Chemistry

રાસાયણિક ઉત્ક્રાંતિ

રાસાયણિક ઉત્ક્રાંતિ : સાદાં રાસાયણિક તત્ત્વોમાંથી પ્રોટીન, ન્યૂક્લીઇક (nucleic) ઍસિડ, પૉલિસૅકેરાઇડ જેવા જીવનાવદૃશ્યક સંકીર્ણ કાર્બનિક અણુઓની ઉત્પત્તિ. જીવનની ઉત્ક્રાંતિ અંગેની જિજ્ઞાસા જૈવિક અણુઓના ઊગમ વિશે વિચાર કરવા પ્રેરે છે. ભૂસ્તરીય ઇતિહાસમાં કોઈ એવો પ્રાગ્-જૈવિક કાળ હોવો જોઈએ, જે દરમિયાન કાર્બનિક સંયોજનો બન્યાં હશે તથા તેઓ મનુષ્યની જૈવિક પ્રણાલીઓમાં મળતાં સંકીર્ણ…

વધુ વાંચો >

રાસાયણિક તત્ત્વો

રાસાયણિક તત્ત્વો : સામાન્ય રાસાયણિક રીતો દ્વારા (વધુ સાદા ઘટકોમાં) જેનું વિભાજન કરી ન શકાય તેવા પદાર્થો. સઘળાં દ્રવ્યોમાં રાસાયણિક તત્ત્વો મૂળભૂત પદાર્થો તરીકે રહેલા છે. કોઈ એક તત્વના બધા જ પરમાણુઓના કેન્દ્રમાં એકસરખી સંખ્યામાં પ્રોટૉન હોય છે. આને તત્વનો પરમાણુ-આંક કહે છે. તત્ત્વોનું વર્ગીકરણ આવર્તક કોષ્ટકરૂપે કરવામાં આવે છે.…

વધુ વાંચો >

રાસાયણિક પૃથક્કરણ

રાસાયણિક પૃથક્કરણ : રાસાયણિક સંયોજનનું તેના ઘટક-વર્ગ (નિકટ, proximate) અથવા અંતિમ ભાગોમાં અલગન; તેમાં રહેલા તત્ત્વોનું કે તેમાંની અશુદ્ધિઓનું નિર્ધારણ. વિશ્લેષક પાસે જ્યારે અજ્ઞાત નમૂનો આવે ત્યારે પહેલી જરૂરિયાત તેમાં કયા કયા પદાર્થો હાજર છે તે નક્કી કરવાની છે. ઘણી વાર એમ પણ બને કે નમૂનામાં કઈ કઈ અશુદ્ધિઓ હાજર…

વધુ વાંચો >

રાસાયણિક પ્રક્રિયા

રાસાયણિક પ્રક્રિયા : જેમાં એક અથવા વધુ તત્ત્વો કે સંયોજનો (પ્રક્રિયકો) ભાગ લઈ નવાં સંયોજનો (નીપજો) બનાવે તેવી પ્રવિધિ. આવો રાસાયણિક ફેરફાર અનેક રીતે થઈ શકે છે; દા. ત., બે પદાર્થો વચ્ચે સંયોજન (combination) દ્વારા, તેમની વચ્ચે પ્રતિસ્થાપન (replacement) કે એક સંયોજનના વિઘટન દ્વારા અથવા તેમના કોઈ રૂપાંતરણ (modification) દ્વારા…

વધુ વાંચો >

રાસાયણિક પ્રવિધિઓનું પ્રતિરૂપણ (modelling of chemical processes)

રાસાયણિક પ્રવિધિઓનું પ્રતિરૂપણ (modelling of chemical processes) : અસ્તિત્વમાં હોય (અથવા જેની રચના કરવાની હોય) તેવી પ્રણાલીનાં મુખ્ય પાસાંઓનું એવું નિરૂપણ (યથાર્થ ચિત્રણ, representation) કે જે પ્રણાલીના ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપની માહિતી આપે. આ ચિત્રણ શક્ય તેટલું સાદું પણ અતિશય સાદું ન હોવું જોઈએ. રાસાયણિક પ્રક્રિયા ઇજનેરી (chemical reaction…

