English literature
ફ્યૂચર શૉક
ફ્યૂચર શૉક : જાણીતા અમેરિકન વિચારક ઍલ્વિન ટૉફલરનું બહુચર્ચિત પુસ્તક. બૅન્ટમ બુક્સ પ્રકાશનસંસ્થાએ રૅન્ડમ હાઉસ ઇનકૉર્પોરેટેડ સાથે કરેલ ગોઠવણ મુજબ જુલાઈ 1970માં તેની પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ અને ત્યારપછીના માત્ર એક વર્ષમાં તેને અઢાર વાર પુનર્મુદ્રિત કરવું પડ્યું, જે તેને સાંપડેલ ત્વરિત અને વ્યાપક આવકારનું સૂચક છે. પુસ્તક રૂપે તે…
વધુ વાંચો >ફ્રાય, ક્રિસ્ટોફર
ફ્રાય, ક્રિસ્ટોફર (જ. 1907, બ્રિસ્ટલ, ) : અંગ્રેજી પદ્ય નાટ્યકાર. મહદંશે એમણે પદ્યસ્વરૂપમાં સાહિત્ય રચ્યું છે. એમની નાટ્યકૃતિઓમાં રાણી ઇલિઝાબેથના સમયની નાટ્યકૃતિઓનું સૌંદર્ય અને એમાં રહેલી વાક્પટુતાને પ્રગટાવવાનો પ્રયાસ સ્પષ્ટ વર્તાય છે. 1940 પછીના દાયકાના પાછળના ભાગમાં અને 1950 પછીના દાયકાના આરંભમાં એમને ઘણી પ્રસિદ્ધિ – લોકપ્રિયતા પ્રાપ્ત થઈ; આમ…
વધુ વાંચો >ફ્રૉસ્ટ, રૉબર્ટ
ફ્રૉસ્ટ, રૉબર્ટ (જ. 26 માર્ચ 1874, સાનફ્રાન્સિસ્કો, અમેરિકા; અ. 29 જાન્યુઆરી 1963, બૉસ્ટન, અમેરિકા) : જાણીતા અમેરિકન કવિ. ક્ષયની બીમારીમાં 1885માં પિતાનું અવસાન થતાં માતા મૅસેચૂસેટના સેલમ ગામમાં શિક્ષિકા બન્યાં અને રૉબર્ટ એ ગામની શાળામાં દાખલ થયા. માતાની આછીપાતળી આવકમાં ઉમેરો કરવા 12 વર્ષની વયે મોચીની દુકાનમાં અને રજાઓ દરમિયાન…
વધુ વાંચો >બક, પર્લ
બક, પર્લ (જ. 26 જૂન 1892, હિલ્સબરો, વેસ્ટ વર્જિનિયા; અ. 6 માર્ચ 1973, ડેન્બી, વર્મોન્ટ) : જગપ્રસિદ્ધ અમેરિકન નવલકથાકાર. તેમનાં માતાપિતા મિશનરી હોવાના કારણે તેમનો ઉછેર ચીન દેશમાં થયેલો. તેમણે ઉચ્ચતર શિક્ષણ અમેરિકામાં લીધું હતું. પરંતુ શિક્ષણકાર્ય નિમિત્તે તેઓ 1917માં ચીન પાછાં ફર્યાં. તેમનું લગ્ન જૉન બક સાથે થયું હતું,…
વધુ વાંચો >બટલર, સૅમ્યુઅલ
બટલર, સૅમ્યુઅલ (જ. 1612, સ્ટ્રેન્શામ, વૉર્સેસ્ટર્શાયર, ઇંગ્લડ; અ. 1680) : અંગ્રેજ કટાક્ષકાર. સ્ટ્રેન્શામની જ એક કથીડ્રલ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મહાવિદ્યાલય કે વિશ્વવિદ્યાલયમાં શિક્ષણ લેવાનું શક્ય નહિ બન્યું. આમ છતાં તેમનાં લખાણો તેમજ એવા અન્ય પુરાવા જોતાં નિ:શંક રીતે કહી શકાય કે તેઓ વિદ્વાન હતા. આયુષ્યનાં મોટાભાગનાં વર્ષો દરમિયાન…
