Choreography
ઝવેરી બહેનો
ઝવેરી બહેનો : મણિપુરી નર્તનક્ષેત્રની કલાકાર બહેનો. ઝવેરી બહેનોમાં સૌથી નાનાં તે દર્શના (જ. 1939). બીજી 3 બહેનોનાં નામ નયના (1927–1986), રંજના (1930–) તથા સુવર્ણા (1935). ચારેય બહેનો નાની વયમાં મણિપુરી નૃત્યશૈલીની સુકુમારતા, મૃદુતા તથા ભક્તિસભરતાથી પ્રભાવિત થઈ તેના પ્રત્યે આકર્ષાઈ. એવામાં સર્જક પ્રતિભાવાળા ગુરુ બિપિનસિંહને ગુરુ રૂપે મેળવવા તેઓ…
વધુ વાંચો >ઠાકોર, ઇલાક્ષી
ઠાકોર, ઇલાક્ષી (જ. 12 એપ્રિલ 1936, પુણે) : ભરતનાટ્યમનાં વિખ્યાત નૃત્યાંગના. પિતા ઠાકોરદાસ જયકિસનદાસ. તેઓ નામાંકિત હસ્તાક્ષરનિષ્ણાત હતા. તેમની તથા બહેન જયબાળાની પ્રેરણાથી તેમણે શાસ્ત્રીય નૃત્યક્ષેત્રમાં નાની ઉંમરે પદાર્પણ કર્યું. માતાનું નામ ધનલક્ષ્મી. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પુણે ખાતે થયું હતું. કથક નૃત્યની પ્રારંભિક તાલીમ તેમણે 6–7 વર્ષ સુધી…
વધુ વાંચો >દુર્ગાચરણ, રણબીર
દુર્ગાચરણ, રણબીર (જ. 1 માર્ચ 1951, કાનગુરુ, ઓડિશા) : ઓડિસી નૃત્યના ખ્યાતિપ્રાપ્ત પ્રતિભાશાળી નૃત્યકાર અને લોકપ્રિય ગુરુ. વર્ષો સુધી સતત અભ્યાસ અને ગુરુઓ દ્વારા પ્રાપ્ત થયેલ શિક્ષણને ઊંડાણપૂર્વક આત્મસાત્ કરીને ઓડિસી નૃત્યશૈલીના સંવર્ધન અને પ્રસાર માટે તેમનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. આ માટે તેમને 2025માં ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ના પુરસ્કારથી…
વધુ વાંચો >દુર્ગાલાલ
દુર્ગાલાલ (જ. 9 સપ્ટેમ્બર 1948, મહેન્દ્રગઢ, રાજસ્થાન; અ. 31 જાન્યુઆરી 1990, લખનૌ) : ભારતના કથકનૃત્યકાર. પિતા ઓમકારલાલ અજમેર દરબારના રાજગાયક અને નર્તક હતા. તેમના બંને પુત્રો દેવીલાલ અને દુર્ગાલાલને ગળથૂથીમાં જ સંગીત અને કથક નૃત્યના સંસ્કાર મળ્યા હતા. દુર્ગાલાલે પ્રથમ પિતા પાસે અને પછી મોટા ભાઈ દેવીલાલ પાસે સંગીત-નૃત્યની તાલીમ…
વધુ વાંચો >ધનંજયન, પોડુવાલ
ધનંજયન, પોડુવાલ (જ. 30 એપ્રિલ 1939, પય્યનૂર, કેરળ (કેરળમ્)) : જાણીતા નૃત્યકાર અને દક્ષિણ ભારતના શાસ્ત્રીય નૃત્ય – ભરતનાટ્યમ્ અને કથકલીના યુગપ્રવર્તક કલાગુરુ. વી. પી. ધનંજયન તરીકે વિશ્વવિખ્યાત થયેલા આ કલાકાર સમૃદ્ધ સાંસ્કૃતિક વાતાવરણમાં ઘડાયા. કુદરત અને નૃત્યકલા તરફના ઝોકને કારણે વતન પય્યનૂરમાં તેમની આંતરિક કલાદૃષ્ટિ ખીલી. પિતાજી રામા પોડુવાલ…
