Education
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી : ભારતની એક કેન્દ્રીય યુનિવર્સિટી. વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સ્મૃતિમાં સંસદના વિશેષ ધારા દ્વારા 1969માં નવી દિલ્હીમાં તેની સ્થાપના કરવામાં આવી. યુનિવર્સિટીનું કાર્યક્ષેત્ર અને સ્વરૂપ રાષ્ટ્રવ્યાપી છે. યોગ્યતાના ધોરણે જ પ્રવેશ અપાય છે. આમ છતાં, નબળા વર્ગને અનેક પ્રકારે છૂટછાટો અપાય છે. પ્રવેશકસોટી તથા સમાલાપ દ્વારા પ્રવેશ અપાય…
વધુ વાંચો >જામિયા મિલિયા ઇસ્લામિયા
જામિયા મિલિયા ઇસ્લામિયા : ભારતની રાષ્ટ્રીય મુસ્લિમ યુનિવર્સિટી. રાષ્ટ્રીય શિક્ષણ આપવાની ર્દષ્ટિએ અલીગઢ ખાતે 1920માં પ્રારંભ. મહાત્મા ગાંધી, મૌલાના મહમદઅલી, હકીમ અજમલખાન, મૌલાના આઝાદ વગેરે રાષ્ટ્રીય નેતાઓ તેના સ્થાપક હતા. 5 વરસ બાદ અલીગઢનું વાતાવરણ અનુકૂળ ન જણાતાં હકીમ અજમલખાનના સૂચનથી 1925માં આ સંસ્થા દિલ્હી ખાતે ખસેડાઈ હતી. સારા નાગરિક…
વધુ વાંચો >ઝાકિરહુસેન
ઝાકિરહુસેન (જ. 8 ફેબ્રુઆરી 1897, હૈદરાબાદ, સિંધ; અ. 3 મે 1969 નવી દિલ્હી) : ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ અને અગ્રણી શિક્ષણશાસ્ત્રી. ઉત્તરપ્રદેશના ફરૂખાબાદ જિલ્લાના કઈમગંજના વતની. પિતા ફિદાહુસેનખાન વકીલાતનો વ્યવસાય કરતા. ઝાકિરહુસેન 9 વરસની વયના હતા ત્યારે પિતાનું અવસાન થયું. ચુસ્ત મુસ્લિમ ધર્મના વાતાવરણવાળી ઇટાવાની ઇસ્લામિયા હાઈસ્કૂલમાં શાળા કક્ષાનો અને અલીગઢની…
વધુ વાંચો >ટેવ
ટેવ (habit) : શિક્ષણપ્રક્રિયાના પરિણામ રૂપે અથવા અન્યથા પુન: પુન: કરવા રૂપે થતું વર્તન. શિક્ષણ, કેળવણી કે તાલીમને લીધે જીવંત પ્રાણીનું વર્તન પ્રમાણમાં વધારે યાંત્રિક, સ્થિર અને નિયમિત બનતું જણાય છે. વર્તન ટેવનું સ્વરૂપ ધારણ કરે છે. માલિકનાં પગલાં સાંભળી પૂંછડી પટપટાવતો કૂતરો, રોજ સવારે જાગીને ઘડિયાળને અચૂક ચાવી આપતો…
વધુ વાંચો >ઠાકરશી, પ્રેમલીલા (લેડી)
ઠાકરશી, પ્રેમલીલા (લેડી) (જ. 1894; અ. 1977) : તન-મન અને ધનથી મહિલા-કેળવણી જેવાં સમાજસેવાનાં ક્ષેત્રોમાં મોટું પ્રદાન કરનાર જાજરમાન મહિલા. કાપડ-ઉદ્યોગપતિ વિઠ્ઠલદાસ દામોદરદાસ ઠાકરશીનાં પત્ની. પતિ વિઠ્ઠલદાસ મુંબઈમાં ચાર કાપડમિલોના માલિક હતા. વેપારઉદ્યોગના ક્ષેત્રે તેમની ભારે પ્રતિષ્ઠા હતી; એટલું જ નહિ, મુંબઈ વિધાન પરિષદના સભાસદ રૂપે રાજકાજ તથા સાર્વજનિક ક્ષેત્રોમાં…