વધુ વાંચો >બર્ગર, જૉન
બર્ગર, જૉન (જ. 1926, લંડન) : બ્રિટનના નવલકથાકાર, કલાવિવેચક તથા નાટ્યલેખક. તેમણે ‘સેન્ટ્રલ ઍન્ડ ચેલ્સા સ્કૂલ ઑવ્ આર્ટ’ ખાતે કલાનો અભ્યાસ કર્યો. પછી તેમણે ચિત્રકાર તરીકે તથા ચિત્રકલાના શિક્ષક તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. પરંતુ થોડા જ વખત પછી તે લેખનપ્રવૃત્તિ તરફ વળ્યા. તેમની માર્કસવાદી વિચારધારા તથા ચિત્રકલાની પાર્શ્વભૂમિકા તેમની નવલકથાના…
વધુ વાંચો >બર્થડે પાર્ટી
બર્થડે પાર્ટી (1957) : અંગ્રેજી નાટ્યકાર હૅરલ્ડ પિન્ટરનું નાટક. કાફકા, આયૉનેસ્કો અને બ્રેખ્તની અસર નીચે લખાયેલા આ નાટકમાં દરિયાકિનારા પરની પ્રવાસીઓની ધર્મશાળાનું ર્દશ્ય છે. એમાં બે રખેવાળો એક યુવાનને રહસ્યમય રીતે સતાવે છે. તેમાં પ્રત્યાયન અને સંવાદનો અભાવ તથા હિંસા અને શોષણની અનિવાર્યતા વ્યક્ત થઈ છે. યુરોપમાં ગયા છઠ્ઠા દાયકામાં…
વધુ વાંચો >બર્ન્સ રૉબર્ટ
બર્ન્સ, રૉબર્ટ (જ. 25 જાન્યુઆરી 1759, ઍલૉવે, આયરશાયર, સ્કૉટલૅન્ડ; અ. 21 જુલાઈ 1796, ડમ્ફ્રીઝ, ડમ્ફ્રીશાયર) : આંગ્લ કવિ. સ્કૉચ ખેડૂત કુટુંબમાં જન્મ. એક ખેતમજૂર તરીકે જીવનની શરૂઆત કરી ત્યારથી સાહિત્યની લગની. 1784થી 1788ના ગાળામાં જમીન ખેડતાં ખેડતાં એમણે એમનાં શ્રેષ્ઠ કાવ્યો લખ્યાં : ‘ધ કૉટર્સ સૅટરડે નાઇટ’, ‘ધ જૉલી બેગર્સ’,…
વધુ વાંચો >બાઉડલર, ટૉમસ
બાઉડલર, ટૉમસ (જ. 1754, સમરસેટ, ઇંગ્લૅન્ડ; અ. 1825) : વિદ્વાન સાહિત્ય-રસિક અંગ્રેજ તબીબ. તેમણે કારકિર્દીનો આરંભ કર્યો તબીબ તરીકે, પણ તેમાંથી નિવૃત્ત થઈ, સાહિત્યિક કામગીરી પાછળ સંપૂર્ણ સમય અને ધ્યાન આપવા માટે ‘આઇલ ઑવ્ રાઇટ’માં જઈને વસ્યા. 10 ગ્રંથો રૂપે પ્રગટ થયેલ ‘ધ ફૅમિલી શેક્સપિયર’ (1818) દ્વારા તેમણે અપાર નામના…
વધુ વાંચો >બાકમાન, ઇંગબૉર્ગ
બાકમાન, ઇંગબૉર્ગ (જ. 25 જૂન 1926, ક્લૅજનફર્ટ, ઑસ્ટ્રિયા; અ. 16 ઑક્ટોબર 1973) : યુદ્ધ પછીના ઑસ્ટ્રિયાનાં એક સૌથી અગ્રણી લેખિકા. તેમણે વિવિધ સાહિત્યસ્વરૂપોમાં સર્જન કર્યું છે, પણ તેમની ઊર્મિકવિતા સૌથી વિશેષ જાણીતી છે. તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘બૉરૉડ ટાઇમ્સ’(1953)થી જ તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી. તેમનાં કાવ્યો ભાષાકીય બારીક ચોકસાઈના કારણે…
વધુ વાંચો >