Geography
પેરામારીબો
પેરામારીબો : દક્ષિણ અમેરિકાના ઉત્તરતરફી ઈશાન ભાગમાં આવેલા સુરીનામ દેશનું પાટનગર, સૌથી મોટું શહેર અને મુખ્ય બંદર. ભૌગોલિક સ્થાન : 5o 50′ ઉ. અ. અને 55o 10′ પ. રે. તે આટલાન્ટિક મહાસાગરના કિનારાથી અંદર તરફના ભૂમિભાગમાં લગભગ 20 કિમી.ને અંતરે સુરીનામ નદી પર આવેલું છે. મહાસાગર નજીકની નદીનાળમાં ઉદભવતી નાની…
વધુ વાંચો >પેરિયાર (નદી સરોવર)
પેરિયાર (નદી, સરોવર) : દક્ષિણ ભારતના નૈર્ઋત્ય ભાગમાં કેરળ રાજ્યમાં આવેલાં નદી અને સરોવર. પેરિયાર નદી તમિળનાડુ-કેરળની સરહદ પરના પશ્ચિમ ઘાટમાંથી નીકળે છે અને ત્યાંથી ઉત્તર તરફ વહીને પેરિયાર સરોવરને મળે છે. આ નદી સરોવરના પૂર્વ ભાગમાંથી ફરીથી નીકળે છે અને પર્વતોમાં થઈને વાયવ્ય તરફ વહે છે. કોટ્ટાયમ્ તથા એર્નાકુલમ્…
વધુ વાંચો >પૅરિસ
પૅરિસ : ફ્રાન્સનું પાટનગર અને મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 48o 52′ ઉ. અ. અને 2o 20′ પૂ. રે. મધ્ય ફ્રાન્સના ઉત્તર ભાગમાં તે સીન નદીના બંને કાંઠે વિશાળ ગોળાકાર વિસ્તારમાં પથરાયેલું છે. ઇંગ્લિશ ખાડી પરના સીન નદીના મુખથી અગ્નિકોણમાં 170 કિમી.ને અંતરે તે ગીચ વસ્તીવાળા ફળદ્રૂપ પ્રદેશમાં આવેલું…
વધુ વાંચો >પેરુ
પેરુ : દક્ષિણ અમેરિકા ખંડના પશ્ચિમ ભાગમાં પૅસિફિક મહાસાગર કિનારે આવેલો સ્વતંત્ર પ્રજાસત્તાક દેશ. વિસ્તારની દૃષ્ટિએ દક્ષિણ અમેરિકામાં તે બ્રાઝિલ અને આર્જેન્ટિના પછી ત્રીજા ક્રમે આવે છે. 0oથી 18o 20′ દ. અ. અને 68o 35’થી 81o 20′ પ. રે. વચ્ચેનો 12,85,216 ચોકિમી. જેટલો કુલ ભૌગોલિક વિસ્તાર તે આવરી લે છે.…
વધુ વાંચો >પૅલેસ્ટાઇન (ભૂગોળ)
પૅલેસ્ટાઇન (ભૂગોળ) : પશ્ચિમ એશિયા અથવા તો મધ્ય-પૂર્વમાં આજનું ‘ગાઝા પટ્ટી’ (Gaza Strip) તરીકે ઓળખાતું ક્ષેત્ર. તે જૉર્ડન નદી-ખીણની પશ્ચિમે ભૂમધ્ય સમુદ્રના પૂર્વ કાંઠા પર ઉત્તર-દક્ષિણ લાંબી પટ્ટીના રૂપમાં આવેલું છે. તેની એક બાજુએ ઇઝરાયલની સીમા છે, તો બીજી બાજુએ ઇજિપ્તની. આમ છતાં પૅલેસ્ટાઇનવાસીઓની માગણી મુજબનો આ નવોદિત રાષ્ટ્રનો વિસ્તાર…
વધુ વાંચો >પૉઇન્તે નૉઇર (રીપબ્લિક ઑવ્ ધ કૉંગો)
પૉઇન્તે નૉઇર (રીપબ્લિક ઑવ્ ધ કૉંગો) : મધ્ય-પશ્ર્ચિમ આફ્રિકાખંડમાં આવેલા રિપબ્લિક ઑવ્ ધ કૉંગોનું ઍટલાન્ટિક મહાસાગરના કિનારા પરનું મુખ્ય બંદર તથા કૉંગોના પ્રાદેશિક વિભાગ કૌઈલોઉ(Kouilou)નું મુખ્ય વહીવટી મથક. ભૌ. સ્થાન : 4o 48’ દ. અ. અને 11o 51’ પૂ. રે. આ શહેર કૉંગોના પાટનગર બ્રેઝાવિલેથી પશ્ર્ચિમે 392 કિમી. અંતરે તથા…
વધુ વાંચો >પોતન
પોતન : સિંધમાં સિંધુ નદીના મુખ ઉપર આવેલું ભારતનું પ્રાચીન બંદર. તેની સ્થાપના મેસિડોનિયાના ઍલેક્ઝાન્ડરે કરી હતી. ઈ. સ. પૂ. બીજા શતકમાં થઈ ગયેલા અગાથાર ખાઇદીસે તેના રાતા સમુદ્રના વૃત્તાંતના પુસ્તકમાં તેનો પ્રથમ ઉલ્લેખ કર્યો છે. આ અપ્રાપ્ય પુસ્તકમાંથી દિયોદોરોસ અને ફોતિયસે પોતન અંગેનાં અવતરણો લીધાં છે. તેમના જણાવ્યા પ્રમાણે…
વધુ વાંચો >પોનમુડી
પોનમુડી : કેરળ રાજ્યમાં આવેલું ગિરિમથક. તે તિરુવનન્તપુરમ્ (ત્રિવેન્દ્રમ્) તથા કોવાલમ્(દરિયાઈ રેતપટ માટે જાણીતું સ્થળ)થી આશરે 61 કિમી.ના અંતરે આવેલું છે. બાળવાર્તાઓમાં આવતા પરીઓના દેશ સમું તે અતિ રળિયામણું આ સ્થળ ખૂબ જ હસમુખા સ્વભાવના અહીંના લોકોથી ભર્યુંભર્યું લાગે છે. ઠેર ઠેર રમકડાના ઘર જેવી નાની નાની કુટિરો, સરસ શાળાઓ…
વધુ વાંચો >પૉમ્પી
પૉમ્પી : ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ ટિરીનિયન સમુદ્રમાં નેપલ્સના અખાત ઉપર આવેલું દક્ષિણ ઇટાલીના કંપેનિયા પ્રદેશનું પ્રાચીન નગર. ભૌગોલિક સ્થાન ; 40o 45′ ઉ. અ. અને 14o 30′ પૂ. રે. તે નેપલ્સના વાયવ્ય ખૂણે 23 કિમી. દૂર સાર્નો નદીના મુખથી ઉત્તરે વિસુવિયસ પર્વતના ઢોળાવ પર આવેલું છે. ઈ. સ. 79માં વિસુવિયસ…
વધુ વાંચો >પોરબંદર (જિલ્લો)
પોરબંદર (જિલ્લો) : ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં પશ્ચિમ તરફ આવેલો જિલ્લો, તેમજ તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21o 18′ ઉ. અ. અને 69o 36′ પૂ. રે.ની આજુબાજુનો 2298 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. તેની ઉત્તરે જામનગર જિલ્લો, ઈશાન અને પૂર્વ તરફ રાજકોટ અને જૂનાગઢ જિલ્લો તથા…
વધુ વાંચો >