Geography
પર્સિપોલીસ
પર્સિપોલીસ : નૈર્ઋત્ય ઈરાનના ફાર્સ પ્રાંતના શીરાઝથી ઈશાન ખૂણે 50 કિમી.એ આવેલી ઈરાનની પ્રાચીન રાજધાની. તે એકિમેનિયન વંશના રાજાઓનું વસંતઋતુનું પાટનગર હતું. આ સ્થળે રાજમહેલો વગેરેના સંકુલનું બાંધકામ ઈ.પૂ. 518માં દૅરિયસ પહેલા(521-485 ઈ. સ. પૂ.)ના સમયમાં શરૂ થયું હતું. ત્યારબાદ ઝકર્સીઝ પહેલાએ તે કામ ચાલુ રાખ્યું હતું અને તેના અનુગામી…
વધુ વાંચો >પલક્કડ
પલક્કડ : દક્ષિણ ભારતમાં કેરળ રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામનું શહેર. જિલ્લો : ક્ષેત્રફળ : 4,480 ચોકિમી. વસ્તી : 2011 મુજબ 28,10,892ની છે. આ જિલ્લાની ઉત્તરે મલ્લાપુરમ્ જિલ્લો, નૈર્ઋત્યમાં ત્રિચુર જિલ્લો અને પૂર્વમાં તમિળનાડુ રાજ્ય આવેલાં છે. જિલ્લાનો સમગ્ર વિસ્તાર પશ્ચિમ ઘાટના પર્વતો અને અરબી સમુદ્રના કિનારાનાં મેદાનો વચ્ચે આવેલો…
વધુ વાંચો >પલામુ (પાલામાઉ)
પલામુ (પાલામાઉ) : ઝારખંડ રાજ્યના 24 જિલ્લાઓમાંનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 23 50´ ઉ. અ.થી 24 8´ ઉ. અ. અને 83 55´ પૂ. રે.થી 84 30´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે શોણ નદી અને બિહાર રાજ્ય, પૂર્વે ચતરા અને હજારીબાગ જિલ્લા, દક્ષિણે લતેહર જિલ્લો જ્યારે પશ્ચિમે…
વધુ વાંચો >પવનવેગ-દિશામાપકો
પવનવેગ–દિશામાપકો : પવનની ઝડપ અને દિશા માપવા માટે ઉપયોગમાં લેવાતાં સાધનો. પવન એ હવામાનના વિવિધ ઘટકો પૈકીનો એક ઘટક છે. પવનની કાર્યશીલતામાં બે મહત્ત્વની બાબતોનું નિરીક્ષણ કરવાનું હોય છે : પવનનો વેગ અને તેની દિશા. પવનની દિશા નક્કી કરવાનું તદ્દન સરળ છે. વાદળ, વનસ્પતિ, ધુમાડો, જળસપાટી પરનાં મોજાં વગેરેની વહનદિશા…
વધુ વાંચો >પશ્ચિમ એશિયા
પશ્ચિમ એશિયા : એક જમાનામાં મધ્યપૂર્વ તરીકે ઓળખાતા દેશોનો વિસ્તાર. હકીકતની દૃષ્ટિએ વિચારીએ તો કોઈ પણ ભૌગોલિક વિસ્તાર માટે ‘પશ્ચિમ એશિયા’ એવો શબ્દપ્રયોગ સ્પષ્ટપણે વપરાતો જણાતો નથી. ઓગણીસમી સદીમાં આ માટે ‘મધ્યપૂર્વના દેશો’ એવો શબ્દપ્રયોગ થતો હતો; પરંતુ ‘મધ્ય-પૂર્વ’માં કયા દેશોનો સમાવેશ કરવો તે અંગે તે સમય દરમિયાન પણ અભ્યાસીઓમાં…
વધુ વાંચો >પશ્ચિમ ઑસ્ટ્રેલિયા
પશ્ચિમ ઑસ્ટ્રેલિયા : ઑસ્ટ્રેલિયા ખંડના પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય. ઑસ્ટ્રેલિયાનાં બધાં રાજ્યોમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ તે સૌથી મોટું રાજ્ય છે. તેનો કુલ વિસ્તાર આશરે 25,25,500 ચોકિમી. જેટલો છે, જે સમગ્ર ખંડનો લગભગ 2 ભાગ આવરી લે છે. આશરે 13oથી 35o દ. અક્ષાંશ અને 112o થી 127o પૂ. રેખાંશ વચ્ચે વિસ્તરેલા આ…
વધુ વાંચો >પશ્ચિમ ગોદાવરી
પશ્ચિમ ગોદાવરી : આંધ્રપ્રદેશ રાજ્યના 26 જિલ્લાઓમાંનો એક જિલ્લો. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લાની પૂર્વે ગોદાવરી નદી, પશ્ચિમે એલુરુ જિલ્લો, ઉત્તરે રાજાહમુન્દ્રી અને ક્રિશ્ના જિલ્લો તેમજ બંગાળનો ઉપસાગર આવેલા છે. આ જિલ્લાની ભૂમિ સમતળ પરંતુ થોડી ઢોળાવવાળી છે. તે પૂર્વઘાટની ટેકરીઓ અને બંગાળના ઉપસાગરની વચ્ચે આવેલો…
વધુ વાંચો >પશ્ચિમ ઘાટ (Western Ghats) (ભૂસ્તરીય)
પશ્ચિમ ઘાટ (Western Ghats) (ભૂસ્તરીય) : ભારતીય દ્વીપકલ્પના પશ્ચિમ કિનારાની અંદર તરફ 21 ઉ. અક્ષાંશથી 12o ઉ. અક્ષાંશ સુધી અરબી સમુદ્રના કિનારાને લગભગ સમાંતર અખંડિતપણે વિસ્તરેલી સહ્યાદ્રિ પર્વતમાળા. દક્ષિણમાં નીલગિરિ પર્વતોમાં તે ભળી જાય છે અને ત્યાંથી આગળ પાલઘાટના માર્ગને વટાવી અનામલાઈની ટેકરીઓને સ્વરૂપે દ્વીપકલ્પના છેક દક્ષિણ છેડા સુધી ચાલુ રહેતી…
વધુ વાંચો >પશ્ચિમ ચંપારણ
પશ્ચિમ ચંપારણ : જુઓ ચંપારણ.
વધુ વાંચો >પશ્ચિમ બંગાળ
પશ્ચિમ બંગાળ પૂર્વ ભારતમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 210 30′ ઉ. અ.થી 270 15′ ઉ. અ. અને 850 45′ પૂ. રે.થી 890 50′ પૂ. રે. વચ્ચે આવેલું છે. આ રાજ્યનું ક્ષેત્રફળ લગભગ 88,752 ચોકિમી. જેટલું છે અને ઉત્તરે હિમાલયની તળેટીથી દક્ષિણે બંગાળના ઉપસાગર સુધી વિસ્તરેલું છે. ઉત્તરે સિક્કિમ…
વધુ વાંચો >