે આશારાજે વસાવેલું ગામ. અહમદશાહે 1411માં અમદાવાદ વસાવ્યું તે પહેલાં સોલંકી રાજા કર્ણદેવ પહેલાએ (1064-1094) તેની નજીકમાં કર્ણાવતી વસાવેલી. અગિયારમી સદીના અરબ લેખકોએ એનો ‘આસાવલ’ તરીકે ઉલ્લેખ કર્યો છે. 1251ના એક અભિલેખમાં અને 1294ની એક હસ્તપ્રતની પુષ્પિકામાં આશાપલ્લીનો નિર્દેશ છે. ‘પ્રભાવકચરિત’ (1277), ‘પ્રબંધચિંતામણિ’ (1305),…
વધુ વાંચો >આસનસોલ
આસનસોલ : પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાનો પેટાવિભાગ અને કૉલકાતાથી વાયવ્યે 210 કિમી.ને અંતરે આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 240 18´ ઉ. અ. અને 870 17´ પૂ. રે. તે પૂર્વમાં જતી રેલવેનું વડું મથક છે. બિહાર-બંગાળનાં સમૃદ્ધ કોલસા અને લોખંડનાં ક્ષેત્રો પાસે આવેલું હોઈ આ શહેરનો ઔદ્યોગિક વિકાસ સારા પ્રમાણમાં થયો…
વધુ વાંચો >