વધુ વાંચો >

રાસાયણિક બંધ (chemical bond)

રાસાયણિક બંધ (chemical bond) અણુ અથવા સ્ફટિકમાંના પરમાણુઓને એકબીજા સાથે પ્રબળ રીતે જકડી રાખનારાં આકર્ષણ-બળો. જો બે પરમાણુઓ અથવા સમૂહો વચ્ચે લાગતાં બળો એવાં હોય કે તે એક નવો, પૂરતી સ્થિરતાવાળો એવો સમુચ્ચય (aggregate) બનાવે કે જેને રસાયણવિદ (chemist) સ્વતંત્ર આણ્વીય જાતિ (molecular species) તરીકે ગણાવી શકે તો તેમની વચ્ચે…

વધુ વાંચો >

રાસાયણિક વર્ગીકરણ (chemotaxonomy)

રાસાયણિક વર્ગીકરણ (chemotaxonomy) વનસ્પતિ-વર્ગીકરણવિદ્યાના અભ્યાસમાં રસાયણવિજ્ઞાનનો વિનિયોગ. વનસ્પતિ-વર્ગીકરણવિદ્યાની ત્રણ પદ્ધતિઓ છે : (1) કૃત્રિમ (artificial), (2) નૈસર્ગિક (natural) અને (3) જાતિવિકાસીય (phylogenetic). પ્રાચીન કાળમાં કૃત્રિમ અને નૈસર્ગિક પદ્ધતિઓ દ્વારા વનસ્પતિઓનું વર્ગીકરણ કરવામાં આવતું હતું. ડાર્વિનના ‘પ્રાકૃતિક પસંદગીવાદ’ (theory of natural selection) પછી ઍંગ્લર અને પ્રૅન્ટલ, હચિન્સન, રૅન્ડલ, ચાર્લ્સ બૅસી, તખ્તજાન,…

વધુ વાંચો >

રાસાયણિક સમતોલન

રાસાયણિક સમતોલન : પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતી એક એવી સ્થિતિ કે જેમાં પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતામાં કોઈ દેખીતો ફેરફાર થતો નથી. પ્રતિવર્તી પ્રક્રિયા એ એવી પ્રક્રિયા છે કે જેમાં નીપજો ઉત્પન્ન થતાંની સાથે તેમની વચ્ચે પ્રક્રિયા થઈ મૂળ પ્રક્રિયકો પાછા ઉત્પન્ન થાય છે; દા. ત., A B   .…

વધુ વાંચો >

રાસાયણિક સમીકરણ

રાસાયણિક સમીકરણ : રાસાયણિક પ્રક્રિયાને, તેમાં ભાગ લેતા તેમજ પ્રક્રિયાને લીધે ઉત્પન્ન થતા પદાર્થોના કણો (પરમાણુઓ, અણુઓ, આયનો) માટે સંજ્ઞાઓ (symbols) અને સૂત્રો વાપરીને, દર્શાવવાની એક રીત. આવા સમીકરણમાં પ્રક્રિયા કરતા પદાર્થો (પ્રક્રિયકો) સામાન્ય રીતે ડાબી બાજુએ જ્યારે પ્રક્રિયા થયા બાદ ઉદભવતી નીપજોને જમણી બાજુએ દર્શાવવામાં આવે છે અને તેમને…

વધુ વાંચો >

રાસાયણિક સંજ્ઞા (chemical symbol)

રાસાયણિક સંજ્ઞા (chemical symbol) : રાસાયણિક તત્વોને તેમનાં વૈજ્ઞાનિક નામો ઉપરથી દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી સંક્ષિપ્ત સંકેતલિપિ. રાસાયણિક સંજ્ઞાઓ માટે અક્ષરોનો સૌપ્રથમ ઉપયોગ સ્કૉટલૅન્ડના રસાયણવિદ્ ટૉમસ ટૉમ્સને 1801માં તેમના ‘મિનરલૉજી’ (mineralogy) નામના અધિકરણમાં કર્યો હતો. 1813માં જે. જે. બર્ઝેલિયસે તત્વોનાં લૅટિન નામો ઉપરથી રાસાયણિક સંજ્ઞાઓનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું.…

વધુ વાંચો >