Economics
બ્રહ્મભટ્ટ, નટવરલાલ મોતીલાલ
બ્રહ્મભટ્ટ, નટવરલાલ મોતીલાલ (જ. 26 નવેમ્બર 1927) : અર્થશાસ્ત્ર તેમજ કાયદાના નિષ્ણાત; ઉદ્યોગસંચાલક અને સંસ્કારસેવક. વતન જંઘરાળ, તા. જિ. પાટણ. માતા મણિબહેન ધાર્મિક વિદુષી મહિલા. પિતા મોતીલાલ. ઇન્દુબહેન સાથે 1947માં લગ્ન થયું. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ પાટણ હાઈસ્કૂલમાંથી. મૅટ્રિકની પરીક્ષા મુંબઈ યુનિવર્સિટીમાંથી ત્રીજા નંબરે અને ગુજરાતમાંથી પ્રથમ નંબરે પાસ કરી. અભ્યાસ…
વધુ વાંચો >બ્રહ્માનંદ, પી. આર.
બ્રહ્માનંદ, પી. આર. (જ. 27 સપ્ટેમ્બર 1926) : પલાહાલી રામૈયા બ્રહ્માનંદના નામે જાણીતા ભારતના અર્થશાસ્ત્રી. મૈસૂર યુનિવર્સિટીની મહારાજા કૉલેજમાંથી બી.એ.(ઓનર્સ)ની પદવી મેળવી. મુંબઈ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગમાં 1946થી 1953 દરમિયાન પ્રાધ્યાપક ડૉ. લાકડાવાળાના માર્ગદર્શન નીચે સ્વાધ્યાય કરીને ‘મહત્તમ આર્થિક કલ્યાણનું અર્થશાસ્ત્ર’ – એ વિષય પર શોધનિબંધ લખીને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.…
વધુ વાંચો >બ્લૅક, યુજિન રૉબર્ટ
બ્લૅક, યુજિન રૉબર્ટ (જ. 1898, આટલાન્ટા, કૅલિફૉર્નિયા; અ. 1992) : વિશ્વબૅંકના પ્રમુખ (1949–62). તેમણે જ્યૉર્જિયા યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો હતો. તેમણે કારકિર્દીનાં પ્રારંભ કર્યો વૉલસ્ટ્રીટના એક બૅંકર તરીકે. 1947માં તેઓ વિશ્વબૅંકમાં એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર તરીકે જોડાયા. ઉત્તરોત્તર આગળ વધતાં, 1949માં તેઓ એ બૅંકના પ્રમુખ બન્યા. વિશ્વબૅંકની સહાયનો ઝોક બદલવામાં તેઓ મુખ્ય…
વધુ વાંચો >ભગવતી, જગદીશ એન.
ભગવતી, જગદીશ એન. (જ. 27 જુલાઈ 1934, મુંબઈ) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા મૂળ ભારતીય અર્થશાસ્ત્રી. પિતાનું નામ નટરવલાલ જેઓ ન્યાયવિદ્ હતા અને માતાનું સરસ્વતી. મૅટ્રિકની પરીક્ષામાં તેમણે બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે 1954માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.કૉમ.ની ડિગ્રી મેળવી. 1956માં ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી; 1967માં અમેરિકાની મૅસેચુસેટ્સ…
વધુ વાંચો >ભરતિયું
ભરતિયું : વેચેલા માલ અંગે વેચાણકારે ખરીદનારને મોકલેલો દસ્તાવેજ. માલવેચાણના સોદાના અંતિમ સ્વરૂપમાં વેચનાર તરફથી ખરીદનારને ભરતિયું તૈયાર કરીને મોકલવામાં આવે છે, જેને જનભાષામાં ‘બિલ’ તરીકે ઓળખવામાં આવે છે. આ દસ્તાવેજમાં મોકલેલ માલની સંપૂર્ણ વિગત દર્શાવવામાં આવે છે. ખરીદનારે કુલ કેટલી રકમ ચૂકવવાની થશે તે પણ તેમાં દર્શાવવામાં આવે છે.…
વધુ વાંચો >ભાડાખરીદ પ્રથા
ભાડાખરીદ પ્રથા : મોંઘી વસ્તુ ખરીદવા માટે ઇચ્છુક ગ્રાહક શરૂઆતમાં આંશિક કિંમત ચૂકવીને અને નિશ્ચિત રકમના હપતા ભરીને તે વસ્તુનો માલિક થાય તેવો વસ્તુના ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેનો કરાર. જ્યારે ચીજ-વસ્તુની કિંમત ખૂબ ઊંચી હોય, તે મોજશોખની હોય, તે ચીજવસ્તુ નહિ ખરીદવાથી સંભવિત ગ્રાહકોના પ્રવર્તમાન જીવનમાં કોઈ ફેરફાર થતો ન…
વધુ વાંચો >ભાડા-ખરીદી
ભાડા-ખરીદી : માલ ખરીદ કરવાના વિકલ્પ સહિતનો નિક્ષેપનો કરાર. ભાડા-ખરીદીના કરારોને ભાડા-વેચાણના કરારો પણ કહે છે. ભાડા-વેચાણનો કરાર એ એક એવી સમજૂતી છે કે જે હેઠળ અમુક વસ્તુ કે માલને ભાડે આપવામાં આવે છે અને તે કરાર હેઠળ ભાડે રાખનાર(hirer)ને એની શરતો પ્રમાણે એ વસ્તુ ખરીદવાનો વિકલ્પ પ્રાપ્ત થાય છે.…
વધુ વાંચો >ભાડું
ભાડું : ઉત્પાદનના સાધનને તેની પુરવઠાકિંમત કરતાં જે વધારે કમાણી થાય તે. વ્યક્તિ પોતાની જરૂરિયાતની બધી વસ્તુઓ ખરીદી શકતી નથી. કેટલીક વસ્તુઓની વપરાશ થોડાક સમય માટે કરવાની હોય છે; તો કેટલીક વસ્તુઓ ખૂબ મોંઘી હોય છે ત્યારે તે ભાડે લે છે; દા.ત., સાઇકલ, મકાન વગેરે. આવી વસ્તુ ભાડે આપનાર વ્યક્તિ…
વધુ વાંચો >ભારતીય માનક તંત્ર
ભારતીય માનક તંત્ર (Bureau of Indian Standards) : ખાદ્ય પદાર્થોથી માંડીને ઇલેક્ટ્રૉનિક્સ સુધીની ભારતમાં ઉત્પન્ન થતી પેદાશોને પ્રમાણીકરણનું (પ્રમાણ)પત્ર આપતી સરકારમાન્ય સંસ્થા. 1947માં સોસાયટિઝ અધિનિયમ હેઠળ સ્થપાયેલી ભારતીય માનક સંસ્થા(Indian Standards Institution)ને 1952ના ધારા હેઠળ પ્રમાણીકરણ અને તેને આનુષંગિક કાર્યો સોંપાયેલાં. ત્યારબાદ 1986માં ભારતની સંસદે પસાર કરેલા ધારા અન્વયે તેનું…
વધુ વાંચો >ભૂખમરો
ભૂખમરો : જુઓ ‘ગરીબી’ અને ‘દુષ્કાળ’
વધુ વાંચો >