Drama

મૅમેટ, ડેવિડ (ઍલન)

મૅમેટ, ડેવિડ (ઍલન) (જ. 30 નવેમ્બર 1947, શિકાગો, ઇલિનૉઈ) : નાટક અને ફિલ્મ-પટકથાના લેખક અને ફિલ્મદિગ્દર્શક. તેમણે વમૉર્ન્ટની ગૉડાર્ડ કૉલેજ ખાતે અભ્યાસ કર્યો અને ન્યૂયૉર્ક સિટીમાં અભિનેતા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. તેમનાં ‘અમેરિકન બફૅલો’ (1976) તથા ‘સ્પીડ ધ પ્લાઉ’ (1987) નાટકોમાં શહેરી સમાજને મૂંઝવતી મનોવૈજ્ઞાનિક તથા નૈતિક સમસ્યાઓની માર્મિક અને…

વધુ વાંચો >

મૅમોલિયન, રૂબેન

મૅમોલિયન, રૂબેન (જ. 8 ઑક્ટોબર 1897, ટિફિલસ, જ્યૉર્જિયા; અ. 4 ડિસેમ્બર 1987, હૉલિવૂડ, ‘કૅલિફૉર્નિયા, યુ.એસ.) : ચલચિત્રો તથા રંગભૂમિના રશિયન દિગ્દર્શક. ધ્વનિયુગના આરંભકાળે તેમણે સિને-કલાના વિકાસમાં ગણનાપાત્ર ફાળો આપ્યો. તેમણે સૌપ્રથમ કૅમેરાને ફરતો રાખવાની પદ્ધતિ અપનાવી ગતિમયતા પ્રયોજી. તેમજ સંગીત તથા ધ્વન્યાત્મક અસરોનું ખૂબ કૌશલ્યપૂર્ણ મિશ્રણ કરવાની સાથોસાથ કલ્પનાપ્રચુર ચિત્રાત્મક…

વધુ વાંચો >

મે લાન-ફાંગ

મે લાન-ફાંગ (જ. 22 ઑક્ટોબર 1894; અ. 7 ઑગસ્ટ 1961) : ચીનના એક ઉત્તમ અભિનેતા, ગાયક અને સ્ત્રીપાત્રના વેશમાં ઉત્તમ નૃત્ય રજૂ કરનારા કલાકાર. ચીની રંગભૂમિ-જગતમાં તેઓ મૂઠી-ઊંચેરા કલાકાર લેખાય છે. અપાર પરિશ્રમ અને ખંત વડે તેમણે વર્ષોથી ઉપેક્ષિત રહેલાં રંગભૂમિનાં સર્વોત્તમ સર્જનો શોધી કાઢ્યાં અને ચીની રંગભૂમિ પર જહેમતપૂર્વક…

વધુ વાંચો >

મેલોડ્રામા

મેલોડ્રામા : ઑપેરામાંથી ઉદભવેલો નાટ્યપ્રકાર. ગ્રીક ભાષામાં તે ‘સાગ ડ્રામા’ એટલે કે ‘ગીત-નાટ્ય’ તરીકે ઓળખાય છે. મેલોડ્રામાનો ઉદભવ ઇટાલીમાં સોળમી સદીનાં અંતિમ વર્ષોમાં ઑપેરાના ઉદભવની સાથોસાથ થયો. ઑપેરાનો વિકાસ પ્રશિષ્ટ ટ્રૅજેડીને પુનર્જીવિત કરવાના પ્રયત્નમાંથી થયો. તેમાં સંગીત કે નાટ્યની જમાવટ હોય તે પ્રમાણે તે કૃતિ ઑપેરા કે મેલોડ્રામા તરીકે ઓળખાતી.…

વધુ વાંચો >

મોતીબાઈ

મોતીબાઈ (જ. 1915; અ. 28 ઑગસ્ટ 1995, લીલિયા, લાઠી) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિની લોકપ્રિય નાયિકા. મોતીબાઈ મધુર કંઠ ધરાવનાર અને આદર્શ સન્નારીના પાત્રને રજૂ કરનાર સફળ નાયિકા હતાં. ઉત્કૃષ્ટ વાચિક અને આંગિક અભિનયથી એમણે ઘણી ભૂમિકાઓને જીવંત કરેલી. વતન ભાવનગર રાજ્યનું નાનકડું ગામડું ખૂંટવડા. જ્ઞાતિ ગુંસાઈબાવા; માતાનું નામ કુંવરબાઈ; પિતાનું…

