Ecology

તેજકવચ

તેજકવચ (photosphere) : સૂર્યની ફરતે ર્દશ્યમાન સપાટી. વાસ્તવમાં તેજકવચ કોઈ નક્કર સપાટી નથી, પરંતુ 300 કિ. મી. જાડાઈનો ઘટ્ટ વાયુનો સ્તર છે, જેના તળિયાનું તાપમાન 9000° સે. છે અને ટોચનું તાપમાન 4,300° સે. છે, જ્યાં એ રંગકવચ (chromosphere) સાથે ભળી જાય છે. પૃથ્વી પર મળતો સૂર્યનો લગભગ બધો જ પ્રકાશ…

વધુ વાંચો >

તેજાવરણ

તેજાવરણ (corona) : સૂર્યનું સૌથી બહારનું વાતાવરણ. તેજાવરણ ગરમ આયનિત વાયુ અથવા પ્લાઝ્માનું બનેલું હોય છે, જેનું તાપમાન લગભગ 2000,000 (વીસ લાખ) કૅલ્વિન હોય છે, જ્યારે ઘનતા અત્યંત ઓછી હોય છે. તેજાવરણનો વિસ્તાર સૂર્યની સપાટી–તેજકવચથી 13 લાખ કિમી. અથવા તેથી પણ વધારે હોય છે. તેજાવરણની કોઈ સ્પષ્ટ સીમાઓ નથી હોતી,…

વધુ વાંચો >

ધુમ્મસ

ધુમ્મસ (fog) : હવામાં તરતાં પાણીનાં સૂક્ષ્મ બુંદ. આમ તો ધુમ્મસ વાદળ જેવું છે પણ ફેર એટલો છે કે ધુમ્મસ પૃથ્વીની સપાટીને સ્પર્શી શકે છે જ્યારે વાદળો જમીનથી અધ્ધર રહે છે. તળાવ, નદી અને સમુદ્રના પાણીનું બાષ્પીભવન થતું હોય છે. ભીની જમીન અને વનસ્પતિનાં પાંદડાંમાંથી પણ ભેજ છૂટો પડી હવામાં…

વધુ વાંચો >

ધૂમ્રઝાકળ

ધૂમ્રઝાકળ : જુઓ, વાતાવરણ.

વધુ વાંચો >

નગરધૂળ

નગરધૂળ : જુઓ, પ્રદૂષણ.

વધુ વાંચો >

પરાધ્વનિક ઉડ્ડયન (supersonic flight)

પરાધ્વનિક ઉડ્ડયન (supersonic flight) : સામાન્ય વાતાવરણમાં અવાજની (ધ્વનિની) જે ગતિ હોય તેના કરતાં વધુ ઝડપથી કરવામાં આવતું ઉડ્ડયન. દરિયાકિનારાના 29.92’’Hg વાતાવરણ-દબાણે અને 25° સે. તાપમાને ધ્વનિના પ્રસારણની ગતિ આશરે 1,223.068 કિમી. અથવા 760 માઈલ પ્રતિ કલાકે હોય છે. જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણનું દબાણ તેમજ તાપમાન ઘટે છે. તેથી…

વધુ વાંચો >

પવન (ઉત્પત્તિ, પ્રકાર, પ્રવર્તન અને અસરો)

પવન (ઉત્પત્તિ, પ્રકાર, પ્રવર્તન અને અસરો) ગતિમાન હવા એટલે પવન. વાસ્તવમાં હવાની ક્ષૈતિજ ગતિને પવન કહે છે. હવા જો ઉપરથી નીચે ઊતરે કે નીચેથી ઉપર જાય તો તેને વાતપ્રવાહ (air current) કહે છે. ઉત્પત્તિ : વાતાવરણમાં રહેલી હવા ગરમ થવાથી હલકી તથા પાતળી બને છે અને ઉપર ચઢે છે; વધુ…

વધુ વાંચો >

પવન-ઊર્જા (wind energy)

પવન–ઊર્જા (wind energy) : પવન સાથે સંકળાયેલી ઊર્જાનું સ્વરૂપ. પવનમાં રહેલી ગતિજ ઊર્જાના રૂપાંતરણ માટે વપરાતું સાધન પવનચક્કી છે. પવનચક્કી દ્વારા મેળવવામાં આવતી ઊર્જાને પવન-ઊર્જા કહે છે. પવન (હવા) સાથે સંકળાયેલી ઊર્જાનો ઉપયોગ થઈ શકે તે માટે પવનચક્કીની શોધ થઈ છે. પવનચક્કી તો છેક સાતમી સદીનું ઉપકરણ છે અને પર્શિયા(ઈરાન)માં…

વધુ વાંચો >

પવનવેગ-દિશામાપકો

પવનવેગ–દિશામાપકો : પવનની ઝડપ અને દિશા માપવા માટે ઉપયોગમાં લેવાતાં સાધનો. પવન એ હવામાનના વિવિધ ઘટકો પૈકીનો એક ઘટક છે. પવનની કાર્યશીલતામાં બે મહત્ત્વની બાબતોનું નિરીક્ષણ કરવાનું હોય છે : પવનનો વેગ અને તેની દિશા. પવનની દિશા નક્કી કરવાનું તદ્દન સરળ છે. વાદળ, વનસ્પતિ, ધુમાડો, જળસપાટી પરનાં મોજાં વગેરેની વહનદિશા…

વધુ વાંચો >

પવનશક્તિ (wind power)

પવનશક્તિ (wind power) : પવનશક્તિ હકીકતે, સૌર ઊર્જાનું એક સ્વરૂપ છે. ગરમીના કારણે, જમીનની પાસેની હવા તપીને ઊંચી ચડે છે અને તેની જગ્યા ભરવા માટે સમુદ્ર ઉપરની હવા જમીન ઉપર આવે છે. હવાની આવી હિલચાલ એટલે પવન. પવન કાયમ ફૂંકાતો જ રહેતો હોઈ, આ ઊર્જા વપરાઈ કે સમાપ્ત થઈ જતી…

વધુ વાંચો >