Chemistry
મીટનરિયમ
મીટનરિયમ : ઇરિડિયમને મળતું આવતું, અનુઍક્ટિનાઇડ (transactinide) શ્રેણી(પરમાણુક્રમાંક 104થી 112)નું રાસાયણિક તત્વ. સંજ્ઞા Mt; પ.ક્ર. 109; પરમાણુભાર 266. જી. મુન્ઝેનબર્ગ અને તેમના સહકાર્યકરોએ જી. એસ. આઇ. લૅબોરેટરી, ડર્મસ્ટેટ (જર્મની) ખાતે ‘શીત સંગલન’ (cold fusion) તરીકે ઓળખાતી તકનીક દ્વારા આ તત્વની શોધ કરી હતી. ફર્મિયમ (100Fm) પછીનાં (અનુફર્મિયમ) તત્વો બનાવવા માટે…
વધુ વાંચો >મીઠાઈ (confectionery) અને બેકરી ઉદ્યોગ
મીઠાઈ (confectionery) અને બેકરી ઉદ્યોગ : સૂકા મેવા, મલાઈ અને માખણની શર્કરામિશ્રિત સ્વાદિષ્ટ તથા સુગંધિત ખાદ્ય વાનગીઓ (confectionery) તથા અનાજ તેમજ તેના આટાની ખાદ્ય વાનગીઓ બનાવવાનો ઉદ્યોગ. (1) મીઠાઈ ઉદ્યોગ : કૅન્ડી (candy), ટૉફી (toffee), નૂગા (nougat), ફૉન્ડન્ટ (fondant), ફજ (fudge), મુરબ્બો અથવા જેલી (jelly), માર્શમૅલો (marshmallow), ચીકી (marzipan) અને…
વધુ વાંચો >મીઠું
મીઠું : વિભિન્ન કુદરતી અને ઔદ્યોગિક પેદાશ રૂપે મળી આવતું સોડિયમ ક્લોરાઇડ નામનું અગત્યનું રાસાયણિક સંયોજન. રાસાયણિક સૂત્ર NaCl. અત્યંત શુદ્ધ સંયોજન 39.4 % સોડિયમ અને 60.6 % ક્લોરિન (આયનો રૂપે) ધરાવે છે. તે સામાન્ય લવણ (common salt) તેમજ મેજ-લવણ (table salt) કે બારીક દાણાદાર મીઠા (free flowing salt) તરીકે…
વધુ વાંચો >મીણ
મીણ (wax) : નીચા ગલનબિંદુવાળું કાર્બનિક પદાર્થોનું મિશ્રણ અથવા ઊંચા અણુભારવાળું એવું સંયોજન કે જે ઓરડાના તાપમાને ઘન રૂપમાં હોય છે તથા જેનું સંઘટન સામાન્ય રીતે ચરબી અને તેલને મળતું આવતું હોય છે પણ તેમાં ગ્લિસરાઇડ સંયોજનો હોતાં નથી. મીણ પૈકીનાં કેટલાંક હાઇડ્રૉકાર્બન-સંયોજનો હોય છે જ્યારે જેને સાચા મીણ કહી…
વધુ વાંચો >મુક્ત મૂલક
મુક્ત મૂલક (Free Radical) : અયુગ્મી (એકલ) ઇલેક્ટ્રૉન ધરાવતા પરમાણુ અથવા અણુ કે સમૂહો. સહસંયોજક બંધનું સમાંગ વિખંડન થવાથી મૂલકો મળે છે. અયુગ્મી ઇલેક્ટ્રૉનને કારણે તે અતિક્રિયાશીલ હોય છે. સામાન્ય રીતે રસાયણવિદો આ વ્યાખ્યા માન્ય કરે છે; પરંતુ સ્પેક્ટ્રમિકીવિદો (spectroscopists) આનાથી થોડી શિથિલ વ્યાખ્યા કરે છે, જે મુજબ વાયુ-પ્રાવસ્થામાં રહેલા…
વધુ વાંચો >મુલિકન, રૉબર્ટ સૅન્ડરસન
મુલિકન, રૉબર્ટ સૅન્ડરસન (જ. 7 જૂન 1896, ન્યૂબરીપૉર્ટ, મૅસેચૂસેટ્સ, યુ. એસ.; અ. 31 ઑક્ટોબર 1986, અર્લિન્ગટન) : અણુકક્ષકવાદના પ્રણેતા અને આણ્વિક સ્પેક્ટ્રમવિજ્ઞાનના અન્વેષક, નોબેલ પારિતોષિક-વિજેતા રસાયણવિદ અને ભૌતિકવિજ્ઞાની. કાર્બનિક રસાયણજ્ઞ પિતાના આ પુત્રે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી, કેમ્બ્રિજ(યુ.એસ.)માંથી 1917માં સ્નાતક થઈ ઝેરી વાયુઓનો અભ્યાસ શરૂ કરેલો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે…
વધુ વાંચો >મુલિસ, કૅરી બી.
