Drama

મારફતિયા, નગીનદાસ તુલસીદાસ

મારફતિયા, નગીનદાસ તુલસીદાસ (જ. 1840, સૂરત; અ. 1902) : ગુજરાતીમાં મૌલિક નાટકના પ્રથમ સર્જક. સૂરતની મોઢ વણિક જ્ઞાતિના નગીનદાસ 1863માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ઉત્તીર્ણ થનાર બીજા સ્નાતક જૂથના પહેલા ગુજરાતી હતા. 1868માં તેમણે કાયદા વિષયમાં સ્નાતકની ઉપાધિ મેળવી અને મુંબઈ હાઇકૉર્ટમાં પહેલા ગુજરાતી ઍડ્વોકેટ તરીકે સનદ મેળવી હતી. તેઓ કવિ નર્મદના…

વધુ વાંચો >

મારિવો, પ્યેર

મારિવો, પ્યેર (જ. 4 ફેબ્રુઆરી 1688, પૅરિસ; અ. 12 ફેબ્રુઆરી 1763, પૅરિસ) : ફ્રેંચ નાટ્યકાર, નવલકથાકાર અને પત્રકાર. પૅરિસના અત્યંત ધનિક કુટુંબમાં જન્મ. પિતા વકીલ હતા અને પુત્રને પણ વકીલાતની તાલીમ આપેલી, પણ મારિવોને રાજદરબારમાં ભજવાતાં નાટકોમાં વધુ રસ હતો. વીસ વર્ષની ઉંમરે પહેલું નાટક ‘ધ પ્રૂડન્ટ ઍન્ડ ઇક્વિટેબલ ફાધર’…

વધુ વાંચો >

માર્લો, ક્રિસ્ટોફર

માર્લો, ક્રિસ્ટોફર (જ. 6 ફેબ્રુઆરી 1564, કૅન્ટરબરી; અ. 30 મે 1593, ડેફ્ટફર્ડ) : અંગ્રેજ નાટ્યકાર અને કવિ. એલિઝાબેથના સમયના ‘યુનિવર્સિટી વિટ’ નામક વૃંદના સભ્ય. સામાજિક રૂઢિઓ વિરુદ્ધ બંડ કરવાની સ્વૈરવૃત્તિ અને તે મુજબનું આચરણ કરનારા લેખક. પિતા ચર્મકાર. શિક્ષણ કૅન્ટરબરીની કિંગ્ઝ સ્કૂલ અને કૉર્પસ ક્રિસ્ટી કૉલેજ, કેમ્બ્રિજમાં. બી.એ. 1584માં અને…

વધુ વાંચો >

માર્સલ, ગેબ્રિયલ

માર્સલ, ગેબ્રિયલ (જ. 7 ડિસેમ્બર 1889, પૅરિસ, ફ્રાંસ; અ. 8 ઑક્ટોબર 1973) : ફ્રાન્સના નાટ્યકાર. તેઓ અસ્તિત્વવાદી પરંપરાના તત્વચિંતક હતા; પરંતુ સાર્ત્રના નિરીશ્વરવાદી અસ્તિત્વવાદથી જુદા પડવાના આશયથી તેઓ ‘નિયોસૉક્રૅટિક’ તરીકે અથવા ‘ક્રિશ્ચિયન એક્ઝિસ્ટેન્શલિસ્ટ’ તરીકે પોતાને ઓળખાવતા હતા. તેમણે સૉબૉર્ન ખાતે તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો; પરંતુ વ્યવસાયી પત્રકાર, શિક્ષક, તંત્રી અને વિવેચક…

વધુ વાંચો >

માર્સો, માર્સલ

માર્સો, માર્સલ (જ. 1923, સ્ટ્રેસબર્ગ, ફ્રાન્સ) : ફ્રાન્સના મૂક-અભિનયના જાણીતા કલાકાર. તેમણે પૅરિસમાં ઇકૉલ દ બોઝાર્ત ખાતે અભ્યાસ કર્યો. 1948માં તેમણે માઇમ માર્સલ માર્સો નામે સંસ્થા સ્થાપી; તેમાં તેમણે મૂક-અભિનયકલાને પદ્ધતિસર વિકસાવી અને તે કલાના તેઓ અગ્રણી પુરસ્કર્તા બની રહ્યા. તેમનું શ્વેતરંગી ચહેરો ધરાવતું ‘બિપ’ નામનું પાત્ર રંગભૂમિ તથા ટેલિવિઝન…

