Chemistry

પરાયુરેનિયમ તત્ત્વો

પરાયુરેનિયમ તત્ત્વો : જુઓ, અનુયુરેનિયમ તત્ત્વો

વધુ વાંચો >

પર્કિન, વિલિયમ હેન્રી (સર)

પર્કિન, વિલિયમ હેન્રી (સર) (જ. 12 માર્ચ 1838, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 14 જુલાઈ 1907, સડબરી, મિડલસેક્સ, ઇંગ્લૅન્ડ) : એનીલીન રંગકોના શોધક અને કાર્બનિક રસાયણ ઉદ્યોગના સ્થાપક. બ્રિટિશ રસાયણવિદ. પિતા થૉમસ પર્કિનનાં સાત સંતાનોમાં સૌથી નાના પુત્ર. પિતાની નામરજી છતાં પર્કિન 1853માં રૉયલ કૉલેજ ઑવ્ કેમિસ્ટ્રી (હવે ઇમ્પિરિયલ કૉલેજનો એક વિભાગ),…

વધુ વાંચો >

પંડ્યા કાન્તિલાલ છગનલાલ

પંડ્યા, કાન્તિલાલ છગનલાલ (જ. 24 ઑગસ્ટ 1886, નડિયાદ; અ. 14 ઑક્ટોબર 1958, મુંબઈ) : સાહિત્યોપાસક અને વૈજ્ઞાનિક. પિતા છગનલાલ હરિલાલ પંડ્યા બાણભટ્ટકૃત ‘કાદંબરી’ના ભાષાંતરકર્તા હતા અને જૂનાગઢ રાજ્યના નાયબ દીવાન સુધી બઢતી પામ્યા હતા. માતા સમર્થલક્ષ્મી ગોવર્ધનરામ મા. ત્રિપાઠીનાં નાનાં બહેન હતાં. કાન્તિલાલે 1896 સુધી પ્રાથમિક શિક્ષણ નડિયાદ સરકારી ‘મિડલ…

વધુ વાંચો >

પાઇπબંધ

પાઇπબંધ : જુઓ, રાસાયણિક બંધ.

વધુ વાંચો >

પાણી

પાણી પૃથ્વી ઉપરનું સૌથી વધુ અગત્યનું અને જીવન-આવશ્યક પ્રવાહી. હિન્દુ માન્યતા પ્રમાણે પાણી પંચમહાભૂતો પૈકીનું એક તત્વ છે. ભારતીય પુરાણો મુજબ સૌપ્રથમ જળ ઉત્પન્ન થયું અને તેમાંથી આખી સૃષ્ટિ ઉદભવી. પૃથ્વી પર આવેલાં મહાસાગરો (oceans), સમુદ્રો (seas), નદીઓ, સરોવરો, બરફ, ભૂગર્ભજળ (~4,000 મી. ઊંડાઈ સુધીનું) વગેરેમાં સમાયેલા પાણીને પૃથ્વીનું જલાવરણ…

વધુ વાંચો >

પામિટિક ઍસિડ (હેક્ઝાડેનૉઇક ઍસિડ)

પામિટિક ઍસિડ (હેક્ઝાડેનૉઇક ઍસિડ) : સિટાઇલિક ઍસિડ CH3(CH2)14COOH. તે એક સંતૃપ્ત ચરબીજ ઍસિડ છે. કુદરતી (વનસ્પતિજ તથા પ્રાણિજ) તેલ તથા ચરબીમાં તેના ગ્લિસરાઇડ વ્યાપક રૂપે મળે છે. ગ્લિસરાઇડ રૂપે મોટાભાગના વ્યાપારી કક્ષાના સ્ટીઅરિક ઍસિડમાં પણ આ ઍસિડ હોય છે. તેની ઘનતા ૦.8414 (8૦/4C) ગ.બિં. 630 સે. અને ઉ.બિં. 351.150 સે.…

વધુ વાંચો >

પાયરોગૅલોલ

પાયરોગૅલોલ : પાયરોગૅલિક ઍસિડ; 1,2,3 – ટ્રાઇહાઇડ્રૉક્સી બેન્ઝીન C6H3(OH)3. ગૅલિક ઍસિડને તેનાથી ત્રણ ગણા પાણી સાથે ઑટોક્લેવમાં ગરમ કરવાથી તે બનાવી શકાય. તે ગૅલિક ઍસિડમાંથી સૌથી પ્રથમ 1786માં મેળવવામાં આવેલો. ગૅલિક ઍસિડ વિવિધ વૃક્ષોનાં  વૃક્ષવ્રણ અને છાલમાંથી મેળવી શકાય છે. પાયરોગૅલોલના સ્ફટિકો ચળકતા અને રંગવિહીન હોય છે; પરંતુ પ્રકાશમાં તે…

વધુ વાંચો >

પારો

પારો : જુઓ મર્ક્યુરી.

વધુ વાંચો >

પાશ્ચર લુઇ

પાશ્ચર, લુઇ (જ. 27 ડિસેમ્બર 1822, ડોલે, ફ્રાન્સ; અ. 28 સપ્ટેમ્બર 1895, સેન્ટ ક્લાઉડ, પૅરિસ નજીક) : પ્રસિદ્ધ ફ્રેન્ચ રસાયણવિદ અને સૂક્ષ્મજીવાણુશાસ્ત્રી. વિજ્ઞાનમાં આંતરસૂઝ અને  પ્રાયોગિક નિપુણતા ધરાવતા હોવાથી તેમણે જે કોઈ ક્ષેત્રમાં કાર્ય કર્યું તેમાં પાયાનાં સંશોધનો કર્યાં અને આ સંશોધનોનો ઉદ્યોગો અને માનવજાતના કલ્યાણ માટે ઉપયોગ કર્યો. ખાદ્ય…

વધુ વાંચો >

પિક્રિક ઍસિડ (પિક્રોનાઇટ્રિક ઍસિડ ટ્રાયનાઇટ્રોફીનૉલ નાઇટ્રોઝેન્થિક ઍસિડ કાર્બેઝૉટિક ઍસિડ ફીનૉલટ્રાયનાઇટ્રેટ C6H2(NO2)3 OH)

પિક્રિક ઍસિડ (પિક્રોનાઇટ્રિક ઍસિડ, ટ્રાયનાઇટ્રોફીનૉલ, નાઇટ્રોઝેન્થિક ઍસિડ, કાર્બેઝૉટિક ઍસિડ, ફીનૉલટ્રાયનાઇટ્રેટ C6H2(NO2)3 OH) : ઉગ્રપણે સ્ફોટક નાઇટ્રો-સંયોજન. ફીનૉલને સંકેન્દ્રિત સલ્ફયુરિક ઍસિડ સાથે ગરમ કરતાં ફીનોલ સલ્ફૉનિક ઍસિડ મળે છે. તેના નાઇટ્રેશન દ્વારા પિક્રિક ઍસિડ મળે છે. તે પીળાશ પડતો સ્ફટિકમય પદાર્થ છે. તે પાણી, આલ્કોહૉલ, બેન્ઝિન, ઈથર વગેરેમાં દ્રાવ્ય છે. સ્વાદમાં…

વધુ વાંચો >