English literature

ડૉગરલ

ડૉગરલ : રમૂજી વિષયવસ્તુ ધરાવતી અથવા અવ્યવસ્થિત છંદવાળી કે તાલ અથવા માત્રામેળ વિનાની કે ઢંગધડા વિનાની નિમ્ન કોટિની પદ્યરચના. લૅટિન જેવી પ્રશિષ્ટ અને નિયમાધીન ભાષાના આડેધડ કરાયેલ ઉપયોગ માટે dog-Latin વપરાય છે તેના પરથી આ કંઈક તિરસ્કારસૂચક શબ્દ પ્રયોજાયો હોવાનું મનાય છે. તેનો સૌ પહેલો પ્રયોગ ચૉસરમાં ‘rhym dogerel’ તરીકે…

વધુ વાંચો >

ડૉન, જૂઅન

ડૉન, જૂઅન : સ્વચ્છંદતાના  પ્રતીક સમું એક કાલ્પનિક પાત્ર. અંગ્રેજ કવિ લૉર્ડ બાયરન (1788-1824)ના કટાક્ષકાવ્ય ‘ડૉન જૂઅન’ (1818)માં આલેખવામાં આવ્યું છે. લોકપ્રિય દંતકથામાંથી જન્મેલા ડૉન જૂઅનને સૌપ્રથમ વાર 1630માં સ્પૅનિશ નાટકકાર તિર્સો દ મોલિના ‘ધ સિડ્યૂસર ઑવ્ સેવિલ’ નામની કરુણિકામાં સાહિત્યિક વ્યક્તિત્વ આપે છે. પછી તો તે સર્વજનીન પાત્ર બની,…

વધુ વાંચો >

ડૉનલીવી, જેમ્સ પૅટ્રિક

ડૉનલીવી, જેમ્સ પૅટ્રિક (જ. 23 એપ્રિલ 1926, બ્રૂકલીન, ન્યૂયૉર્ક) : આયરિશ અમેરિકન નવલકથાકાર અને નાટ્યલેખક. ન્યૂયૉર્કની પ્રાથમિક શાળામાં અભ્યાસ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નૌકાસૈન્યમાં નોકરીમાં રહ્યા. ત્યારબાદ ટ્રિનિટી કૉલેજ, ડબ્લિન(આયર્લૅન્ડ)માં કીટાણુશાસ્ત્ર વિષયનું શિક્ષણ લીધું. ડબ્લિનમાં સાહિત્યરસિકોના સહવાસમાં નવલકથા ‘ધ જિંજરમૅન’ (1955) લખાઈ. લેખકે પોતે જ આ નવલકથાનું નાટ્યરૂપાંતર લંડન અને ડબ્લિન…

વધુ વાંચો >

ડૉબ્સન, (હેન્રી) ઑસ્ટિન

ડૉબ્સન, (હેન્રી) ઑસ્ટિન (જ. 18 જાન્યુઆરી 1840, પ્લીમથ, ઇંગ્લૅન્ડ; અ. 2 સપ્ટેમ્બર 1921, હેનવેલ, મિડલસેક્સ) : અંગ્રેજ કવિ અને સાહિત્યકાર. જીવનનાં ઘણાં વર્ષો, 1856થી 1901 સુધી તેમણે બોર્ડ ઑવ્ ટ્રેડમાં સિવિલ સર્વન્ટ તરીકે ગાળ્યાં, પણ તેમનો મુખ્ય રસ સાહિત્યિક જ રહ્યો છે. આરંભના થોડા પ્રયોગો પછી તે તેમના કવિમંડળમાં સૌથી…

વધુ વાંચો >

ડૉયલ, સર આર્થર કૉનન

ડૉયલ, સર આર્થર કૉનન (જ. 22 મે 1859, એડિનબર્ગ, સ્કૉટલૅન્ડ; અ. 7 જુલાઈ 1930, ઈસ્ટ સસેક્સ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ લેખક; કાલ્પનિક ડિટેક્ટિવ પાત્ર શૅરલૉક હોમ્સના સર્જક; એડિનબરો, યુનિવર્સિટીમાંથી 1881માં મેડિસિનમાં એમ.ડી.ની ડિગ્રી મેળવી, ઇંગ્લૅન્ડમાં પ્રૅક્ટિસ શરૂ કરી. પછી વિયેનામાં ઑપ્થૅલ્મૉલૉજીમાં વિશેષજ્ઞ બન્યા; દરદીઓની રાહ જોતાં (જે ક્યારેય આવતા નહિ) તેમણે…