વધુ વાંચો >

માલવપતિ મુંજ (નાટક)

માલવપતિ મુંજ (નાટક) : પ્રભુલાલ દયારામ દ્વિવેદી રચિત ઐતિહાસિક ત્રિઅંકી નાટક. તે 1924માં રચાયું અને એ જ સાલમાં શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજ દ્વારા ભજવાયું હતું. આ નાટક છપાયું નથી. આ નાટકના સંવાદોમાં ગુજરાતી ભાષાનાં તેજ અને જોમ પ્રગટ્યાં છે. એ રીતે એ સંવાદોનું ગદ્ય પણ પ્રભાવક છે. તૈલપના દરબારમાં મુંજને…

વધુ વાંચો >

માલવિકાગ્નિમિત્ર

માલવિકાગ્નિમિત્ર : સંસ્કૃત નાટ્યકાર કાલિદાસે લખેલું નાટક. આ નાટક કાલિદાસે પોતાની કારકિર્દીના આરંભમાં લખેલું જણાય છે. તેમાં વિદર્ભની રાજકુમારી માલવિકા અને શુંગવંશના રાજા અગ્નિમિત્રનો પ્રણય વર્ણવાયો છે. તેથી આ નાટક ઐતિહાસિક છે. પહેલા અંકમાં વિદર્ભમાંથી બહાર નીકળેલી રાજકુમારી માલવિકા લૂંટારાઓને કારણે અવદશા પામ્યા પછી અગ્નિમિત્રની પટરાણી ધારિણીની દાસી તરીકે રહે…

વધુ વાંચો >

માલિય થિયેટર

માલિય થિયેટર (સ્થા. 14 ઑક્ટોબર 1824) : હાલના રશિયાના પાટનગર મૉસ્કોની પોણા બે સૈકાથી અવિરત ચાલતી પ્રખ્યાત નાટ્યમંડળી. મૂળ નામ ઇમ્પીરિયલ થિયેટર. ‘માલિય’ એટલે નાનું, બૅલે માટેના ‘બૉલ્શૉય’(મોટું)ની સરખામણીએ આ નામ પડ્યું હતું. આમ તો એક ધનાઢ્ય વેપારીની વાડીમાં 1806થી આ મંડળી છૂટાંછવાયાં નાટકો ભજવતી રહેતી. ઝારશાહી રશિયામાં થિયેટરની શરૂઆત…

વધુ વાંચો >

મિત્ર, તૃપ્તિ

મિત્ર, તૃપ્તિ (જ. 25 ઑક્ટોબર 1925, દિનાજપુર, બંગાળ, બ્રિટિશ ઇન્ડિયા; અ. 24 મે 1989, કૉલકાતા) : બંગાળી રંગભૂમિનાં અગ્રેસર નટી અને શંભુ મિત્રનાં પત્ની. તેમણે પણ શંભુ મિત્રની જેમ જ બંગાળના નવનાટ્ય-આંદોલનમાં પ્રમુખ ભૂમિકા ભજવી હતી. પ્રારંભમાં શંભુ મિત્ર સાથે વિશ્વરૂપ નાટ્યસંસ્થામાં કામ કર્યું અને પછી ‘બહુરૂપી’ સંસ્થા સાથે સંકળાયાં.…

વધુ વાંચો >

મિત્ર, દીનબંધુ

મિત્ર, દીનબંધુ (જ. 1829, ચૌબેરિયા પી.એસ. નૉર્થ 24 પરગણા; અ. 1 નવેમ્બર 1873) : નાટકકાર. હેર સ્કૂલમાં અભ્યાસ કર્યો અને ત્યાં 1850માં જુનિયર સ્કૉલરશિપ મેળવી. ત્યારપછી તેઓ હિંદુ કૉલેજમાં દાખલ થયા. 1855માં તેમણે કૉલેજ છોડી અને પટનામાં પોસ્ટમાસ્ટર તરીકે તેઓ નિમાયા. શાળાના વિદ્યાર્થી હતા ત્યારથી જ તેઓ લખતા હતા. તે…

વધુ વાંચો >