Film
દેસાઈ, નિમેષ
દેસાઈ, નિમેષ (જ. 1 એપ્રિલ 1956; અ. 14 નવેમ્બર 2017) : નટ, દિગ્દર્શક અને ટીવી કાર્યક્રમ-નિર્માતા. ગુજરાત કૉલેજના નાટ્યવિભાગમાં જશવંત ઠાકરના હાથ નીચે નાટ્યનો ડિપ્લોમા મેળવ્યો. પછી ખેડા (ઇસરો) ટેલિવિઝનમાં કાર્યક્રમ-સહાયક તરીકે 1975માં કારકિર્દી શરૂ કરી. અમદાવાદમાં આધુનિક ગુજરાતી તખ્તાના સાહસિક અને ઉત્સાહી નટ-દિગ્દર્શક તરીકે પોતાના કોરસ જૂથ દ્વારા અનેક…
વધુ વાંચો >દેસાઈ, મનમોહન
દેસાઈ, મનમોહન (જ. 26 ફેબ્રુઆરી 1937, મુંબઈ; અ. 1 માર્ચ 1994, મુંબઈ) : હિંદી ચલચિત્રોના ગુજરાતી નિર્માતા. મનોરંજનના મહારથી ગણાતા અને ચલચિત્રજગતમાં ‘મનજી’ તરીકે ઓળખાતા મનમોહન દેસાઈનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયા. પિતા કીકુભાઈ દેસાઈ અગ્રણી નિર્માતા હતા અને પૅરેમાઉન્ટ સ્ટુડિયોના માલિક હતા. મનમોહન પાંચ વર્ષના હતા ત્યારે જ પિતાનું…
વધુ વાંચો >દેસાઈ, લીલા
દેસાઈ, લીલા (જ. 1919, નેવાર્ક, ન્યૂજર્સી) : હિંદી ચલચિત્રોના ઉષ:કાળની લોકપ્રિય ગુજરાતી અભિનેત્રી. જન્મ ન્યૂયૉર્કમાં. શિક્ષણ : સ્નાતક, લખનૌ યુનિવર્સિટીમાંથી. કૉલકાતાના ન્યૂ થિયેટર્સ દ્વારા ચલચિત્રોમાં પ્રવેશ. જે સમયે તવાયફો પણ ચલચિત્રોમાં કામ કરવા તૈયાર ન થતી એ જમાનામાં લીલા દેસાઈ સ્નાતક થયા પછી ચલચિત્રોમાં જોડાયાં હતાં. શિક્ષિત, વિદુષી, નૃત્યમાં પણ…
વધુ વાંચો >દેસાઈ, વસંત
દેસાઈ, વસંત (જ. 9 જૂન 1912, કુડાલ, મહારાષ્ટ્ર; અ. 22 ડિસેમ્બર 1975, મુંબઈ) : ભારતીય ચલચિત્રજગતના વિખ્યાત સ્વરકાર. ચિત્રપટક્ષેત્રે તેમની કારકિર્દી 1929થી કલાકાર અને સ્ટુડિયોના સહાયક તરીકે પ્રભાત ફિલ્મ કંપનીથી શરૂ થઈ હતી. તે સમયે પ્રભાત કંપની સાથે ગોવિંદ સદાશિવ ટેમ્બે (1881–1955), કૃષ્ણરાવ ચોણકર અને કેશવરાવ ભોળે (1896–1977) જેવા કલાજગતના…
વધુ વાંચો >દો આંખેં બારહ હાથ
દો આંખેં બારહ હાથ (1957) : પારિતોષિક વિજેતા નોંધપાત્ર હિન્દી ચલચિત્ર. ગુનેગારો જન્મથી ગુનેગાર નથી હોતા, પરિસ્થિતિ તેમને ગુનેગાર બનાવે છે. તેમને સુધરવાની તક મળે તો તેઓ સારા નાગરિક બની શકે છે એવું માનતા એક આદર્શવાદી જેલર અને છ ખૂંખાર કેદીઓની કથાને કેન્દ્રમાં રાખીને બનાવાયેલું હેતુપ્રધાન ચલચિત્ર. નિર્માણ વર્ષ :…
વધુ વાંચો >દો બીઘા જમીન