વધુ વાંચો >

ડૉલ્સ હાઉસ

ડૉલ્સ હાઉસ : નૉર્વેના નાટ્યકાર ઇબ્સન(1828–1906)-રચિત નાટક. પ્રથમ વાર ભજવાયું ત્યારથી જ તેમાંના નારીમુક્તિના સામાજિક વિષયને કારણે તેને મહદંશે આવકાર સાંપડ્યો હતો; પરંતુ ઇબ્સન માટે તેમજ આધુનિક પ્રેક્ષકવર્ગને મન તો માનવ-માનવ વચ્ચેના વિશાળ સંબંધો માટેની યથાર્થ ભૂમિકા વિશે નાટકમાં વ્યક્ત થયેલી ચિંતા મહત્વની બની રહી. નૉરા હેલ્મરને પોતાના પતિને ત્યજી…

વધુ વાંચો >

ડૉસ પૅસૉસ, જૉન

ડૉસ પૅસૉસ, જૉન (જ. 14 જાન્યુઆરી 1896, શિકાગો; અ. 28 સપ્ટેમ્બર 1970 બાલ્ટિમોર, મેરીલૅન્ડ) : અમેરિકન નવલકથાકાર.  પોર્ટુગીઝ ઇમિગ્રન્ટ પિતા અને ક્વેકર (પ્યુરિટન) માતાનું સંતાન. 1916માં હાર્વડ યુનિવર્સિટીની સ્નાતકની ડિગ્રી મેળવીને પહેલા વિશ્વયુદ્ધમાં યુરોપમાં  લશ્કરી તબીબી સેવામાં જોડાયા. એ યુદ્ધની અસર એમની  પહેલી નવલકથા ‘વન મૅન્સ ઇનિશિયેશન’ (1920) પર તેમજ…

વધુ વાંચો >

ડ્યુરેલ લૉરેન્સ (જ્યૉર્જ)

ડ્યુરેલ લૉરેન્સ (જ્યૉર્જ) (જ. 27 ફેબ્રુઆરી 1912, જાલંધર, ભારત; અ. 7 નવેમ્બર, 1990, સોમીરેસ, ફ્રાન્સ) : સુપ્રસિદ્ધ અંગ્રેજ કવિ, નવલકથાકાર અને પ્રવાસલેખક. બાળપણ ભારતમાં દાર્જિલિંગમાં. તેમની 11 વર્ષની વયે માતાપિતાએ ઇંગ્લૅન્ડમાં સ્થળાંતર કર્યું. શિક્ષણ કૉલેજ ઑવ્ સેંટ જૉસેફ, દાર્જિલિંગ, અને પાછળથી કેન્ટરબરીની સેંટ એડમંડ અને કિંગ્ઝ શાળાઓમાં લીધું. યુવાન વયે…

વધુ વાંચો >

ડ્રાઇઝર, થિયોડોર

ડ્રાઇઝર, થિયોડોર (જ. 27 ઑગસ્ટ 1871, ટર હૉટ, ઇન્ડિયાના; અ. 28 ડિસેમ્બર 1945, હોલિવૂડ, કૅલિફૉર્નિયા) : અમેરિકન નવલકથાકાર, પત્રકાર અને તત્કાલીન સામાજિક જીવનના વિવેચક. જર્મનીથી અમેરિકામાં આજીવિકા રળવા આવેલા ચુસ્ત રોમન કૅથલિક માતાપિતાનાં તેર સંતાનોમાંના એક. માતાપિતા અભણ શ્રમિક. શરૂઆતનું જીવન અત્યંત ગરીબાઈમાં વીતવાથી ગ્રામીણ અને શહેરી જીવનના સંઘર્ષ અને…

વધુ વાંચો >

ડ્રામૅટિક મૉનોલૉગ

ડ્રામૅટિક મૉનોલૉગ : કલ્પિત વક્તા-પાત્ર દ્વારા પોતાને કલ્પિત શ્રોતા-પાત્રને સંબોધાતી કાવ્યોક્તિ. અંગ્રેજી સાહિત્યમાં ઓગણસમી  સદીથી એ કાવ્ય-પ્રકાર પ્રચલિત થયો. જૂનાં નાટકોમાં અમુક પાત્ર પોતાનો અભિપ્રાય યા કેફિયત મંચ ઉપરનાં બીજાં પાત્રો જાણે સાંભળતાં ન હોય એ રીતે માત્ર પ્રેક્ષકોને અનુલક્ષીને રજૂ કરે ત્યારે તેને સ્વગતોક્તિ કહેવાય. કાવ્ય પણ આમ તો…

વધુ વાંચો >