Geography
ત્ર્યંબક
ત્ર્યંબક : મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આવેલું પ્રખ્યાત તીર્થક્ષેત્ર. તે નાસિકની નૈર્ઋત્ય દિશામાં શહેરથી આશરે 29 કિમી. પર બ્રહ્મગિરિ પર્વતની તળેટીમાં આવેલું છે. તેની કુલ વસ્તી 7876 (1991) છે. પાંચસો વર્ષ પૂર્વે આ સ્થળે કોઈ વસવાટ હતો નહિ. ધીમે ધીમે ત્યાં એક ગામડું ઊભું થયું જેનું નામ ત્ર્યંબક પાડવામાં આવ્યું. આ…
વધુ વાંચો >થરનું રણ
થરનું રણ : વાયવ્ય ભારત તથા પશ્ચિમ પાકિસ્તાનમાં સતલજ અને સિંધની ઘાટીઓની વચ્ચે આવેલો રણપ્રદેશ. ભૌગોલિક સ્થાન : 27° ઉ. અ. અને 71° પૂ. રે. આજુબાજુનો વિસ્તાર. તેની પશ્ચિમમાં સિંધુની ખીણ, પૂર્વ બાજુએ અરવલ્લી પર્વતની હારમાળા, નૈર્ઋત્યમાં કચ્છ તથા ઈશાન બાજુએ પંજાબનું મેદાન છે. આ રણપ્રદેશનો વિસ્તાર આશરે 1,92,000 ચોકિમી.…
વધુ વાંચો >થરાદ
થરાદ : બનાસકાંઠાના તાલુકાઓ પૈકીનો એક તાલુકો અને તાલુકામથક. આ તાલુકો આશરે 24°થી 25° ઉ. અ. અને 71° 3’થી 71° 40’ પૂ. રે. વચ્ચે આવેલો છે. તાલુકામથકના નામ ઉપરથી સમગ્ર તાલુકો થરાદ તરીકે ઓળખાય છે. મારવાડમાંથી ઈ. સ. 45માં આવેલ થીરપાલ કે થરપાલ ધ્રુવે ઈ. સ. 55માં થરાદ શહેર વસાવ્યું…
વધુ વાંચો >થાઇલૅન્ડ
થાઇલૅન્ડ : મલય દ્વીપકલ્પના ઉત્તર છેડે આવેલો થાઇ લોકોનો દેશ. ‘થાઇલૅન્ડ’ શબ્દનો અર્થ ‘સ્વતંત્ર દેશ’ થાય છે. તેનું જૂનું નામ ‘સિયામ’ છે. તેની વધુમાં વધુ ઉત્તર દક્ષિણ-લંબાઈ અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ અનુક્રમે 1700 કિમી. અને 800 કિમી. છે. તેની ઉત્તર અને પૂર્વ દિશાએ કમ્બોડિયા, લાઓસ અને અગ્નિ તથા દક્ષિણે મલેશિયા અને…
વધુ વાંચો >થાણા
થાણા : મહારાષ્ટ્રમાં ઉત્તર કોંકણમાં આવેલો જિલ્લો અને જિલ્લામથક. તે 18° 42’થી 20° 20’ ઉ. અ. અને 72° 45’થી 73° 45’ પૂ. રે. વચ્ચે આવેલો છે. જિલ્લામથકના મૂળ નામ ‘સ્થાનક’ ઉપરથી ‘થાણા’ કે ‘ઠાણે’ નામ પડ્યું છે. થાણાની ઈશાને નાશિક જિલ્લો, પૂર્વ દિશાએ અહમદનગર અને નાશિક જિલ્લા, ઉત્તરે ગુજરાતનો વલસાડ…
વધુ વાંચો >થિંફુ
થિંફુ : હિમાલયની તળેટીમાં આવેલા ભુતાન દેશનું પાટનગર તથા તે જ નામ ધરાવતો જિલ્લો. તે થિંબુ નામથી પણ ઓળખાય છે. તે દેશના પશ્ચિમ-મધ્ય વિસ્તારમાં વાગ યુ નદી પર સમુદ્રસપાટીથી 2425 મી. ઊંચાઈ પર વસેલું છે. તેનો કુલ વિસ્તાર 1620 ચોકિમી. તથા વસ્તી 41,000 (2017) છે. જિલ્લાની વસ્તી આશરે 1.15 લાખ…
વધુ વાંચો >દક્ષિણ આફ્રિકા
દક્ષિણ આફ્રિકા આફ્રિકા ખંડનો આર્થિક રીતે સમૃદ્ધ તથા વિકસિત પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન : 22° દ. અ. થી 35° દ. અ. અને 16° પૂ. રે. થી 33° પૂ. રે.. દેશના કિનારાની કુલ લંબાઈ 2798 કિમી. જેટલી છે. આફ્રિકા ખંડના છેક દક્ષિણના ભૂ-ભાગને ‘દક્ષિણ આફ્રિકા’ તરીકે ઓળખવામાં આવે છે જે સંસદીય…
વધુ વાંચો >દક્ષિણ એશિયા
દક્ષિણ એશિયા દક્ષિણ એશિયામાં આવેલા દેશોનું જૂથ. એક સમાન વંશવારસો ધરાવતા દેશોની સહિયારી સંસ્કૃતિ અને લોકાચારથી આ વિસ્તાર એકસૂત્રે બંધાયેલો છે. દક્ષિણ એશિયાનો વિસ્તાર પૂર્વમાં મ્યાનમાર (બ્રહ્મદેશ), દક્ષિણે હિંદી મહાસાગર, પશ્ચિમે અફઘાનિસ્તાન તથા ઉત્તરે ચીન(તિબેટ)ની વચ્ચે આવેલો છે. તેમાં બાંગ્લાદેશ, ભુતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાનો સમાવેશ થાય છે.…
વધુ વાંચો >દક્ષિણ ઑસ્ટ્રેલિયા
દક્ષિણ ઑસ્ટ્રેલિયા : ઑસ્ટ્રેલિયા ખંડનાં રાજ્યોમાં ચોથા ક્રમનું રાજ્ય. તે ઑસ્ટ્રેલિયાના રાષ્ટ્રકુટુંબમાંનું એક સાર્વભૌમ રાજ્ય છે. તે ઑસ્ટ્રેલિયાના કુલ ભૌગોલિક વિસ્તારના આઠમા ભાગના વિસ્તારમાં ફેલાયેલું છે. તેનો કુલ વિસ્તાર 1,043,514 ચોકિમી. અને તેની કુલ વસ્તી આશરે 17,35,500 (2022) છે, જેમાંથી લગભગ 70 ટકા વસ્તી ઍડેલેડ મહાનગર વિસ્તારમાં વસે છે. તે…
વધુ વાંચો >દક્ષિણ કન્નડ
દક્ષિણ કન્નડ : કર્ણાટક રાજ્યનો અરબી સમુદ્રના કિનારે આવેલો જિલ્લો. કન્નડ ભાષા ઉપરથી જિલ્લાનું નામ ક્ન્નડ પડ્યું છે. પોર્ટુગીઝો ‘કન્નડ’ શબ્દનો સ્પષ્ટ ઉચ્ચાર કરી શકતા ન હોવાથી તેઓએ તેને ‘કાનરા’ નામ આપ્યું. 1860માં કન્નડ જિલ્લાનું ઉત્તર અને દક્ષિણ ક્ન્નડ જિલ્લા તરીકે વિભાજન થયું. આ પ્રદેશમાં તુલુભાષી લોકોની સંખ્યા વિશેષ હોવાથી…
વધુ વાંચો >