Geography

પાલ્કની સામુદ્રધુની

પાલ્કની સામુદ્રધુની : દક્ષિણ ભારત અને ઉત્તર શ્રીલંકા વચ્ચે આવેલી બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના મનારના અખાતને જોડતી ખાડી. બંગાળના ઉપસાગરનું પ્રવેશદ્વાર. સ્થાન 10o ઉ. અક્ષાંશ અને 79o 45′ પૂર્વ રેખાંશ. તેની લંબાઈ 137 કિમી. અને લંબાઈના સ્થાનભેદે પહોળાઈ 64 કિમી.થી 137 કિમી. જેટલી છે. આ સામુદ્રધુની પ્રમાણમાં છીછરી છે…

વધુ વાંચો >

પાવા

પાવા : બિહારમાં ગોરખપુરથી વાયવ્યમાં 48 કિમી. દૂર આવેલું ગામ. પ્રાચીન સમયમાં એ મલ્લ દેશનું નગર હતું. પાવાના મલ્લો પાવેય્યક કહેવાતા. બુદ્ધ આ ગામમાં ઘણી વાર પધારેલા. ‘ઉદાન’ અનુસાર બુદ્ધ પાવાના અજકપાલક ચૈત્યમાં રહ્યા હતા. આ ગામમાં બુદ્ધ રહેતા હતા તે દરમિયાન મલ્લોએ પોતાનો નવો સંથાગાર ‘ઉભ્ભાટક’ બંધાવ્યો હતો, જેનું…

વધુ વાંચો >

પાવાગઢ (ભૂસ્તરીય)

પાવાગઢ (ભૂસ્તરીય) : મૅગ્માજન્ય સ્વભેદનના પુરાવારૂપ ગુજરાતનો પર્વતસમૂહ. ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં વડોદરાથી આશરે 48 કિલોમીટરને અંતરે આવેલા પાવાગઢ પર્વતસમૂહ(22o 28′ ઉ. અક્ષાંશ, 73o 34′ 30″ પૂ. રેખાંશ)ની ટેકરીઓ વિશિષ્ટ ભૂમિસ્વરૂપ તો રચે જ છે, પરંતુ ભૂસ્તરીય દૃષ્ટિએ તેમનું આગવું મહત્ત્વ એટલા માટે છે કે મૅગ્માજન્ય સ્વભેદનના પુરાવા…

વધુ વાંચો >

પાવાપુરી

પાવાપુરી : બિહારમાં આવેલું જૈન સંઘનું મહાન તીર્થક્ષેત્ર. જૈન શાસ્ત્રોમાં જેને ‘મધ્યમા પાવા’ તરીકે ઓળખાવી છે તે આ જ પાવાપુરી મહાવીરની પ્રસિદ્ધ નિર્વાણભૂમિ હતી. મધ્યમા પાવાનું નામ પહેલાં ‘અપાપાપુરી’ હતું. મહાવીરના નિર્વાણ પછી તેનું નામ પાવાપુરી પડ્યું. કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી મહાવીર સ્વામી જંભીય ગામથી પાવાપુરી પધાર્યા. આ નગરીમાં મહાવીરે ઘણી…

વધુ વાંચો >

પાળિયાદ

પાળિયાદ : ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના બોટાદ તાલુકામાં ગોમા નદીના દક્ષિણ કાંઠે આવેલું ગામ. ભૌ. સ્થાન : 22o 10′ ઉ. અ. અને 71o 35′ પૂ. રે. તે બોટાદથી વાયવ્ય કોણમાં 16 કિમી.ને અંતરે અને રાણપુરથી નૈર્ઋત્ય કોણમાં 17 કિમી.ને અંતરે આવેલું છે. તે બોટાદ-જસદણ રેલમાર્ગ પરનું રેલમથક છે, પરંતુ ગામ…

વધુ વાંચો >

પાંગી વૅલી

પાંગી વૅલી : હિમાલયના તળેટી-વિસ્તારમાં ઝંસ્કાર અને પાંગી નામની બે સમાંતર હારમાળા વચ્ચે આવેલું સ્થળ. તે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે. પર્વતખેડુઓ માટે અહીંનાં શિખરો અને ઢોળાવો ખરેખર પડકારરૂપ છે. પાંગી વૅલીનાં જોવાલાયક સ્થળોમાં મીઢલવાસનું મંદિર તથા પુરથી મંદિર ઉલ્લેખનીય છે. ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

પિકિંગ

પિકિંગ : જુઓ બેજિન્ગ

વધુ વાંચો >

પિટકેર્ન ટાપુ

પિટકેર્ન ટાપુ : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલો નાનકડો ટાપુ. ભૌગોલિક સ્થાન : 25o 04′ દ. અ. અને 130o 06′ પૂ. રે. પૉલિનેશિયાના અસંખ્ય ટાપુઓ પૈકીનો એક એવો આ ટાપુ ઑસ્ટ્રેલિયાથી પૂર્વમાં આશરે 8,000 કિમી.ના અંતરે મકરવૃત્તની તદ્દન નજીક દક્ષિણ તરફ આવેલો છે. તે બ્રિટિશ નૌકાજહાજ ‘બાઉન્ટી’ના બળવાખોરોના નિવાસસ્થાન તરીકે ખૂબ…

વધુ વાંચો >

પિટ્સબર્ગ

પિટ્સબર્ગ : યુ. એસ.ના પેન્સિલવેનિયા રાજ્યમાં આવેલું ઔદ્યોગિક મહત્વ ધરાવતું શહેર. રાજ્યમાંનાં મોટામાં મોટાં શહેરો પૈકી ફિલાડેલ્ફિયા પછી તે બીજા ક્રમે આવે છે. ભૌ. સ્થાન : 40o 26′ ઉ. અ. અને 79o 59′ પ. રે. તે રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં ઍલિગેની, મોનાગહીલા અને ઓહાયો નદીઓના સંગમસ્થાને, ઍલિગેની પર્વતોની તળેટી-ટેકરીઓ પર વસેલું…

વધુ વાંચો >

પિટ્સબર્ગ (કૅન્સાસ, યુ.એસ.)

પિટ્સબર્ગ (કૅન્સાસ, યુ.એસ.) :  યુ.એસ.ના મધ્યભાગમાં આવેલા કૅન્સાસ રાજ્યના અગ્નિકોણમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 37o 30′ ઉ. અ. અને 94o 45′ પ. રે. તે કૅન્સાસ શહેરથી દક્ષિણે 210 કિમી. અંતરે તથા મિસુરી રાજ્યની હદથી પશ્ચિમે 6 કિમી. અંતરે આવેલું છે. યુ.એસ.માં વધુમાં વધુ બિટૂમિનસ પ્રકારનો મૃદુ કોલસો ધરાવતા ક્ષેત્ર તરીકે…

વધુ વાંચો >