વધુ વાંચો >નાયર, રાઘવન્
નાયર, રાઘવન્ (જ. 1924, મધ્ય કેરળ; અ. 1985, મુંબઈ) : કથકલિ નૃત્યકાર, નૃત્યસંયોજક અને શિક્ષક. બાળપણથી જ અવારનવાર કથકલિના પ્રયોગો જોઈ તે શૈલીનો નાદ લાગ્યો હતો. આથી સાતમા ધોરણથી અભ્યાસ પડતો મૂકી કોટ્ટક્કલના પી. એસ. વારિયરની નાટ્યમંડળીમાં જોડાયા. મંડળીમાં શરૂઆતમાં નાનાં પાત્રોની ભજવણી કરી અને ધીમે ધીમે નાટ્યકળાની ખૂબીઓથી જાણકાર…
વધુ વાંચો >નાંદી, અમલા
નાંદી, અમલા (જ. 27 જૂન 1919; અ. 24 જુલાઈ 2020, કૉલકાતા) : બંગાળી નૃત્યાંગના. પિતા અક્ષયકુમાર નાન્દી સંનિષ્ઠ સમાજસેવક તેમજ વિદ્યાવ્યાસંગી હતા. સંસ્કારી અને સુખી કુટુંબમાં ઊછરેલ અમલામાં બાળપણથી જ કલા, વિદ્યા તેમજ વિશ્વબંધુત્વની ભાવનાનું સિંચન થયું હતું. અગિયાર વર્ષની કુમળી વયે પિતા સાથે પૅરિસ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય કૉલોનિયલ પ્રદર્શન…
વધુ વાંચો >નૃત્યકલા
નૃત્યકલા : કોઈ ભાવ, કલ્પના, વિચાર કે વાર્તાને વ્યક્ત કરવા કે પછી ગતિનો જ આનંદ માણવા માટે સંગીતમય અને તાલબદ્ધ રીતે થતો અંગવિન્યાસ. નૃત્ય કલાઓની જનની છે. માણસે રંગ, પથ્થર કે શબ્દમાં પોતાની આંતરિક અનુભૂતિને વાચા આપી તે પહેલાં પોતાના દેહ દ્વારા એની અભિવ્યક્તિ સાધી. સર્વપ્રથમ નૃત્ય-ચેષ્ટા સર્વસામાન્ય આનંદને વ્યક્ત…
વધુ વાંચો >પરીખ, ઇષિરા
પરીખ, ઇષિરા (જ. 11 માર્ચ 1962, અમદાવાદ) : કથક નૃત્યશૈલીનાં જાણીતાં કલાકાર. તેમણે સમગ્ર શિક્ષણ તથા નૃત્યની તાલીમ અમદાવાદ ખાતે લીધી છે. પિતાનું નામ સુબંધુ અને માતાનું નામ સાધના, જેઓ અમદાવાદની હરિવલ્લભદાસ કાળીદાસ આર્ટ્સ કૉલેજમાં મનોવિજ્ઞાન વિષયનાં અધ્યાપિકા હતાં. પિતા વ્યવસાયે કૉન્ટ્રેક્ટર છે. ઇષિરાના દાદા રસિકલાલ છોટાલાલ પરીખ ગુજરાતના જાણીતા…
વધુ વાંચો >પાણિગ્રહી સંયુક્તા
પાણિગ્રહી, સંયુક્તા (જ. 24 ઑગસ્ટ 1944, બિશમપુર, ઓરિસા; અ. 24 જૂન 1997, ભુવનેશ્વર) : ઓડિસી નૃત્યશૈલીને ભારતની શાસ્ત્રીય નૃત્યશૈલીઓમાં માનવંતું સ્થાન અપાવનાર નૃત્યાંગના. પિતાનું નામ અભિરામ મિશ્રા અને માતાનું નામ શકુન્તલા. શિક્ષણ સિનિયર કેમ્બ્રિજ સુધી. બાળપણમાં ઓડિસીની પ્રારંભિક તાલીમ લીધા પછી વિખ્યાત નૃત્યકલાગુરુ રુક્મિણીદેવી ઍરુંડેલના ચેન્નઈ ખાતેના કલાક્ષેત્રમાં ભરતનાટ્યમ્ની વિશેષ…
વધુ વાંચો >