દો બીઘા જમીન : હિંદી ચલચિત્ર. બીજા વિશ્વયુદ્ધ પછી ઇટાલીના ચલચિત્રસર્જક દ સીકાનાં સર્જનોમાં નિરૂપિત નવયથાર્થવાદથી પ્રભાવિત થઈને ભારતમાં જે ચલચિત્રો બન્યાં તેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર બિમલ રૉય દિગ્દર્શિત ‘દો બીઘા જમીન’ મહત્વપૂર્ણ સર્જન છે. નિર્માણ વર્ષ : 1953, શ્વેત અને શ્યામ, ભાષા : હિંદી, નિર્માણસંસ્થા : બિમલ રૉય પ્રોડક્શન,…
વધુ વાંચો >દોશી, ચતુર્ભુજ આણંદજી
દોશી, ચતુર્ભુજ આણંદજી (જ. 1894, કાઠિયાવાડ, ગુજરાત; અ. 21 જાન્યુઆરી 1969, મુંબઈ) : હિન્દી તથા ગુજરાતી ચલચિત્રોના દિગ્દર્શક. જન્મ સૌરાષ્ટ્રમાં. 1926માં ઇન્દુલાલ યાજ્ઞિકના તંત્રીપદ હેઠળના દૈનિક ‘હિન્દુસ્તાન’માં જોડાયા. 1930માં મૂક ચિત્રો માટે પટકથાલેખક તરીકે આરંભ કર્યો. જયંત દેસાઈ, નંદલાલ, જશવંતલાલ તથા નાનુભાઈ વકીલ માટે ગુજરાતી ફિલ્મોની પટકથાઓ લખી. રણજિત મૂવીટોન…
વધુ વાંચો >દોશી, બાબુભાઈ
દોશી, બાબુભાઈ (જ. 21 મે 1919, મોનપુર, મહુવા, ગુજરાત) : પ્રખર ક્લાસંસ્કારવિદ, ઊડિસી નૃત્યકલા અને સંસ્કૃતિમાં ગણનાપાત્ર યશસ્વી યોગદાન દ્વારા રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરનાર ભારતના પૂર્વાંચલ પ્રદેશના અગ્રણી ગુજરાતી. ધર્મ, કલા, ઉદ્યોગ, સંસ્કૃતિ, સમાજસેવા, શિક્ષણ અને રાજકારણ જેવાં વિવિધ ક્ષેત્રોમાં અગત્યનું પ્રદાન. અડધી સદી ઉપરાંત એક ગુજરાતી તરીકે ઓરિસામાં પરપ્રાંતના…
વધુ વાંચો >ધોળકિયા, દિલીપ
ધોળકિયા, દિલીપ (જ. 15 ઑક્ટોબર 1921, જૂનાગઢ; અ. 2 જાન્યુઆરી 2011, મુંબઈ) : સુગમ સંગીત તથા ચલચિત્રજગતના જાણીતા ગાયક, સ્વરકાર તથા સંગીતનિર્દેશક. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ જૂનાગઢની બહાદુરખાનજી હાઈસ્કૂલમાં લીધું, જ્યાં રંગભૂમિ તથા ચલચિત્ર-જગતનાં ભાવિ કલાકાર અભિનેત્રી દીના ગાંધી (પાઠક) તેમનાં સહાધ્યાયી હતાં. પિતાનું નામ ભોગીલાલ. તેઓ વ્યવસાયે ઇજનેર હતા.…
વધુ વાંચો >નગરકર, કિરણ
નગરકર, કિરણ (જ. 2 એપ્રિલ 1942, મુંબઈ; અ. 5 સપ્ટેમ્બર 2019, મુંબઈ) : અંગ્રેજી અને મરાઠીના નવલકથાકાર, નાટ્યકાર, ફિલ્મ અને રંગમંચ-સમાલોચક અને પટકથાલેખક. તેમને તેમની અંગ્રેજી નવલકથા ‘કકૉલ્ડ’ (cuckold) માટે 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ‘રાવણ ઍન્ડ એડ્ડી’ અને ‘કકૉલ્ડ’ તેમની અંગ્રેજી નવલકથાઓ છે. મરાઠી કૃતિ…
વધુ વાંચો >