વધુ વાંચો >

મોતી વેરાણાં ચોકમાં

મોતી વેરાણાં ચોકમાં : રામજીભાઈ વાણિયા-લિખિત નાટક. વ્યવસાયી રંગભૂમિ તથા અર્વાચીન રંગભૂમિ તેમજ લોકભવાઈ અને લોકસંગીત વગેરે જેવાં નાટ્યસહજ તત્વોના સફળ સમન્વયથી રચાયેલી પ્રેક્ષણીય કૃતિ. તેના કથાનકના ઘટનાપ્રસંગો લેખકને ધૂળધોયા લોકવરણનાં જીવતાં પાત્રો પાસેથી સાંપડ્યાં છે. નાટકની નાયિકા ગલાલને બચપણથી જ નેડો લાગ્યો છે ગીત સાથે. વિધિની વક્રતા એ છે…

વધુ વાંચો >

મોદી, ચિનુ ચંદુલાલ, ‘ઇર્શાદ’

મોદી, ચિનુ ચંદુલાલ, ‘ઇર્શાદ’ (જ. 30 સપ્ટેમ્બર 1939, વિજાપુર; અ. 19 માર્ચ 2017, અમદાવાદ) : ગુજરાતી કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક. વતન કડી. પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં, માધ્યમિક શિક્ષણ ધોળકા, અમદાવાદમાં. 1954માં મૅટ્રિક. ગુજરાત યુનિવર્સિટીમાંથી 1958માં ગુજરાતી ઇતિહાસ વિષય સાથે બી. એ. 1960માં એલએલ. બી.; 1961માં ગુજરાતી–હિન્દી સાથે એમ. એ., 1968માં…

વધુ વાંચો >

મોરબી આર્ય સુબોધ નાટક મંડળી, શ્રી

મોરબી આર્ય સુબોધ નાટક મંડળી, શ્રી (1882થી 1924) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિની અગ્રણી નાટક મંડળી. 1878થી 1882 સુધી પ્રવૃત્ત રહેલી ‘આર્ય સુબોધ નાટક મંડળી’માંથી છૂટા થઈ, મોરબીના સંસ્કારસંપન્ન બ્રાહ્મણ બંધુઓ વાઘજીભાઈ તથા મૂળજીભાઈ આશારામ ઓઝાએ એ મંડળીના નામ આગળ ‘મોરબી’ શબ્દ ઉમેરી આ નવા નામે નાટ્યપ્રવૃત્તિ શરૂ કરી. રંગભૂમિ મારફત…

વધુ વાંચો >

મૉલિયેર, ઝાં બેપ્ટિસ્ટે પૉક્લિન

મૉલિયેર, ઝાં બેપ્ટિસ્ટે પૉક્લિન (જ. 15 જાન્યુઆરી 1622, પૅરિસ; અ. 17 ફેબ્રુઆરી 1673, પૅરિસ) : ફ્રાન્સના નાટ્યકાર અને અભિનેતા. ફ્રેન્ચ કૉમેડીના તે સૌથી મહાન લેખક ગણાયા છે. તેઓ એક સુખી-સંપન્ન પરિવારના પુત્ર હતા અને સારું શિક્ષણ પામ્યા હતા. પરંતુ 1643માં અભિનેતા બનવા માટે ગૃહત્યાગ કર્યો. તેમણે ´લ ઇલ્સ્ટ્રે થિયેટ્રિકલ કંપની´ની…

વધુ વાંચો >

મૉસ્કો આર્ટ થિયેટર

મૉસ્કો આર્ટ થિયેટર (સ્થાપના – 1898) : રશિયાના પાટનગર મૉસ્કોની નાટ્યતાલીમ આપતી અને નાટ્યનિર્માણ કરતી જગપ્રસિદ્ધ નાટકશાળા. તેનું અધિકૃત નામ મૅક્સિમ ગૉર્કી મૉસ્કો આર્ટ એકૅડેમિક થિયેટર છે. તેની સ્થાપના સહકારી ધોરણે કરવામાં આવી હતી. અવેતન કલાકારો તેમજ ફિલહાર્મોનિક સોસાયટીના નાટ્યવર્ગના નવા સ્નાતકોના સહયોગથી તેની સ્થાપના કરવામાં આવી હતી. તેના નામ…

વધુ વાંચો >