Chemistry
મૃદુ પાણી
મૃદુ પાણી (soft water) : કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અથવા લોહ જેવી ધાતુઓ વિનાનું અને સાબુ સાથે સરળતાથી ફીણ ઉત્પન્ન કરતું પાણી. આવી ધાતુઓના ક્ષારો ધરાવતું પાણી – કઠિન પાણી (hard water) – સાબુ સાથે ફીણ ઉત્પન્ન કરવાને બદલે બગરી (skum) ઉત્પન્ન કરે છે અને તેથી સાબુનો વ્યય થાય છે. બૉઇલરમાં આવું…
વધુ વાંચો >મેકડાયાર્મિડ, એલન જી.
મેકડાયાર્મિડ, એલન જી. (જ. 14 એપ્રિલ 1927, માસ્ટરટન, ન્યૂઝીલૅન્ડ; અ. 7 ફેબ્રુઆરી 2007, પેન્સિલવેનિયા, યુ. એસ.) : રાસાયણિક રૂપાંતરણ દ્વારા ધાતુની માફક વિદ્યુતનું ઝડપથી સંવહન કરી શકે તેવા (સંશ્લેષિત ધાતુઓ તરીકે ઓળખાતા) પ્લાસ્ટિક બહુલકોની શોધ બદલ 2000ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. યુનિવર્સિટી ઑવ્ ન્યૂઝીલૅન્ડ-માંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ…
વધુ વાંચો >મૅકમિલન, ઍડ્વિન મૅટિસન
મૅકમિલન, ઍડ્વિન મૅટિસન (McMillan, Edwin Mattison) (જ. 18 સપ્ટેમ્બર 1907, રિડૉન્ડો બીચ, કૅલિફૉર્નિયા; અ. 7 સપ્ટેમ્બર 1991, અલ સેરિટો, કૅલિફૉર્નિયા) : નૅપ્ચૂનિયમના શોધક અને 1951ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષય માટેના નોબેલ પારિતોષિક વિજેતા યુ.એસ.ના ભૌતિકવિજ્ઞાની. તેમણે શરૂઆતનું શિક્ષણ પૅસેડીના(કૅલિફૉર્નિયા)માં લીધેલું. 1928માં તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી બી.એસસી.ની, તે પછીના વર્ષે એમ.એસસી.ની…
વધુ વાંચો >મૅકિન્ટૉશ, ચાર્લ્સ
મૅકિન્ટૉશ, ચાર્લ્સ (જ. 29 ડિસેમ્બર 1766, ગ્લાસગો, વેસ્ટ સ્કૉટલૅન્ડ; અ. 25 જુલાઈ 1843; ગ્લાસગો, યુ.કે.) : ઉત્પાદનક્ષેત્રમાં વ્યસ્ત રસાયણવિજ્ઞાની. ગૅસના કારખાનાની બિનજરૂરી પેદાશોનો કોઈક ફળદાયી ઉપયોગ શોધવામાં તેઓ પ્રવૃત્ત હતા. તે દરમિયાન તેમણે 1823માં કાપડને જલાભેદ્ય (water-proof) બનાવવાની પ્રક્રિયા શોધી કાઢી; આને પરિણામે રેનકોટ જેવાં સાધનો બનાવવાનું શક્ય બન્યું. તે…
વધુ વાંચો >મૅક્કિનૉન, રૉડરિક
મૅક્કિનૉન, રૉડરિક (MacKinnon, Roderick) (જ. 19 ફેબ્રુઆરી 1956, બર્લિંગ્ટન, યુ.એસ.) : અમેરિકન જૈવભૌતિકવિદ (biophysicist) અને 2003ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. મૅક્કિનૉને 1978માં બ્રાન્ડીસ (Brandeis) યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી અને 1982માં બૉસ્ટનની ટફ્ટ્સ (Tufts) યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ મેડિસીનમાંથી એમ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1986માં તેમણે બ્રાન્ડીસ યુનિવર્સિટી(વોલ્થેમ, મૅસે.)માં આયનવાહિકાઓ (ion channels)…