મુલિસ, કૅરી બી. (Mullis, Kary B.) (જ. 28 ડિસેમ્બર 1944, લિનૉર્ટ, ઉત્તર કૅરોલાઇના, યુ.એસ.) : અમેરિકન જૈવરસાયણવિદ અને 1993ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારના સહવિજેતા. જ્યૉર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(Caltech)માં જૈવરસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1972માં તેમણે કૅલિફૉર્નિયા યુનિવર્સિટી, બર્કલીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી.…
વધુ વાંચો >મૂર, સ્ટૅનફર્ડ
મૂર, સ્ટૅનફર્ડ (જ. 4 સપ્ટેમ્બર 1913, શિકાગો; અ. 23 ઑગસ્ટ 1982, ન્યૂયૉર્ક સિટી) : ઍમીનોઍસિડના વિશ્લેષણ માટેની પદ્ધતિના સહશોધક અને 1972ના નોબેલ પારિતોષિક-વિજેતા જૈવ રસાયણવિદ. 1935માં વૅન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાંથી રસાયણમાં સ્નાતક થયા પછી તેમણે 1938માં વિસ્કૉન્સિન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ 1939માં રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ રિસર્ચ (હવે રૉકફેલર યુનિવર્સિટી),…
વધુ વાંચો >મૂલક (Radical)
મૂલક (Radical) : રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વૈયક્તિક હસ્તી તરીકે વર્તતો હોય તેવો એક અથવા વધુ તત્વોનો બનેલો વીજભાર ધરાવતો સમૂહ. દા.ત., સલ્ફેટ, નાઇટ્રેટ, ફૉસ્ફેટ, કાર્બોક્સિલેટ વગેરે. તેમના વીજભાર અનુસાર તેમને ધનમૂલક અથવા ઋણમૂલક કહે છે. કોઈ પણ તત્વના પરમાણુમાંથી એક અથવા વધુ ઇલેક્ટ્રૉન દૂર થતાં તે ધનમૂલક બને છે. દા.ત.,…
વધુ વાંચો >મૂળભૂત અચળાંકો
મૂળભૂત અચળાંકો (Fundamental Constants) : સમગ્ર વિશ્વમાં બદલાતા ન હોય તેવા પ્રાચલો (parameters). દા.ત., ઇલેક્ટ્રૉન ઉપરનો વીજભાર (e), મુક્ત અવકાશમાં પ્રકાશનો વેગ (c), પ્લાંકનો અચળાંક (h) વગેરે. મૂળભૂત ભૌતિક અચળાંકોનાં વિશ્વાસપાત્ર મૂલ્યો બે કારણોસર જરૂરી છે. એક તો ભૌતિક સિદ્ધાંત (physical theory) પરથી માત્રાત્મક પ્રાગુક્તિ (quantitative prediction) માટે તે જરૂરી…
વધુ વાંચો >