વધુ વાંચો >ઠાકોર, ઠાકોરભાઈ શ્રીપતરાય
ઠાકોર, ઠાકોરભાઈ શ્રીપતરાય (જ. 22 જાન્યુઆરી 1902, ભરૂચ; અ. 23 ઑગસ્ટ 1990, અમદાવાદ) : ગુજરાતના એક અગ્રણી કેળવણીકાર. પિતા શ્રીપતરાય અને માતા શિવગૌરીબહેનનાં નવ સંતાનોમાં છઠ્ઠા. મૅટ્રિક સુધીનું શિક્ષણ સૂરતમાં લઈ, 1919માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાઈ, 1923માં અંગ્રેજી અને ભૌતિકવિજ્ઞાન સાથે બી.એ.ની અને 1924માં રસાયણશાસ્ત્ર સાથે બી.એસસી.ની પદવીઓ મેળવી. 1929માં કીર્તિદાબહેન…
વધુ વાંચો >ઠાકોર, બળવંતરાય પ્રમોદરાય
ઠાકોર, બળવંતરાય પ્રમોદરાય (જ. 21 ઑગસ્ટ 1878, અમદાવાદ; અ. 21 જાન્યુઆરી 1939) : રાષ્ટ્રપ્રેમી કેળવણીકાર અને સ્વાતંત્ર્યસેનાની. આર. સી. હાઈસ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કરી ગુજરાત કૉલેજમાં જોડાયા અને બી.એ. થયા. ત્યારપછી શિક્ષણવિદ્યામાં એસ.ટી.સી. પદવી મેળવી. 1908માં સરકારી નોકરીમાં સ્વમાનભંગ થતાં તેનો ત્યાગ કર્યો અને પ્રોપ્રાયટરી હાઈસ્કૂલની સ્થાપના કરી. 1920માં સ્વાતંત્ર્યની લડતમાં…
વધુ વાંચો >ડાલ્ટન યોજના
ડાલ્ટન યોજના : 8થી 12 વર્ષની વયનાં બાળકોના શિક્ષણ માટેની એક યોજના. અમેરિકામાં 1920માં કુમાર હેલન પાર્કહર્સ્ટે મૅસેચૂસેટ્સ રાજ્યના ડાલ્ટન ગામમાં બાલવિદ્યાપીઠની પાઠશાળામાં આ યોજનાનો પ્રથમ પ્રયોગ કરેલો. ડાલ્ટન ગામને કારણે આ યોજના ડાલ્ટન પ્રયોગશાળા યોજના નામે જાણીતી થઈ હતી. આ સમય પહેલાં શાળાઓમાં ગોખણપટ્ટી અને સોટી દ્વારા શિક્ષણ અપાતું…
વધુ વાંચો >ડ્યૂઈ, જૉન
ડ્યૂઈ, જૉન (જ. 20 ઑક્ટોબર 1859, બર્લિંગ્ટન, વર્મોન્ટ, યુ.એસ.; અ. 1 જૂન 1952, ન્યૂયૉક સિટી, યુ.એસ.) : દાર્શનિક, ‘વ્યવહારવાદ’ આંદોલનના એક પ્રણેતા અને શિક્ષણશાસ્ત્રી. તે સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પિતા આર્કિબાલ્ડ અને ધાર્મિક રૂઢિઓ કરતાં નૈતિકતાના આગ્રહી માતા લ્યુસિનાનું ત્રીજું સંતાન હતા. તેઓ વર્મોન્ટ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. સ્નાતક થયા પછી…
વધુ વાંચો >દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી : જુઓ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
વધુ વાંચો >