વધુ વાંચો >મૅક્સવેલનો રાક્ષસ
મૅક્સવેલનો રાક્ષસ (Maxwell’s Demon) : એક કાલ્પનિક બુદ્ધિશાળી જીવ (અથવા ક્રિયાત્મક રીતે તદનુરૂપ સાધન), જે પ્રત્યેક અણુને પારખી, તેની ગતિને અનુરૂપ પ્રતિક્રિયા કરી શકે છે. 1871માં જેમ્સ ક્લાર્ક મૅક્સવેલે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમના ઉલ્લંઘનની શક્યતા દર્શાવવા તેની કલ્પના કરી હતી. આ નિયમ મુજબ ઉષ્મા ઠંડા પદાર્થમાંથી ગરમ પદાર્થ તરફ કુદરતી રીતે…
વધુ વાંચો >મૅગ્નેશિયમ
મૅગ્નેશિયમ : આવર્તક કોષ્ટકના બીજા સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Mg. તેની શોધ હમ્ફ્રી ડેવીએ 1808માં કરી હતી. તેમણે ગરમ મૅગ્નેશિયમ ઑક્સાઇડ પર પોટૅશિયમની બાષ્પ પસાર કરી અપચયિત મૅગ્નેશિયમનું મર્ક્યુરી વડે નિષ્કર્ષણ કર્યું હતું. તેમણે મર્ક્યુરીનો કૅથોડ વાપરી મૅગ્નેશિયમ સલ્ફેટનું વિદ્યુતવિભાજન કરીને પણ તે મેળવ્યું હતું. બંને કિસ્સાઓમાં તેમને મૅગ્નેશિયમ સંરસ…
વધુ વાંચો >મૅગ્નેશિયમ ઑક્સાઇડ
મૅગ્નેશિયમ ઑક્સાઇડ : મૅગ્નેશિયમ અને ઑક્સિજનનું સંયોજન. વ્યાપારી નામ મૅગ્નેશિયા. સંજ્ઞા MgO. તેનાં બે સ્વરૂપોનું ઉત્પાદન કરવામાં આવે છે. પ્રમાણમાં નીચા તાપમાને મૅગ્નેશિયમ હાઇડ્રૉક્સાઇડ[Mg(OH)2]ના નિર્જલીકરણથી મળતો પદાર્થ હલકો અને સુંવાળી રુવાંટી જેવો (fluffy) હોય છે, જ્યારે મૅગ્નેશિયમના કાર્બોનેટ અથવા હાઇડ્રૉક્સાઇડને ગરમ કરવાથી મળતા ઑક્સાઇડને ભઠ્ઠીમાં ઊંચા તાપમાને તપાવવાથી પ્રાપ્ત થતો…
વધુ વાંચો >મૅડેલુંગ અચળાંક
મૅડેલુંગ અચળાંક (Madelung Constant) : જેનો ઉપયોગ કરીને ધન અને ઋણ બિંદુ-વીજભારોની ત્રિપરિમાણી સ્ફટિક જાલક(lattice)ની સ્થિરવૈદ્યુત (electrostatic) ઊર્જા દર્શાવવામાં આવે છે તેવો એક સાંખ્યિક અચળાંક. આ રીતે મળતી સ્થિરવૈદ્યુત ઊર્જાની જાણકારી સ્ફટિકોની સંસંજક (cohesive) ઊર્જાની ગણતરીમાં અને ઘન પદાર્થ ભૌતિકી(solid state physics)ને લગતા કેટલાક પ્રશ્નોમાં ઉપયોગી છે. સામાન્ય રીતે આયનિક…
વધુ વાંચો >મેન્થૉલ
મેન્થૉલ (હેક્ઝાહાઇડ્રોથાયમોલ) : CH3C6H9(C3H7)OH સૂત્ર ધરાવતો એક ચક્રીય, સંતૃપ્ત, દ્વિતીયક ટર્પીન આલ્કોહૉલ. તેનું બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે : તેમાં ત્રણ અસમ કાર્બન પરમાણુઓ (ફૂદડી વડે દર્શાવેલા) છે. તેથી તે આઠ પ્રકાશક્રિયાશીલ સ્વરૂપમાં મળે છે. કુદરતમાં આ આઠ પૈકી માત્ર બે, l-મેન્થૉલ તથા d-નિયોમેન્થૉલ મળે છે. બાકીના સંશ્લેષણ દ્વારા મેળવી…
વધુ વાંચો >